Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
વક્તા
વક્તા
D યથાર્થ સ્વરૂપ સમજ્યા વિના અથવા પોતે જે બોલે છે તે પરમાર્થે યથાર્થ છે કે કેમ તે જાણ્યા વિના, સમજ્યા વિના, જે વક્તા થાય છે તે અનંત સંસારને વધારે છે. માટે જ્યાં સુધી આ સમજવાની શક્તિ થાય નહીં ત્યાં સુધી મૌન રહેવું સારું છે.
૪૯૬
વક્તા થઇ એક પણ જીવને યથાર્થ માર્ગ પમાડવાથી તીર્થંકરગોત્ર બંધાય છે અને તેથી ઊલટું કરવાથી મહામોહનીય કર્મ બંધાય છે. (પૃ. ૭૭૧)
શ્રી જિનને વિષે યથાર્થવક્તાપણું જોવામાં આવે છે, તેવું યથાર્થવક્તાપણું બીજામાં જોવામાં આવતું નથી. (પૃ. ૪૫૦)
Ū જ્યાં સુધી મૃષાત્યાગ અને પરસ્ત્રીત્યાગ એ ગુણો ન હોય ત્યાં સુધી વક્તા તથા શ્રોતા હોઇ શકે નહીં. (પૃ. ૭૭૭)
ગુણ વગરનું વક્તૃત્વ સેવું નહીં. (પૃ. ૧૪૧)
વચન
વચન શાંત, મધુર, કોમળ, સત્ય અને શૌચ બોલવાની સામાન્ય પ્રતિજ્ઞા લઇ આજના દિવસમાં પ્રવેશ કરજે. (પૃ. ૫)
ક્રોધી વચન ભાખું નહીં. પાપી વચન ભાખું નહીં. (પૃ. ૧૩૮)
શૂરવીર વચનોને બીજાં એકે વચનો પહોંચે નહીં. જીવને સત્પુરુષનો એક શબ્દ પણ સમજાયો નથી. (પૃ. ૭૧૧)
સંબંધિત શિર્ષકો : જ્ઞાનીનાં વચન, જ્ઞાનીની વાણી, વીતરાગવચન, સત્પુરુષનાં વચન
વચનામૃત
D પરમાત્માને ધ્યાવવાથી પરમાત્મા થવાય છે; પણ તે ધ્યાવન આત્મા સત્પુરુષના ચરણકમળની વિનયોપાસના વિના પ્રાપ્ત કરી શકતો નથી, એ નિગ્રંથ ભગવાનનું સર્વોત્કૃષ્ટ વચનામૃત છે. (પૃ. ૧૮૮)
D‘અનંતકાળ થયાં જીવને પરિભ્રમણ કરતાં છતાં તેની નિવૃત્તિ કેમ થતી નથી અને તે શું કરવાથી થાય ?’ આ વાક્યમાં અનેક અર્થ સમાયેલ છે. તેને વિચાર્યા વિના કે દૃઢ વિશ્વાસથી ઝૂર્યા વિના માર્ગના અંશનું અલ્પ ભાન થતું નથી. બીજા બધા વિકલ્પો દૂર કરી આ એક ઉપર લખેલું સત્પુરુષોનું વચનામૃત વારંવાર વિચારી લેશો. (પૃ. ૨૦૧)
અહો સત્પુરુષનાં વચનામૃત, મુદ્રા અને સત્સમાગમ ! સુષુપ્ત ચેતનને જાગૃત કરનાર, પડતી વૃત્તિને સ્થિર રાખનાર, દર્શનમાત્રથી પણ નિર્દોષ અપૂર્વ સ્વભાવને પ્રેરક, સ્વરૂપપ્રતીતિ, અપ્રમત્ત સંયમ, અને પૂર્ણ વીતરાગ નિર્વિકલ્પ સ્વભાવનાં કારણભૂત : - છેલ્લે અયોગી સ્વભાવ પ્રગટ કરી અનંત અવ્યાબાધ સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર ! ત્રિકાળ જયવંત વર્તો ! (પૃ. ૬૩૪-૫)