________________
|| વિરતિ - અવિરતિ (ચાલુ)
૫૧૪ એટલે યોજેલા પદાર્થના જ ભવને વિષે આદરવામાં આવે તો તે પાપક્રિયા જ્યારથી વિરતિપણું આદરે ત્યારથી આવતી બંધ થાય છે. અહીં જે પાપક્રિયા લાગે છે તે ચારિત્રમોહનીયના કારણથી આવે છે. તે મોહભાવના ક્ષય થવાથી આવતી બંધ થાય છે. ક્રિયા બે પ્રકારે થાય છે :- એક વ્યક્ત એટલે પ્રગટપણે, અને બીજી અવ્યક્ત એટલે પ્રગટપણે. અવ્યક્તપણે થતી ક્રિયા જોકે તમામથી જાણી નથી શકાતી, પરંતુ તેથી થતી નથી એમ નથી. પાણીને વિષે લહેર અથવા હિલ્લોળ તે વ્યક્તપણે જાય છે, પરંતુ તે પાણીમાં ગંધક અથવા કસ્તૂરી નાંખી હોય, અને તે પાણી શાંતપણામાં હોય તો પણ તેને વિષે ગંધક અથવા કસ્તૂરીની જે ક્રિયા છે તે જોકે દેખાતી નથી, તથાપિ તેમાં અવ્યક્તપણો રહેલી છે. આવી રીતે અવ્યક્તપણે થતી ક્રિયાને ન શ્રદ્ધવામાં આવે અને માત્ર વ્યક્તપણાને શ્રદ્ધવામાં આવે તો એક જ્ઞાની જેને વિષે અવિરતિરૂપ ક્રિયા થતી નથી તે ભાવ, અને બીજો ઊંઘી ગયેલો માણસ જે કંઈ ક્રિયા વ્યક્તપણે કરતો નથી તે ભાવ સમાનપણાને પામે છે; પરંતુ વાસ્તવિક રીતે તેમ છે નહીં. ઊંઘી ગયેલા માણસને અવ્યક્તપણે ક્રિયા લાગે છે. આ જ પ્રમાણે જે માણસ (જે જીવ) ચારિત્રમોહનીય નામની નિદ્રામાં સૂતો છે, તેને અવ્યક્ત ક્રિયા લાગતી નથી એમ નથી. જો મોહભાવ ક્ષય થાય તો જ અવિરતિરૂપ ચારિત્રમોહનીયની ક્રિયા બંધ પડે છે; તે પહેલાં બંધ પડતી નથી. ક્રિયાથી થતો બંધ મુખ્ય એવા પાંચ પ્રકારે છે :
(૧) મિથ્યાત્વ (પાંચ ભેદ); (૨) અવિરતિ (બાર ભેદ); (૩) કષાય (પચીસ ભેદ); (૪) પ્રમાદ અને
(૫) યોગ (પંદર ભેદ). મિથ્યાત્વની હાજરી હોય ત્યાં સુધી અવિરતિપણું નિર્મૂળ થતું નથી, એટલે જતું નથી, પરંતુ જો મિથ્યાત્વપણું ખસે તો અવિરતિપણાને જવું જ જોઇએ એ નિઃસંદેહ છે; કારણ કે મિથ્યાત્વસહિત વિરતિપણે આદરવાથી મોહભાવ જતો નથી. મોહભાવ કાયમ છે ત્યાં સુધી અત્યંતર વિરતિપણું થતું નથી; અને પ્રમુખપણે રહેલો એવો જે મોહભાવ તે નાશ પામવાથી અત્યંતર અવિરતપણું રહેતું નથી, અને બાહ્ય જો વિરતિપણું આદરવામાં ન આવ્યું હોય તોપણ જો અત્યંતર છે તો સહેજે બહાર આવે છે. અત્યંતર વિરતિપણું પ્રાપ્ત થયા પછી અને ઉદય આધીન બાહ્યથી વિરતિપણું ન આદરી શકે તોપણ.
જ્યારે ઉદયકાળ સંપૂર્ણ થઇ રહે ત્યારે સહેજે વિરતિપણું રહે છે; કારણ કે અત્યંતર વિરતિપણે પહેલેથી પ્રાપ્ત થયેલું છે; જેથી હવે અવિરતપણું છે નહીં, કે તે અવિરતપણાની ક્રિયા કરી શકે. મોહભાવ વડે કરીને જ મિથ્યાત્વ છે. મોહભાવનો ક્ષય થવાથી મિથ્યાત્વનો પ્રતિપક્ષ જે સમ્યકત્વભાવ તે પ્રગટે છે, માટે ત્યાં આગળ મોહભાવ કેમ હોય? અર્થાત્ હોતો નથી. જો એવી આશંકા કરવામાં આવે કે પાંચ ઇન્દ્રિય અને છઠું મન, તથા પાંચ સ્થાવરકાય અને છઠ્ઠી ત્રસકાય, એમ બાર પ્રકારે વિરતિ આદરવામાં આવે તો લોકમાં રહેલા જીવ અને અજીવરાશિ નામના બે સમૂહ છે તેમાંથી પાંચ સ્થાવરકાય અને છઠ્ઠી ત્રસકાય મળી જીવરાશિની વિરતિ થઈ; પરંતુ લોકમાં