________________
વિવેકી
૫૧૮
વિવેકી D V૦ સદા જાગૃત કોણ?
ઉ0 વિવેકી. (પૃ. ૧૫) | અલિપ્તભાવમાં રહેવું એ વિવેકીનું કર્તવ્ય છે. (પૃ. ૨૧૯) | વ્યાવહારિક પ્રયોજનમાં પણ ઉપયોગપૂર્વક વિવેકી રહેવાની પ્રતિજ્ઞા માની આજના દિવસમાં વજે.
(પૃ. ૬). D ગૃહસ્થાશ્રમ વિવેકી કરવો. (પૃ. ૧૩૬)
આપ જો ધારતા હો કે દેવોપાસનથી લક્ષ્મી પ્રાપ્ત કરવી, તો તે જો પુણ્ય ન હોય તો કોઈ કાળે મળનાર નથી. પુણ્યથી લક્ષ્મી પામી મહારંભ, કપટ અને માન પ્રમુખ વધારવા તે મહાપાપનાં કારણ છે; પાપ નરકમાં નાખે છે, પાપથી આત્મા, પામેલો મહાન મનુષ્યદેહ એળે ગુમાવી દે છે. એક તો જાણે પુણ્યને ખાઈ જવાં; બાકી વળી પાપનું બંધન કરવું; લક્ષ્મીની અને તે વડે આખા સંસારની ઉપાધિ ભોગવવી તે
હું ધારું છું કે વિવેકી આત્માને માન્ય ન હોય. (પૃ. ૧૦૫). n જે વિવેકી નથી તે અજ્ઞાની અને મંદ છે. તે જ પુરુષ મતભેદ અને મિથ્યાદર્શનમાં લપટાઈ રહે છે.
(પૃ. ૯૫) | વિશ્વ D ચૈતન્યાધિષ્ઠિત આ વિશ્વ હોવું યોગ્ય છે. (પૃ. ૨૩૮)
પાંચ અસ્તિકાયરૂપ લોક એટલે વિશ્વ છે. (પૃ. ૮00).
વિશ્વ અનાદિ છે. આકાશ સર્વ વ્યાપક છે. તેમાં લોક રહ્યો છે. જડ ચેતનાત્મક સંપૂર્ણ ભરપૂર લોક છે. ' (પૃ. ૮૩૦-૧).
વેદાંત કહે છે કે આ સમસ્ત વિશ્વ વંધ્યાપુત્રવત્ છે. જિન કહે છે કે આ સમસ્ત વિશ્વ શાશ્વત છે. (પૃ. ૮૦૩).
સંબંધિત શિર્ષકો જગત, દુનિયા વિશ્વાસઘાત
ન ચાલતાં ઉપજીવન માટે કંઈ પણ અલ્પ અનાચાર (અસત્ય અને સહજ માયા) સેવવો પડે તો મહાશોચથી સેવવો, પ્રાયશ્રિત ધ્યાનમાં રાખવું. સેવવામાં નીચેના દોષ ન આવવા જોઇએ :
૦ કોઇથી મહા વિશ્વાસઘાત ૦ મિત્રથી વિશ્વાસઘાત
-- એ વાટેથી કંઈ રળવું નહીં. (પૃ. ૧૭૯-૮૦) તે (પૂર્ણજ્ઞાનીના) સત્સંગમાં તેવા પરમજ્ઞાનીએ ઉપદેશેલો શિલાબોધ ગ્રહણ કરવો એટલે જેથી કદાગ્રહ, મતમતાંતર, વિશ્વાસઘાત અને અસત્ વચન એ આદિનો તિરસ્કાર થાય; અર્થાત્ તેને ગ્રહણ કરવાં