Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
૪૯૫
લોભ
-પ્રવર્તવું યોગ્ય છે. આવી વિચારણાએ પરિણામે તે લોકસંગ ત્યજી દઈ વનમાં ચાલી નીકળ્યા. વનમાં વિચરતાં છતાં અપ્રગટપણે રહી ચોવીશી, પદ આદિ વડે લોકોપકાર તો કરી જ ગયા. નિષ્કારણ લોકોપકાર એ
મહાપુરુષોનો ધર્મ છે. (પૃ. ૬૬૪-૫) T સંબંધિત શિર્ષક : ઉપકાર લોચ
લોચ કરવો શા માટે કહ્યો છે? શરીરની મમતાની તે પરીક્ષા છે માટે. (માથે વાળ) તે મોહ વધવાનું કારણ છે. નાહવાનું મન થાય; આરીસો લેવાનું મન થાય; તેમાં મોટું જોવાનું મન થાય; અને એ ઉપરાંત તેનાં સાધનો માટે ઉપાધિ કરવી પડે. આ કારણથી જ્ઞાનીઓએ લોન્ચ કરવાનું કહ્યું છે.
(પૃ. ૭૨૯) લોભ | દેવલોકમાંથી જે મનુષ્યમાં આવે તેને લોભ વધારે હોય એ આદિ કહ્યું છે તે સામાન્યપણે છે, એકાંત
નથી. (પૃ. ૪૭૦) 2 અગિયારમે ગુણસ્થાનકેથી પણ જીવ ક્ષણ લોભથી પડી પહેલે ગુણસ્થાનકે આવે છે. (પૃ. ૬૯૬).
અગિયારમા ગુણસ્થાનકેથી જીવ પડે છે તેનું કારણ એ કે વૃત્તિઓ પ્રથમ જાણે છે કે “હમણાં આ શરાતનમાં છે એટલે આપણું બળ ચાલવાનું નથી; અને તેથી ચુપ થઈ બધી દબાઈ રહે છે. ક્રોધ કડવો છે તેથી છેતરાશે નહીં, માનથી પણ છેતરાશે નહીં; તેમ માયાનું બળ ચાલે તેવું નથી.” એમ વૃત્તિએ જાયું કે તરત ત્યાં લોભ ઉદયમાન થાય છે. “મારામાં કેવાં રિદ્ધિ, સિદ્ધિ, અને ઐશ્વર્ય પ્રગટ થયાં' એવી વૃત્તિ ત્યાં આગળ થતાં તેનો લોભ થવાથી ત્યાંથી જીવ પડે છે, અને પહેલે ગુણસ્થાનકે આવે છે. (પૃ. ૬૮૯)
અગિયારમેથી પડે છે તેને ઉપશમસમ્યકત્વ કહેવાય, લોભ ચારિત્રને પાડનારો છે. (પૃ. ૭૧૩) T સત્ અને લોભ એ બે ભેળાં શું કરવા જીવ જાણે છે? (પૃ. ૭૦૧) T સંબંધિત શિર્ષકો : તૃષ્ણા, સંતોષ