Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
યથાર્થબોધ
૪૭૨
યથાર્થબોધ
ઘણા વખત થયાં આજીવિકા અને લોકલજ્જાનો ખેદ તમને અંતરમાં ભેળો થયો છે. તે વિષે હવે તો નિર્ભયપણું જ અંગીકાર કરવું યોગ્ય છે. ફરી કહીએ છીએ કે તે જ કર્તવ્ય છે. યથાર્થ બોધનો એ મુખ્ય માર્ગ છે. એ સ્થળે ભૂલ ખાવી યોગ્ય નથી. લજ્જા અને આજીવિકા મિથ્યા છે. કુટુંબાદિનું મમત્વ રાખશો તો પણ જે થવાનું હશે તે થશે. તેમાં સમપણું રાખશો તો પણ જે થવા યોગ્ય હશે તે થશે; માટે નિઃશંકપણે નિરભિમાની થવું યોગ્ય છે. સમપરિણામે પરિણમવું યોગ્ય છે; અને એ જ અમારો બોધ છે. આ જયાં સુધી નહીં પરિણમે ત્યાં સુધી યર્થાર્થ બોધ પણ પરિણમે નહીં. (પૃ. ૩૩૧). યથાર્થ બોધ એટલે શું તેનો વિચાર કરી, અનેક વાર વિચાર કરી, પોતાની કલ્પના નિવૃત્ત કરવાનું
જ્ઞાનીઓએ કહ્યું છે. (પૃ. ૩૧૭) 1 પદાર્થનો યથાર્થ બોધ પ્રાપ્ત થાય તેને સમ્યકજ્ઞાન ગણવામાં આવ્યું છે. (પૃ. ૩૦૮) I દીર્ઘ કાળ સુધી યથાર્થ બોધનો પરિચય થવાથી બોધબીજની પ્રાપ્તિ હોય છે; અને એ બોધબીજ તે પ્રાય નિશ્ચય સમ્યકત્વ હોય છે. (પૃ. ૩૧૭)
પરમાર્થથી સર્વસંગપરિત્યાગ યથાર્થ બોધ થયે પ્રાપ્ત થવા યોગ્ય છે, એમ જાણતાં છતાં પણ સત્સંગમાં નિત્ય નિવાસ થાય, તો તેવો સમય પ્રાપ્ત થવા યોગ્ય છે એમ જાણી, સામાન્ય રીતે બાહ્ય સર્વસંગપરિત્યાગ જ્ઞાની પુરુષોએ ઉપદેશ્યો છે, કે જે નિવૃત્તિને યોગે શુભેચ્છાવાન એવો જીવ સદૂગુરુ, સત્યરુષ અને સત્સાસ્ત્રની યથાયોગ્ય ઉપાસના કરી યથાર્થ બોધ પામે. (પૃ. ૪૮૯). [ સંબંધિત શિર્ષક: બોધ યાચના D દુઃખ સહન કરવાની અસમર્થતાને લીધે અમારી પાસેથી વહેવારની યાચના બે પ્રકારે તમારાથી (શ્રી
સૌભાગ્યભાઈથી) થઈ છે - એક તો કંઈ સિદ્ધિયોગથી દુઃખ મટાડી શકાય તેવા આશયની, અને બીજી યાચના કંઈ વેપાર રોજગારાદિની. બેમાંથી એકે યાચના તમારી અમારી પાસે થાય, તે તમારા આત્માને હિતનું કારણ રોધનાર, અને અનુક્રમે મલિન વાસનાનો હેતુ થાય; કેમકે જે ભૂમિકામાં જે ઘટે નહીં તે જીવ તે કરે તો તે ભૂમિકાનો તેને સહેજે ત્યાગ થાય, એમાં કંઈ સંદેહ નથી. પ્રથમ જણાવી છે તે યાચના તો કોઈ પણ નિકટભવીને કરવી ઘટે જ નહીં, અને અલ્પમાત્ર હોય તો પણ તેને મૂળથી છેદવી ઘટે; કેમકે લોકોત્તર મિથ્યાત્વનું તે સબળ બીજ છે, એવો તીર્થંકરાદિનો નિશ્ચય છે; તે અમને તો સપ્રમાણ લાગે છે. બીજી યાચના છે તે પણ કર્તવ્ય નથી, કેમકે તે પણ અમને પરિશ્રમનો હેતુ છે. અમને વહેવારનો પરિશ્રમ આપીને વહેવાર નિભાવવો એ આ જીવની સવૃત્તિનું ઘણું જ અદ્ભુત્વ બતાવે છે; કેમકે અમારા અર્થે પરિશ્રમ વેઠી તમારે વહેવાર ચલાવી દેવો પડતો હોય તો તે તમને હિતકારી છે, અને અમને તેવા દુષ્ટ નિમિત્તનું કારણ નથી; એવી સ્થિતિ છતાં પણ અમારા ચિત્તમાં એવો વિચાર રહે છે કે, જયાં સુધી અમારે પરિગ્રહાદિનું લેવું દેવું થાય, એવો વહેવાર ઉદયમાં હોય ત્યાં સુધી જાતે તે કાર્ય કરવું અથવા