________________
૪૮૧
રાગદ્વેષ (ચાલુ) | તે મૂકવામાં તને કંઈ બાધા હોય તો તે કહે. તે તેની મેળે માની જશે અને તે તેની મેળે મૂકી દેશે. (પૃ. ૧૭૦) 1 હું દેહાદિ સ્વરૂપ નથી, અને દેહ સ્ત્રી પુત્રાદિ કોઈ પણ મારાં નથી, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અવિનાશી એવો
હું આત્મા છું, એમ આત્મભાવના કરતાં રાગદ્વેષનો ક્ષય થાય. (પૃ. ૫૦૪). જિનનાં આગમનો જે સમાગમ થયો હોય, તે તો પોતાના ક્ષયોપશમ પ્રમાણે થયો હોય, પણ સદ્દગુરુના જોગ પ્રમાણે ન થયો હોય. સદ્દગુરુનો જોગ મળે તેની આજ્ઞા પ્રમાણે ચાલ્યો તેનો ખરેખરો રાગદ્વેષ ગયો. (પૃ. ૭૧૯) I યોગને આકર્ષણ કરનાર નહીં હોવાથી એની મેળે સ્થિર થાય છે. રાગ અને દ્વેષ એ આકર્ષણ. સંક્ષેપમાં
જ્ઞાનીનું એમ કહેવું છે કે પુદ્ગલથી ચૈતન્યનો વિયોગ કરાવવો છે; એટલે કે રાગદ્વેષથી આકર્ષણ મટાડવું છે. (પૃ. ૭૭૫) રાગદ્વેષનો આત્યંતિક ક્ષય થઇ શકે છે. જ્ઞાનને પ્રતિબંધક રાગદ્વેષ છે. જ્ઞાન, જીવનો સ્વત્વભૂત ધર્મ છે.
જીવ, એક અખંડ સંપૂર્ણ દ્રવ્ય હોવાથી તેનું જ્ઞાનસામર્થ્ય સંપૂર્ણ છે. (પૃ. ૮૨૫) T સર્વથા રાગદ્વેષ પરિણામનું પરિક્ષણપણું જ કર્તવ્ય છે. (પૃ. ૪૫૨) D આત્મામાં રાગદ્વેષ ગયે જ્ઞાન પ્રગટે. ગમે ત્યાં બેઠાં, ને ગમે તે સ્થિતિમાં મોક્ષ થાય; પણ રાગદ્વેષ જાય
તો. (પૃ. ૭૨૭) * T નિગ્રંથનાં પ્રવચનનું રહસ્ય એવો, આ પંચરિતદ્રયના રવરૂપવિવેચનનો સંક્ષેપ તે જે યથાર્થપણે
જાણીને, રાગ અને દ્વેષથી મુક્ત થાય તે સર્વ દુઃખથી પરિમુક્ત થાય. આ પરમાર્થને જાણીને જે મોહના હણનાર થયા છે અને જેણે રાગદ્વેષને શાંત કર્યા છે તે જીવ સંસારની દીર્ધ પરંપરાનો નાશ કરી શુદ્ધાત્મપદમાં લીન થાય. (પૃ. ૫૯૨) 0 રાગદ્વેષ સર્વ પ્રકારે છૂટે તો આત્માનો સર્વ પ્રકારે મોક્ષ થાય છે. આત્મા બંધનના કારણથી મુકત થઈ
શકતો નથી. બંધન છૂટયું કે મુક્ત છે. બંધન થવાનું કારણ રાગદ્વેષ છે. રાગદ્વેષ સર્વથા પ્રકારે છૂટયો કે બંધથી છૂટયો જ છે. તેમાં કશો સવાલ કે શંકા રહેતાં નથી. જે સમયે સર્વથા પ્રકારે રાગદ્વેષ ક્ષય
થાય, તેને બીજે જ સમયે કેવળજ્ઞાન” છે. (પૃ. ૭૫૨). T સર્વથા સર્વ પ્રકારે રાગદ્વેષનો ક્ષય થાય ત્યારે જ કેવળજ્ઞાન કહેવાય. જો કોઈ અંશે રાગદ્વેષ હોય તો તે
ચારિત્રમોહનીયના કારણથી છે. જ્યાં આગળ જેટલે અંશે રાગદ્વેષ છે ત્યાં આગળ તેટલે અંશે અજ્ઞાન છે, જેથી કેવળજ્ઞાનમાં તે સમાઈ શકતાં નથી, એટલે કેવળજ્ઞાનમાં તે હોતાં નથી; તે એકબીજાનાં પ્રતિપક્ષી
છે. જ્યાં કેવળજ્ઞાન છે ત્યાં રાગદ્વેષ નથી, અથવા જ્યાં રાગદ્વેષ છે ત્યાં કેવળજ્ઞાન નથી. (પૃ. ૭૫૦) [ સંપૂર્ણ રાગદ્વેષના ક્ષય વિના સંપૂર્ણ આત્મજ્ઞાન પ્રગટે નહીં એવો નિશ્રય જિને કહ્યો છે. (પૃ. ૪૬૩) 1 જ્ઞાનીની પરિપક્વ અવસ્થા (દશ) થયે સર્વ પ્રકારે રાગ, દ્વેષની નિવૃત્તિ હોય એમ અમારી માન્યતા છે,
તથાપિ એમાં પણ કંઈ સમજવા જેવું છે એ ખરું છે. (પૃ. ૨૮૦) 0 રાગદ્વેષ જતા નથી ત્યાં સુધી તપશ્રર્યા કરી તેનું ફળ શું? (પૃ. ૭૦૭) 1 સુગંધી પુદ્ગલ સૂંઘવા નહીં; સ્વાભાવિક તેવી ભૂમિકામાં ગયા તો રાગ કરવો નહીં. દુર્ગન્ધ ઉપર દ્વેષ
કરવો નહીં. (પૃ. ૧૦)