Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
૪૮૩
રોગ
રુચકપ્રદેશ
: આત્માના આઠ રુચક પ્રદેશ પોતાનું સ્થાન ન બદલે. સામાન્ય રીતે સ્થૂલ નયથી એ આઠ પ્રદેશ નાભિના કહેવાય; સૂક્ષ્મપણે ત્યાં અસંખ્યાતા પ્રદેશ કહેવાય. (પૃ. ૭૭૭)
D) ઉત્તરાધ્યયન સિદ્ધાંતમાં સર્વ પ્રદેશે કર્મ વળગણા બતાવી એનો હેતુ એવો સમજાયો છે કે એ કહેવું ઉપદેશાર્થે છે. સર્વ પ્રદેશે કહેવાથી શાસ્ત્રકર્તા આઠ રુચકપ્રદેશ કર્મ રહિત નથી એવો નિષેધ કરે છે, એમ સમજાતું નથી. અસંખ્યાત પ્રદેશી આત્મામાં જ્યારે માત્ર આઠ જ પ્રદેશ કર્મ રહિત છે, ત્યારે અસંખ્યાત પ્રદેશ પાસે તે કઇ ગણત્રીમાં છે ? અસંખ્યાત આગળ તેનું એટલું બધું લઘુત્વ છે કે શાસ્ત્રકારે ઉપદેશની અધિકતા માટે એ વાત અંતઃકરણમાં રાખી બહારથી આ પ્રમાણે ઉપદેશ કર્યો; અને એવી જ શૈલી નિરંતર શાસ્ત્રકારની છે.
અંતર્મુહૂર્ત એટલે બે ઘડીની અંદરનો ગમે તે વખત એમ સાધારણ રીતે અર્થ થાય છે. પરંતુ શાસ્ત્રકારની શૈલી પ્રમાણે એનો અર્થ એવો કરવો પડે છે કે આઠ સમયથી ઉપરાંત અને બે ઘડીની અંદરના વખતને અંતર્મુહૂર્ત કહેવાય. પણ રૂઢિમાં તો જેમ આગળ બતાવ્યું તેમ જ સમજાય છે; તથાપિ શાસ્ત્રકારની શૈલી જ માન્ય છે. જેમ અહીં આઠ સમયની વાત બહુ લઘુત્વવાળી હોવાથી સ્થળે સ્થળે શાસ્ત્રમાં બતાવી નથી, તેમ આઠ રુચકપ્રદેશની વાત પણ છે. એમ મારૂં સમજવું છે; અને તેને ભગવતી, પ્રજ્ઞાપના, ઠાણાંગ ઇત્યાદિક સિદ્ધાંતો પુષ્ટિ આપે છે.
વળી મારી સમજણ તો એમ રહે છે કે શાસ્ત્રકારે બધાં શાસ્ત્રોમાં ન હોય એવી પણ કોઇ શાસ્ત્રમાં વાત કરી હોય તો કંઇ ચિંતા જેવું નથી. તેની સાથે તે એક શાસ્ત્રમાં કહેલી વાત સર્વ શાસ્ત્રની રચના કરતાં શાસ્ત્રકારના લક્ષમાં જ હતી, એમ સમજવું. વળી બધાં શાસ્ત્ર કરતાં કંઇ વિચિત્ર વાત કોઇ શાસ્ત્રમાં જણાવી હોય તો એ વધારે સમ્મત ક૨વા જેવી સમજવી, કારણ એ કોઇ વિરલા મનુષ્યને અર્થે વાત કહેવાઇ હોય છે; બાકી તો સાધારણ મનુષ્યો માટે જ કથન હોય છે.
આમ હોવાથી આઠ રુચકપ્રદેશ નિર્બંધન છે, એ વાત અનિષેધ છે, એમ મારી સમજણ છે. બાકીના ચાર અસ્તિકાયના પ્રદેશને સ્થળે એ રુચકપ્રદેશ મૂકી સમુદ્દાત ક૨વાનું કેવળી સંબંધી જે વર્ણન છે, તે કેટલીક અપેક્ષાએ જીવનો મૂળ કર્મભાવ નથી એમ સમજાવવા માટે છે. (પૃ. ૨૨૭-૭)
રોગ
| ચિ
જગતમાં બીજા પદાર્થો તો અમને કંઇ રુચિનાં કારણ રહ્યા નથી. જે કંઇ રુચિ રહી છે તે માત્ર એક સત્યનું ધ્યાન કરનારા એવા સંત પ્રત્યે, જેમાં આત્માને વર્ણવ્યો છે એવાં સત્શાસ્ત્ર પ્રત્યે, અને પરેચ્છાએ પરમાર્થનાં નિમિત્ત કારણ એવાં દાનાદિ પ્રત્યે રહી છે. આત્મા તો કૃતાર્થ સમજાય છે. (પૃ. ૩૨૫)
સૌથી મોટો રોગ મિથ્યાત્વ. (પૃ. ૬૯૪)
E જેટલો રોગ હોય તેટલી દવા કરવી પડે છે. જીવને સમજવું હોય તો સહજ વિચાર પ્રગટે; પણ મિથ્યાત્વરૂપી મોટો રોગ છે તેથી સમજવા માટે ઘણો કાળ જવો જોઇએ. શાસ્ત્રમાં જે સોળ રોગ કહ્યા છે તે સઘળા આ જીવને છે એમ સમજવું. (પૃ. ૬૯૫)
D પૂર્વે ઉત્પન્ન કરેલાં વેદનીય કર્મના ઉદય પ્રમાણે રોગાદિ ઉત્પન્ન થાય છે, અને તે પ્રમાણે નિર્બળ, મંદ,