Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
૪૭૫
યોગી
(પૃ. ૬૪૨-૩) 1 શ્રી તીર્થંકર આત્માને સંકોચવિકાસનું ભાજન યોગદશામાં માને છે, તે સિદ્ધાંત વિશેષે કરી વિચારવા યોગ્ય છે. (પૃ. ૭૯૯) જન્મ, જરા, મરણ મુખ્યપણે દુઃખ છે. તેનું બીજ કર્મ છે. કર્મનું બીજ રાગદ્વેષ છે, અથવા આ પ્રમાણે પાંચ કારણ છે. મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ. પહેલા કારણનો અભાવ થયે બીજાનો અભાવ, પછી ત્રીજાનો, પછી ચોથાનો, અને છેવટે પાંચમાં કારણનો એમ અભાવ થવાનો ક્રમ છે. મિથ્યાત્વ મુખ્ય મોહ છે. અવિરતિ ગૌણ મોહ છે. પ્રમાદ અને કષાય અવિરતિમાં અંતર્ભાવી શકે છે. યોગ સહચારીપણે ઉત્પન્ન થાય છે. ચારે વ્યતીત થયા પછી પણ પૂર્વહેતુથી યોગ હોઈ શકે. (પૃ. ૮૧૯-૨૦) પ્રમાદથી યોગ ઉત્પન્ન થાય છે. અજ્ઞાનીને પ્રમાદ છે. યોગથી અજ્ઞાન ઉત્પન્ન થતું હોય તો જ્ઞાનીને વિષે પણ સંભવે, માટે જ્ઞાનીને યોગ હોય પણ પ્રમાદ હોય નહીં. (પૃ. ૯૫) 0 મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ એના અભાવે અનુક્રમે યોગ સ્થિર થાય છે. પૂર્વના અભ્યાસને
લીધે જે ઝોકું આવી જાય છે તે “પ્રમાદ'. યોગને આકર્ષણ કરનાર નહીં હોવાથી એની મેળે સ્થિર થાય
છે. રાગ અને દ્વેષ એ આકર્ષણ. (પૃ. ૭૭૫). D “ચલઇ સો બંધે', યોગનું ચલાયમાન થવું તે “બંધ'; યોગનું સ્થિર થવું તે અબંધ. (પૃ. ૭૭૨) D કષાયથી યોગનું ચલાયમાનપશું થાય છે. યોગનું ચલાયમાનપણું તે “આસ્રવ', અને તેથી ઊલટું તે
સંવર'. (પૃ. ૭૭૨). D સક્રિય જીવને અબંધ અનુષ્ઠાન હોતું નથી. તેમાં ગુણસ્થાનકે કેવળીને પણ યોગને લીધે સક્રિયતા છે,
અને તેથી બંધ છે; પણ બંધ, અબંધબંધ ગણાય છે. (પૃ. ૭૭૨) |“જોગા પયડિપદેસા' = યોગથી પ્રકૃતિ અને પ્રદેશબંધ થાય છે. (પૃ. ૭૭૩)
D યોગનો સમાવેશ મુખ્ય કરીને નામકર્મમાં થઈ શકે. (પૃ. ૭૮૪). યોગમાર્ગ T સ્વર્ગ-નરકાદિની પ્રતીતિનો ઉપાય યોગમાર્ગ છે. તેમાં પણ જેમને દૂરંદેશી સિદ્ધિ પ્રાપ્ત થાય છે, તે તેની
પ્રતીતિ માટે યોગ્ય છે. સર્વકાળ એ પ્રતીતિ પ્રાણીને દુર્લભ થઈ પડી છે. જ્ઞાનમાર્ગમાં એ વિશેષ વાત વર્ણવી નથી, પણ તે બધાં છે, એ જરૂર. (પૃ. ૨૭૪) D સંબંધિત શિર્ષક : માર્ગ યોગી 1 ચમત્કાર બતાવીને યોગને સિદ્ધ કરવો, એ યોગીનું લક્ષણ નથી. સર્વોત્તમ યોગી તો એ છે કે સર્વ
પ્રકારની સ્પૃહાથી રહિતપણે સત્યમાં કેવળ અનન્ય નિષ્ઠાએ જે સર્વ પ્રકારે સત્ જ આચરે છે, જગત જેને વિસ્મૃત થયું છે. (પૃ. ૨૯૩) પરમાણુ ચક્ષુએ જોયાં ન જાય. ચક્ષુઇન્દ્રિયલબ્ધિના પ્રબળ ક્ષયોપશમવાળા જીવ, દૂરંદેશીલબ્ધિસંપન્ન