Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
| લોકવ્યવહાર (ચાલુ)
૪૯૨ વિષે રૂઢિનું અથવા લોકસંજ્ઞાનું માહાભ્ય છે. (પૃ. ૭૫૩)
સંબંધિત શિર્ષક વ્યવહાર | લોકસંજ્ઞા
જીવ એમ સમજે છે કે હું જે ક્રિયા કરું છું એથી મોક્ષ છે. ક્રિયા કરવી એ સારી વાત છે, પણ લોકસંજ્ઞાએ કરે તો તેને તેનું ફળ હોય નહીં. (પૃ. ૬૯૯). લોકસંજ્ઞાથી લોકા જવાતું નથી. લોકત્યાગ વિના વૈરાગ્ય યથાયોગ્ય પામવો દુર્લભ છે. (પૃ. ૨૨૨) લોકસંજ્ઞા જેની જિંદગીનો ધ્રુવકાંટો છે તે જિંદગી ગમે તેવી શ્રીમંતતા, સત્તા કે કુટુંબ પરિવારાદિ યોગવાળી હોય તોપણ તે દુ:ખનો જ હેતુ છે. (પૃ. ૬૫૮). | સંબંધિત શિર્ષક: સંજ્ઞા લોકસ્થિતિ | લોકસ્થિતિ આશ્ચર્યકારક છે. (પૃ. ૩૨૪) [ આ લોકસ્થિતિ જ એવી છે કે તેમાં સત્યનું ભાવન કરવું પરમ વિકટ છે. રચના બધી અસત્યના
આગ્રહની ભાવના કરાવવાવાળી છે. (પૃ. ૩૨૪), D વધારેમાં વધારે એક સમયે ૧૦૮ જીવ મુક્ત થાય, એથી વિશેષ ન થાય, એવી લોકસ્થિતિ જિનાગમમાં
સ્વીકારેલી છે, અને પ્રત્યેક સમયે ૧૦૮ ૧૦૮ જીવ મુક્ત થયા જ કરે છે, એમ ગણીએ, તો તે પરિમાણે ત્રણે કાળમાં જેટલા જીવ મોક્ષપ્રાપ્ત થાય, તેટલા જીવની જે અનંત સંખ્યા થાય તે કરતાં સંસારનિવાસી જીવોની સંખ્યા અનંતપણે જિનાગમમાં નિરૂપી છે; અર્થાત ત્રણે કાળમાં મુક્તજીવ જેટલા થાય તે કરતાં સંસારમાં અનંતગણા જીવ રહે. કેમકે તેનું પરિમાણ એટલું વિશેષ છે. અને તેથી મોક્ષમાર્ગનો પ્રવાહ વહ્યા કરતાં છતાં સંસારમાર્ગ ઉચ્છેદ થઈ જવો સંભવતો નથી, અને તેથી બંધમોક્ષ
વ્યવસ્થામાં વિપર્યય થતું નથી. (પૃ. ૪૫૩) લોકાકાશ
આકાશ દેખાય છે તે આકાશ નથી. આકાશ ચક્ષુથી દેખાય નહીં. આકાશ અરૂપી કહ્યું છે. (પૃ. ૭૧૩) T સર્વ જીવોને તથા બાકીના પુદ્ગલાદિને સંપૂર્ણ અવકાશ આપે છે તેને લોકાકાશ' કહીએ છીએ.
(પૃ. ૧૯૧). E ધર્મ, અધર્મ અને (લોક) આકાશ અપૃથફભૂત (એકક્ષેત્રાવગાહી) અને સરખાં પરિમાણવાળાં છે. નિશ્રયથી ત્રણે દ્રવ્યની પૃથફ ઉપલબ્ધિ છે; પોતપોતાની સત્તાથી રહ્યાં છે. એમ એકતા અનેકતા છે. આકાશ, કાળ, જીવ, ધર્મ અને અધર્મ એ દ્રવ્યો મૂર્તતારહિત છે, અને પુગલદ્રવ્ય મૂર્તિ છે. તેમાં જીવ દ્રવ્ય ચેતન છે. (પૃ. ૫૯૨). આકાશના પ્રદેશની શ્રેણિ સમ છે. વિષમ માત્ર એક પ્રદેશની વિદિશાની શ્રેણિ છે. સમશ્રેણિ છ છે, અને તે બે પ્રદેશ છે. પદાર્થમાત્રનું ગમન સમશ્રેણિએ થાય છે, વિષમશ્રેણિએ થતું નથી. કારણ કે આકાશના પ્રદેશની સમશ્રેણિ છે. તેમ જ પદાર્થમાત્રમાં અગુરુલઘુ ધર્મ છે. તે ધર્મે કરીને પદાર્થ વિષમશ્રેણિએ