Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
રોગ (ચાલુ)
૪૮૪
પ્લાન, ઉષ્ણ, શીત આદિ શરીરચેષ્ટા થાય છે. (પૃ. ૪૫૦)
D વિશેષ રોગના ઉદયથી અથવા શારીરિક મંદબળથી જ્ઞાનીનું શરીર કંપાય, નિર્બળ થાય, મ્લાન થાય, મંદ થાય, રૌદ્ર લાગે, તેને બ્રમાદિનો ઉદય પણ વર્તે; તથાપિ જે પ્રમાણે જીવને વિષે બોધ અને વૈરાગ્યની વાસના થઇ હોય છે તે પ્રમાણે તે રોગને જીવ તે તે પ્રસંગમાં ઘણું કરી વેદે છે. (પૃ. ૪૫૦) રોદ્રધ્યાન
જીવનું સદા અનર્થ કરનાર કોણ ? આર્ત્ત અને રૌદ્રધ્યાન. (પૃ. ૧૫)
E સંબંધિત શિર્ષક : ધ્યાન