Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
વિચાર (ચાલુ)
તો, નિશ્રયપણે ધારતા હો તો, પાછળથી બુદ્ધિ લોકસંજ્ઞા, શાસ્ત્રસંજ્ઞા પર ન જતી હોય તો, જાય તો તે ભ્રાંતિ વડે ગઇ છે એમ ધારતા હો તો; તે વાક્યને ઘણા પ્રકારની ધીરજ વડે વિચારવા ધારતા હો તો, લખવાને ઇચ્છા થાય છે. હજી આથી વિશેષપણે નિશ્ચયને વિષે ધારણા કરવાને લખવું અગત્ય જેવું લાગે છે, તથાપિ ચિત્ત અવકાશરૂપે વર્તતું નથી, એટલે જે લખ્યું છે તે પ્રબળપણે માનશો.
૫૦૫
સર્વ પ્રકારે ઉપાધિયોગ તો નિવૃત્ત કરવા યોગ્ય છે; તથાપિ જો તે ઉપાધિયોગ સત્સંગાદિકને અર્થે જ ઇચ્છવામાં આવતો હોય, તેમજ પાછી ચિત્તસ્થિતિ સંભવપણે રહેતી હોય તો તે ઉપાધિયોગમાં પ્રવર્તવું શ્રેયસ્કર છે. (પૃ. ૩૩૦)
જેની (સત્) પ્રાપ્ત કરવાની દૃઢ મતિ થઇ છે, તેણે પોતે કંઇ જ જાણતો નથી એવો दृढ નિશ્ચયવાળો પ્રશ્ન વિચા૨ ક૨વો, અને પછી ‘સત્’ની પ્રાપ્તિ માટે જ્ઞાનીને શરણે જવું; તો જરૂર માર્ગની પ્રાપ્તિ
થાય.
જે વચનો લખ્યાં છે, તે સર્વ મુમુક્ષુને પ૨મ બંધવરૂપ છે, પરમ રક્ષકરૂપ છે; અને એને સમ્યક્ પ્રકારે વિચાર્યેથી પરમપદને આપે એવાં છે; એમાં નિગ્રંથ પ્રવચનની સમસ્ત દ્વાદશાંગી, ષટ્કર્શનનું સર્વોત્તમ તત્ત્વ અને જ્ઞાનીના બોધનું બીજ સંક્ષેપે કહ્યું છે; માટે ફરી ફરીને તેને સંભારજો; વિચારજો; સમજજો; સમજવા પ્રયત્ન કરજો; એને બાધ કરે એવા બીજા પ્રકારોમાં ઉદાસીન રહેજો; એમાં જ વૃત્તિનો લય કરજો. (પૃ. ૨૬૮)
જ્ઞાની સદ્વિચારોરૂપી સહેલી કૂંચીઓ બતાવે તે કૂંચીઓ હજારો તાળાંને લાગે છે. (પૃ. ૭૩૩)
બાહ્ય પરિચયને વિચારી વિચારીને નિવૃત્ત કરવો એ છૂટવાનો એક પ્રકાર છે. જીવ આ વાત જેટલી વિચા૨શે તેટલો જ્ઞાનીપુરુષનો માર્ગ સમજવાનો સમય સમીપ પ્રાપ્ત થશે. (પૃ. ૪૪૯)
D એવો એક જ પદાર્થ પરિચય કરવા યોગ્ય છે કે જેથી અનંત પ્રકારનો પરિચય નિવૃત્ત થાય છે; તે કયો ? અને કેવા પ્રકારે ? તેનો વિચાર મુમુક્ષુઓ કરે છે. (પૃ. ૨૯૯)
D જીવ વિષે, પ્રદેશ વિષે, પર્યાય વિષે, તથા સંખ્યાત, અસંખ્યાત, અનંત આદિ વિષેનો યથાશકિત વિચાર કરવો. જે કંઇ અન્ય પદાર્થનો વિચાર કરવો છે તે જીવના મોક્ષાર્થે કરવો છે, અન્ય પદાર્થના જ્ઞાનને માટે કરવો નથી. (પૃ. ૪૫૧)
જુદા જુદા વિચારભેદો આત્મામાં લાભ થવા અર્થે કહ્યા છે; પણ ભેદમાં જ આત્માને ગૂંચવવા કહ્યા નથી. દરેકમાં પરમાર્થ હોવો જોઇએ. (પૃ. ૭૨૨)
ભવપરિપાકે સદ્વિચાર સ્ફુરે અને હેતુ, પરમાર્થનો વિચાર ઊગે. (પૃ. ૬૬૭)
ભંગજાળમાં પડવું નહીં. માત્ર આત્માની શાંતિનો વિચાર કરવો ઘટે છે. (પૃ. ૭૬૫)
તિથિ આદિનો વિકલ્પ છોડી નિજ વિચારમાં વર્તવું એ જ કર્તવ્ય છે. (પૃ. ૬૦૪)
હે મુમુક્ષુ ! વીતરાગપદ વારંવાર વિચાર કરવા યોગ્ય છે. (પૃ. ૮૧૮)
— હાલ જો કોઇ વેદાંત સંબંધી ગ્રંથો વાંચવા અથવા શ્રવણ કરવાનું રહેતું હોય તો તે વિચારનો વિશેષ વિચાર થવા થોડો વખત શ્રી ‘આચારાંગ', ‘સૂયગડાંગ' તથા ‘ઉત્તરાધ્યયન' વાંચવા, વિચારવાનું બને તો કરશો.
વેદાંતના સિદ્ધાંતમાં તથા જિનના આગમના સિદ્ધાંતમાં જુદાપણું છે, તોપણ જિનનાં આગમ વિશેષ