Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
લક્ષ (ચાલુ)
ઉપકાર થાય તે જ લક્ષ રાખવો. (પૃ. ૭૦૮)
D અંતર્લક્ષવત્ હાલ જે વૃત્તિ વર્તતી દેખાય છે તે ઉપકારી છે, અને તે તે વૃત્તિ ક્રમે કરી પરમાર્થના યથાર્થપણામાં વિશેષ ઉપકારભૂત થાય છે. (પૃ. ૪૮૮)
૪૮
દિવસની ભૂલ માટે રાત્રે હસજે, પરંતુ તેવું હસવું ફરીથી ન થાય તે લક્ષિત રાખજે. (પૃ. ૭)
— લોકકલ્યાણ હિતરૂપ છે અને તે કર્તવ્ય છે. પોતાની યોગ્યતાની ન્યૂનતાની અને જોખમદારી ન સમજાઇ શકાવાથી અપકાર ન થાય એ પણ લક્ષ રાખવાનો છે. (પૃ. ૬૭૨)
અન્યને ઉપદેશ આપવાનો લક્ષ છે, તે કરતાં નિજધર્મમાં વધારે લક્ષ ક૨વો.
કથન કરતાં મથન ઉપર વધારે લક્ષ આપવું. (પૃ. ૧૨)
D કોઇ પુરુષ પોતે વિશેષ સદાચારમાં તથા સંયમમાં પ્રવર્તે છે તેના સમાગમમાં આવવા ઇચ્છતા જીવોને તે પદ્ધતિના અવલોકનથી જેવો સદાચાર તથા સંયમનો લાભ થાય છે, તેવો લાભ વિસ્તારવાળા ઉપદેશથી પણ ઘણું કરીને થતો નથી, તે લક્ષ રાખવા યોગ્ય છે. (પૃ. ૫૬૬)
બાહ્ય કરણી કરતાં અત્યંતર કરણી ઉપર વધારે લક્ષ આપવું. (પૃ. ૧૨)
લક્ષ્મી
D લક્ષ્મી વીજળી જેવી છે. વીજળીનો ઝબકારો જેમ થઇને ઓલવાઇ જાય છે, તેમ લક્ષ્મી આવીને ચાલી જાય છે. (પૃ. ૩૬)
D આ લક્ષ્મી છે તે ક્ષણભંગુર છે. આ લક્ષ્મી કુલીનમાં નથી રમતી. ધીરમાં, શૂરમાં, પંડિતમાં, મૂર્ખમાં, રૂપવાનમાં, કુરૂપમાં, પરાક્રમીમાં, કાયરમાં, ધર્માત્મામાં, અધર્મીમાં, પાપીમાં, દાનીમાં, કૃપણમાં ક્યાંય નથી રમતી. એ તો પૂર્વજન્મમાં પુણ્ય કરેલ હોય તેની દાસી છે. કુપાત્ર-દાનાદિક, કુતપ કરી ઉત્પન્ન થયેલ જીવને, ખોટા ભોગમાં, કુમાર્ગમાં, મદમાં લગાડી દુર્ગતિમાં પહોંચાડનારી છે. આ પંચમકાળની મધ્યમાં તેા કુપાત્ર-દાન કરી કુતપસ્યા કરી લક્ષ્મી ઊપજે છે. તે બુદ્ધિને બગાડે છે. મહા દુઃખથી ઊપજે છે, મહા દુઃખથી ભોગવાય છે. પાપમાં લગાડે છે. દાનભોગમાં ખર્ચ્યા વિના મરણ થયે, આર્દ્રધ્યાનથી છોડી તિર્યંચગતિમાં જીવ ઊપજે છે.
એથી લક્ષ્મીને તૃષ્ણા વધારવાવાળી જાણી, મદ ઉપજાવવાવાળી જાણી, દુ:ખિત દરદ્રીના ઉપારમાં, ધર્મને વધારવાવાળાં ધર્મસ્થાનકોમાં, વિદ્યા આપવામાં, વીતરાગ સિદ્ધાંત લખાવવામાં લગાડી રાફળ કરો. ન્યાયના પ્રમાણિક ભોગમાં, જેમ ધર્મ ન બગડે તેમ લગાડો. આ લક્ષ્મી જલતરંગવત્ અસ્થિર છે. અવસરમાં દાન ઉપકાર કરી લો. પરલોકમાં સાથ આવશે નહીં અચાનક છાંડી મરવું પડશે.
જે નિરંતર લક્ષ્મીનો સંચય કરે છે. દાન ભોગમાં લઇ શકતા નથી, તે પોતે પોતાને ઠગે છે. પાપનો આરંભ કરી, લક્ષ્મીનો સંગ્રહ કરી, મહા મૂર્છાથી ઉપાર્જન કરી છે, તેને બીજાના હાથમાં આપી, અન્ય દેશમાં વ્યાપારાદિથી વધા૨વા માટે તેને સ્થાપન કરી, જમીનમાં અતિ દૂર છેટે મેલી અને રાત-દિવસ એનું જ ચિંતવન કરતાં કરતાં દુર્ધ્યાનથી મરણ કરી દુર્ગતિ જઇ પહોંચે છે. કૃપણને લક્ષ્મીનું રખવાલપણું અને દાસપણું જાણવું. દૂર જમીનમાં નાખીને લક્ષ્મીને પહાણા સમાન કરી છે. જેમ ભૂમિમાં બીજા પહાણા રહે છે તેમ લક્ષ્મીનું જાણો. રાજાનાં, વારસનાં તથા કુટુંબનાં કાર્ય સાધ્યાં, પણ પોતાનો દેહ તો ભસ્મ થઇ ઊડી જશે, તે પ્રત્યક્ષ નથી દેખતા ?