________________
લક્ષ્મી (ચાલુ)
૪૮૭
આ લક્ષ્મી સમાન આત્માને ઠગવાવાળું બીજું કોઇ નથી. પોતાના સમસ્ત પરમાર્થને ભૂલી લક્ષ્મીના લોભનો માર્યો રાત્રિ અને દિવસ ઘોર આરંભ કરે છે. વખતસર ભોજન નથી કરતો. ટાઢી ઊની વેદના સહન કરે છે. રાગાદિકના દુઃખને નથી જાણતો. ચિંતાતુર થઇ રાત્રે ઊંઘ નથી લેતો. લક્ષ્મીનો લોભી પોતાનું મરણ થશે એમ નથી ગણતો. સંગ્રામના ઘોર સંકટમાં જાય છે. સમુદ્રમાં પ્રવેશ કરે છે. ઘોર ભયાનક રાન પર્વતમાં જાય છે. ધર્મરહિત દેશમાં જાય છે. જ્યાં પોતાની જાતિનું, કુળનું કે ઘરનું કોઇ દેખવામાં આવતું નથી, એવા સ્થાનમાં કેવળ લક્ષ્મીના લોભથી ભ્રમણ કરતો કરતો મરણ પામી દુર્ગતિમાં જઇ પહોંચે છે. લોભી નહીં કરવાનું તથા નીચ ભીલને કરવા યોગ્ય કામ કરે છે.
તો તું હવે જિનેન્દ્રના ધર્મને પામીને સંતોષ ધા૨ણ ક૨. પોતાના પુણ્યને અનુકૂલ ન્યાયમાર્ગને પ્રાપ્ત થઇ, ધનનો સંતોષી થઇ, તીવ્ર રાગ છોડી, ન્યાયના વિષયભોગોમાં અને દુઃખિત, બુભુક્ષિત, દીન અનાથના ઉપકાર નિમિત્તે દાન, સન્માનમાં લગાડ. એ લક્ષ્મીએ અનેકને ઠગીને દુર્ગતિમાં પહોંચાડયા છે. લક્ષ્મીનો સંગ કરી જગતના જીવ અચેત થઇ રહ્યા છે. એ પુણ્ય અસ્ત થયે અસ્ત થઇ જશે.
લક્ષ્મીનો સંગ્રહ કરી મરી જવું એવું ફલ લક્ષ્મીનું નથી. એનાં ફલ કેવળ ઉપકાર કરવો, ધર્મનો માર્ગ ચલાવવો એ છે. એ પાપરૂપ લક્ષ્મીને ગ્રહણ નથી કરતા તેને ધન્ય છે. ગ્રહણ કરીને મમતા છોડી ક્ષણ માત્રમાં ત્યાગી દીધી છે તેને ધન્ય છે. (પૃ. ૧૮)
7 આપ જો ધારતા હો કે દેવોપાસનથી લક્ષ્મી પ્રાપ્ત કરવી, તો તે જો પુણ્ય ન હોય તો કોઇ કાળે મળનાર નથી. પુણ્યથી લક્ષ્મી પામી મહારંભ, કપટ અને માનપ્રમુખ વધારવાં તે મહાપાપનાં કારણ છે; પાપ નરકમાં નાખે છે, પાપથી આત્મા, પામેલો મહાન મનુષ્યદેહ એળે ગુમાવી દે છે. એક તો જાણે પુણ્યને ખાઇ જવાં; બાકી વળી પાપનું બંધન કરવું; લક્ષ્મીની અને તે વડે આખા સંસારની ઉપાધિ ભોગવવી તે હું ધારું છું કે વિવેકી આત્માને માન્ય ન હોય. (પૃ. ૧૦૫)
D) કેટલાક લક્ષ્મીથી કરીને મહત્તા મળે છે એમ માને છે, પણ એ એમનું માનવું વિવેકથી જોતાં મિથ્યા છે. એઓ જેમાં મહત્તા ઠરાવે છે તેમાં મહત્તા નથી, પણ લઘુતા છે. લક્ષ્મીથી સંસારમાં ખાનપાન, માન, અનુચરો પર આજ્ઞા, વૈભવ, એ સઘળું મળે છે અને એ મહત્તા છે, એમ તમે માનતા હશો, પણ એટલેથી એને મહત્તા માનવી જોઇતી નથી. લક્ષ્મી અનેક પાપ વડે કરીને પેદા થાય છે. આવ્યા પછી અભિમાન, બેભાનતા, અને મૂઢતા આપે છે. (પૃ. ૬૮)
D આત્માની મહત્તા તો સત્યવચન, દયા, ક્ષમા, પરોપકાર અને સમતામાં રહી છે. લક્ષ્મી ઇ. એ તો કર્મમહત્તા છે. એમ છતાં લક્ષ્મીથી શાણા પુરુષો દાન દે છે. ઉત્તમ વિદ્યાશાળાઓ સ્થાપી પરદુઃખભંજન થાય છે. (પૃ. ૬૯)
D પરાર્થ કરતાં વખતે લક્ષ્મી અંધાપો, બહેરાપણું અને મૂંગાપણું આપી દે છે; જેથી તેની દરકાર નથી. (પૃ. ૧૬૮)
D ઉપજીવન સુખે ચાલી શકે તેવું છતાં જેનું મન લક્ષ્મીને માટે બહુ ઝાવાં નાખતું હોય તેણે પ્રથમ તેની વૃદ્ધિ ક૨વાનું કારણ પોતાને પૂછવું. તો ઉત્ત૨માં જો પરોપકાર સિવાય કંઇ પણ પ્રતિકૂળ ભાગ આવતો હોય, કિંવા પારિણામિક લાભને હાનિ પહોંચ્યા સિવાય કંઇ પણ આવતું હોય તો મનને સંતોષી લેવું; તેમ છતાં ન વળી શકે તેમ હોય તો અમુક મર્યાદામાં આવવું. તે મર્યાદા સુખનું કારણ થાય તેવી થવી જોઇએ. પરિણામે આર્ત્તધ્યાન ધ્યાવાની જરૂર પડે, તેમ કરીને બેસવાથી ૨ળવું સારું છે.