Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
યોગી (ચાલુ)
૪૭૬ યોગી અથવા કેવળીથી તે દેખી શકાય છે. (પૃ. ૬૬૩) વનને વિષે ઉદાસીનપણે સ્થિત એવા જે યોગીઓ – તીર્થંકરાદિક - તેનું આત્મત્વ સાંભરે છે. (પૃ. ૩૨૭) | પાર્શ્વનાથસ્વામીનું ધ્યાન યોગીઓએ અવશ્ય સ્મરવું જોઈએ છે. નિઃ ૦- એ નાગની છત્રછાયા વેળાનો
પાર્શ્વનાથ ઓર હતો ! (પૃ. ૧૫૯) યોગ્યતા (પાત્રતા) .
જીવન પૂર્ણ થતા પહેલાં યથાયોગ્યપણે નીચેની દશા આવવી જોઈએ:૧. મન, વચન અને કાયાથી આત્માનો મુક્તભાવ. ૨. મનનું ઉદાસીનપણે પ્રવર્તન. ૩. વચનનું સ્યાદ્વાદપણું નિરાગ્રહપણું). ૪. કાયાની વૃક્ષદશા (આહાર-વિહારની નિયમિતતા). અથવા સર્વ સંદેહની નિવૃત્તિ; સર્વ ભયનું છૂટવું, અને સર્વ અજ્ઞાનનો નાશ. (પૃ. ૨૨૦) નીચેનો અભ્યાસ તો રાખ્યા જ રહો:૧. ગમે તે પ્રકારે પણ ઉદય આવેલા, અને ઉદય આવવાના કષાયોને શમાવો. ૨. સર્વ પ્રકારની અભિલાષાની નિવૃત્તિ કર્યા રહો. ૩. આટલા કાળ સુધી જે કર્યું તે બધાંથી નિવૃત્ત થાઓ, એ કરતાં હવે અટકો. ૪. તમે પરિપૂર્ણ સુખી છો એમ માનો, અને બાકીનાં પ્રાણીઓની અનુકંપા ક્ય કરો. ૫. કોઈ એક સત્પરૂષ શોધો, અને તેનાં ગમે તેવાં વચનમાં પણ શ્રદ્ધા રાખો. એ પાંચે અભ્યાસ અવશ્ય યોગ્યતાને આપે છે; પાંચમામાં વળી ચારે સમાવેશ પામે છે, એમ અવશ્ય માનો. (પૃ. ૨૨૯). મહાવીરના બોધને પાત્ર કોણ? ૧. સત્પરુષના ચરણનો ઇચ્છિક, ૨. સદેવ સૂક્ષ્મ બોધનો અભિલાષી, ૩. ગુણ પર પ્રશસ્ત ભાવ રાખનાર, ૪. બ્રહ્મવ્રતમાં પ્રીતિમાન, ૫. જ્યારે સ્વદોષ દેખે ત્યારે તેને છેદવાનો ઉપયોગ રાખનાર, ૬. ઉપયોગથી એક પળ પણ ભરનાર, ૭. એકાંતવાસને વખાણનાર, ૮. તીર્થાદિ પ્રવાસનો ઉછરંગી,