________________
૪૯૩
લોકો |
ગમન નથી કરી શકતા. (પૃ. ૭૬૦) | સંબંધિત શિર્ષક: પંચાસ્તિકાય | લોકો [ આ કાળનું વિષમપણું એવું છે કે જેને વિષે ઘણા વખત સુધી સત્સંગનું સેવન થયું હોય તો જીવને વિષેથી
લોકભાવના ઓછી થાય અથવા લય પામે, લોકભાવનાના આવરણને લીધે પરમાર્થભાવના પ્રત્યે જીવને ઉલ્લાસપરિણતિ થાય નહીં, અને ત્યાં સુધી લોકસહવાસ તે ભવરૂપ હોય છે. (પૃ. ૩૨૯). તમારી (શ્રી પ્રભુશ્રીજી) તરફ આવવાથી લોકોના પરિચયમાં જરૂર કરી આવવાનું થાય એ સંભવિત હોવાથી તે તરફ આવવાનું ચિત્ત થવું મુશ્કેલ છે. લોકોના પરિચયમાં આવાં પ્રસંગ રહ્યા છતાં, ધર્મ પ્રસંગે આવવું થાય તે વિશેષ સંદેશા યોગ્ય જાણી જેમ બને તેમ તે પરિચયથી ધર્મપ્રસંગને નામે દૂર રહેવાનું ચિત્ત વિશેષપણે રહ્યા કરે છે. (પૃ. ૪૧૪) D લોકો માત્ર વિચારવાનું કે સમ્યફષ્ટિ સમજે તેથી કલ્યાણ નથી.
લોક સમુદાય કોઇ ભલો થવાનો નથી, અથવા સ્તુતિનિંદાના પ્રયત્નાર્થે આ દેહની પ્રવૃત્તિ તે વિચારવાનને કર્તવ્ય નથી. (પૃ. ૫૧૧) જાણ્યાં પહેલાં ઠપકો લખવો તે ઠીક નહીં. તેમ ઠપકાથી અક્કલ આણી દેવી મુશ્કેલ છે. અક્કલનો વરસાદ વરસાવવામાં આવે છે, તો પણ આ લોકોની રીતિ હજી રસ્તો પકડતી નથી. ત્યાં શો ઉપાય? તેમના પ્રત્યે કંઈ બીજો ખૂંદ આણવાથી ફળ નથી. કર્મબંધનું વિચિત્રપણું એટલે સર્વને સમ્યફ (સારું) સમજાય એમ ન બને. માટે એમનો દોષ શું વિચારવો? (પૃ. ૫૬૮) તમારી (શ્રી રાયચંદભાઇ દેસાઇ) વૃત્તિ હાલ સમાગમમાં આવવા વિષે જણાવી, તે વિષે તમને અંતરાય જેવું થયું. કેમકે આ પત્ર પહોંચશે તે પહેલાં પર્યુષણનો પ્રારંભ લોકોમાં થયો ગણાશે. જેથી તમે આ તરફ આવવાનું કરો તો ગુણ-અવગુણનો વિચાર કર્યા વગર મતાગ્રહી માણસો નિદે, અને તેવું નિમિત્ત ગ્રહણ કરી ઘણા જીવોને તે નિંદા દ્વારાએ પરમાર્થપ્રાપ્તિ થવાનો અંતરાય ઉત્પન્ન કરે; જેથી તેમ ન થાય તે અર્થે તમારે હાલ તો પર્યુષણમાં બહાર ન નીકળવા સંબંધી લોકપદ્ધતિ સાચવવી યોગ્ય છે. પ્રમાદ અને લોકપદ્ધતિમાં કાળ સર્વથા વૃથા કરવો તે મુમુક્ષુ જીવનું લક્ષણ નથી. (પૃ. ૨૫). વર્તમાનમાં લોકોને જ્ઞાન તથા શાંતિ સાથે સંબંધ રહ્યો નથી; મતાચાર્યે મારી નાખ્યા છે. (પૃ. ૭૭૦) પ્રાકૃતજન્ય એટલે લોકમાં કહેવાતું વાક્ય, જ્ઞાનીનું વાક્ય નહીં. આત્મા સમય સમય ઉપયોગી છતાં અવકાશની ખામી અથવા કામના બોજાને લઇને તેને આત્મા સંબંધી વિચાર કરવાનો વખત મળી શકતો નથી એમ કહેવું એ પ્રાકૃતજન્ય ‘લૌકિક' વચન છે. જો ખાવાનો પીવાનો ઊંઘવા ઈત્યાદિનો વખત મળ્યો ને કામ કર્યું તે પણ આત્માના ઉપયોગ વિના નથી થયું, તો પછી ખાસ જે સુખની આવશ્યકતા છે, ને જે મનુષ્યજન્મનું કર્તવ્ય છે તેમાં વખત ન મળ્યો એ વચન જ્ઞાની કોઈ કાળે સાચું માની શકે નહીં. એનો અર્થ એટલો જ છે કે બીજાં ઇન્દ્રિયાદિક સુખનાં કામો જરૂરનાં લાગ્યાં છે, અને તે વિના દુઃખી થવાના ડરની કલ્પના છે. (પૃ. ૭૮૪)