Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
યોગ (ચાલુ)
૪૭૪
૨૧. પોતાના દોષ સમભાવપૂર્વક ટાળવા. ૨૨. સર્વ પ્રકારના વિષયથી વિરક્ત રહેવું. ૨૩. મૂલ ગુણે પંચમહાવ્રત વિશુદ્ધ પાળવાં. ૨૪. ઉત્ત૨ ગુણે પંચમહાવ્રત વિશુદ્ધ પાળવાં. ૨૫. ઉત્સાહપૂર્વક કાયોત્સર્ગ ક૨વો.
૨૬. પ્રમાદરહિત જ્ઞાન, ધ્યાનમાં પ્રવર્તન કરવું. ૨૭. હંમેશાં આત્મચારિત્રમાં સૂક્ષ્મ ઉપયોગથી વર્તવું.
૨૮. ધ્યાન, જિતેન્દ્રિયતા અર્થે એકાગ્રતાપૂર્વક કરવું.
૨૯. મરણાંત દુઃખથી પણ ભય પામવો નહીં. ૩૦. સ્ત્રીઆદિકના સંગને ત્યાગવો.
૩૧. પ્રાયશ્રિત વિશુદ્ધિ કરવી.
૩૨. મરણકાળે આરાધના કરવી.
એ એકેકો યોગ અમૂલ્ય છે. સઘળા સંગ્રહ કરનાર પરિણામે અનંત સુખને પામે છે. (પૃ.૧૧૦-૧) યોગવડે હ્દયને શુક્લ કરવું. (પૃ. ૧૩૮)
શુદ્ધયોગમાં રહેલા આત્મા અણારંભી છે. અશુદ્ધ યોગમાં રહેલ આત્મા આરંભી છે. એ વાકય વીરની ભગવતીનું છે. મનન કરશો.
અરસપરસ તેમ થવાથી, ધર્મને વિસર્જન થયેલ આત્માને સ્મૃતિમાં યોગપદ સાંભરે. બહુલ કર્મના યોગે પંચમકાળમાં ઉત્પન્ન થયા, પણ કાંઇક શુભના ઉદયથી જે યોગ મળ્યો છે તેવો ઘણા જ થોડા આત્માને મર્મબોધ મળે છે; અને તે રુચવું બહુ દુર્ઘટ છે. તે સત્પુરુષોની કૃપાદૃષ્ટિમાં રહ્યું છે. અલ્પકર્મના યોગ હશે તો બનશે. નિ:સંશય જે પુરુષની જોગવાઇ મળી તે પુરુષને શુભોદય થાય તો નક્કી બને; પછી ન બને તો બહુલ કર્મનો દોષ ! (પૃ. ૨૧૯)
ભોગના વખતમાં યોગ સાંભરે એ હજુકર્મીનું લક્ષણ છે. (પૃ. ૧૫૬)
ડુંગરની તળેટીમાં વધારે યોગ સાધવો. (પૃ. ૧૩૬)
સર્વ શાસ્ત્રના બોધનું, ક્રિયાનું, જ્ઞાનનું, યોગનું અને ભકિતનું પ્રયોજન સ્વસ્વરૂપપ્રાપ્તિને અર્થે છે. (પૃ. ૧૯૩)
D યમથી માંડીને સમાધિ પર્યંત અષ્ટાંગ યોગ બે પ્રકારે છે; એક પ્રાણાદિ નિરોધરૂપ, બીજો આત્મસ્વભાવપરિણામરૂપ. ‘યોગદૃષ્ટિસમુચ્ચય' માં આત્મસ્વભાવપરિણામરૂપ યોગનો મુખ્ય વિષય છે. વારંવાર તે વિચારવા યોગ્ય છે. (પૃ. ૬૧૪)
D સંતજનો ! જિનવરેન્દ્રોએ લોકાદિ જે સ્વરૂપ નિરૂપણ કર્યાં છે, તે આલંકારિક ભાષામાં નિરૂપણ છે, જે પૂર્ણ યોગાભ્યાસ વિના જ્ઞાનગોચર થવા યોગ્ય નથી. માટે તમે તમારા અપૂર્ણ જ્ઞાનને આધારે વીતરાગનાં વાકયોનો વિરોધ કરતા નહીં; પણ યોગનો અભ્યાસ કરી પૂર્ણતાએ તે સ્વરૂપના જ્ઞાતા થવાનું રાખજો.