________________
૪૯૧
લોકવ્યવહાર લોકો જ્ઞાનીને લોકદ્રષ્ટિએ દેખે તો ઓળખે નહીં. આહારાદિ વગેરેમાં પણ જ્ઞાની પુરુષોની પ્રવૃત્તિ બાહ્ય વર્તે છે. કેવી રીતે જે, ઘડો ઉપર (આકાશમાં) છે, અને પાણીમાં ઊભા રહીને, પાણીમાં દ્રષ્ટિ રાખી, બાણ સાધી તે ઊંચેનો ઘડો) વીંધવો છે; લોક જાણે છે કે વીંધનારની દૃષ્ટિ પાણીમાં છે, પણ વાસ્તવિક રીતે ઘડો વીંધવાનો છે; તેનો લક્ષ કરવા માટે વીંધનારની દૃષ્ટિ આકાશમાં છે. આ રીતે જ્ઞાનીની
ઓળખાણ કોઈ વિચારવાનને હોય છે. (પૃ. ૬૯૦-૧). T સંબંધિત શિર્ષકો દૃષ્ટિ, દ્રષ્ટિ-લૌકિક અલૌકિક લોકલાજ |
લોકલાજ પરિગ્રહ આદિ શલ્ય છે. એ શલ્યને લઈને જીવનું પાણી ભભકતું નથી. તે શલ્યને સત્પરુષનાં વચનરૂપી ટાંકણે કરી તડ પડે તો પાણી ભભકી ઊઠે. જીવના શલ્ય, દોષો હજારો દિવસના પ્રયત્ન પણ જાતે ન ટળે, પણ સત્સંગનો યોગ એક મહીના સુધી થાય, તો ટળે; ને રસ્તે જીવ ચાલ્યો જાય. (પૃ. ૭૨૬). T સત્ સંબંધી સંસ્કારોની દૃઢતા થવા સર્વ પ્રકારે લોકલજ્જાની ઉપેક્ષા કરી સત્સંગનો પરિચય કરવો
શ્રેયસ્કર છે. લોકલજ્જા તો કોઈ મોટા કારણમાં સર્વ પ્રકારે ત્યાગવી પડે છે. સામાન્ય રીતે સત્સંગનો લોકસમુદાયમાં તિરસ્કાર નથી, જેથી લજ્જા દુ:ખદાયક થતી નથી. માત્ર ચિત્તને વિષે સત્સંગના
લાભનો વિચાર કરી નિરંતર અભ્યાસ કરવો; તો પરમાર્થને વિષે દૃઢતા થાય છે. (પૃ. ૨૭૮) D ગમે તે પ્રકારે પણ એ લોકલજજારૂપ ભયનું સ્થાનક એવું જે ભવિષ્ય તે વિસ્મરણ કરવા યોગ્ય છે. તેની
ચિંતા વડે પરમાર્થનું વિસ્મરણ હોય છે. અને એમ થાય તે મહા આપત્તિરૂપ છે; માટે તે આપત્તિ આવે
નહીં, એટલું જ વારંવાર વિચારવા યોગ્ય છે. (પૃ. ૩૩૧). T બ્રહ્મચર્ય યથાતથ્ય રીતે તો કોઈ વિરલા જીવ પાળી શકે છે; તોપણ લોકલાજથી બ્રહ્મચર્ય પળાય તો તે | ઉત્તમ છે. (પૃ. ૭૨૮) I ચક્રવર્તી રાજાઓ જેવા પણ નગ્ન થઈ ચાલ્યા ગયા છે ! ચક્રવર્તી રાજા હોય, તેણે રાજ્યનો ત્યાગ કરી દીક્ષા લીધી હોય, અને તેની કાંઈ ભૂલ હોય, અને તે ચક્રવર્તી રાજ્યપણાના વખતના સમયની દાસીનો છોકરો તે ભૂલ ભાંગી શકે તેમ હોય તો તેની પાસે જઈ તેનું કહેવું ગ્રહણ કરવાની આજ્ઞા કરી છે. જો તેને દાસીના છોકરા પાસે જતાં એમ રહે કે, “મારાથી દાસીના છોકરા પાસે કેમ જવાય ?' તો તેને રખડી મરવાનું છે. આવા કારણમાં લોકલાજ છોડવાનું કહ્યું છે, અર્થાત્ આત્માને ઊંચો લાવવાનું કારણ હોય ત્યાં લોકલાજ ગણી નથી. પણ કોઇ મુનિ વિષય-ઇચ્છાથી વેશ્યાશાળામાં ગયો; ત્યાં જઈને તેને એમ થયું કે “મને લોક દેખશે તો મારી નિંદા થશે. માટે અહીંથી પાછું વળવું.” એટલે મુનિએ પરભવનો ભય ગણ્યો નહીં, આજ્ઞાભંગનો પણ ભય ગણ્યો નહીં, તો ત્યાં લોકલાજથી પણ બ્રહ્મચર્ય રહે તેવું છે તે માટે ત્યાં લોકલાજ ગણી પાછો ફર્યો, તો ત્યાં લોકલાજ રાખવી એમ કહ્યું છે, કેમકે આ સ્થળે લોકલાજનો ડર ખાવાથી બ્રહ્મચર્ય રહે છે,
જે ઉપકારક છે. (પૃ. ૭૦૨). | લોકવ્યવહાર 2 લોકરૂઢિમાં અથવા લોકવ્યવહારમાં પડેલો જીવ મોક્ષતત્ત્વનું રહસ્ય જાણી શકતો નથી, તેનું કારણ તેને