Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
४७३
યોગ
વહેવારિક સંબંધી દ્વારાદિથી કરવું, પણ તે સંબંધી મુમુક્ષ પુરુષને તો પરિશ્રમ આપીને ન કરવું, કેમકે જીવને મલિન વાસના તેવા કારણે ઉદ્ભવ થવી સંભાવે; કદાપિ અમારું ચિત્ત શુદ્ધ જ રહે એવું છે, તથાપિ * કાળ એવો છે કે, જો અમે તે શુદ્ધિને દ્રવ્યથી પણ રાખીએ તો સામા જીવને વિષમતા ઉદ્ભવ ન થાય;
અને અશુદ્ધ વૃત્તિવાન જીવ પણ તેમ વર્તી પરમપુરુષોના માર્ગનો નાશ ન કરે. (પૃ. ૪૪૨-૩) D મુમુક્ષુએ જો કોઈ સત્પરૂષનો આશ્રય પ્રાપ્ત થયો હોય તો પ્રાયે જ્ઞાનની યાચના કરવી ન ઘટે, માત્ર
તથારૂપ વૈરાગ્ય ઉપશમાદિ પ્રાપ્ત કરવાના ઉપાય કરવા ઘટે. તે યોગ્ય પ્રકારે સિદ્ધ થયે જ્ઞાનીનો ઉપદેશ
સુલભપણે પરિણમે છે, અને યથાર્થ વિચાર તથા જ્ઞાનનો હેતુ થાય છે. (પૃ. ૧૧-૭) યોગ T સત્યરુષો નીચેના બત્રીસ યોગનો સંગ્રહ કરી આત્માને ઉજ્વળ કરવાનું કહે છે.
૧. “શિષ્ય પોતાના જેવો થાય તેને માટે તેને શ્રુતાદિક જ્ઞાન આપવું'. ૨. “પોતાના આચાર્યપણાનું જે જ્ઞાન હોય તેનો અન્યને બોધ આપવો અને પ્રકાશ કરવો.” ૩. આપત્તિકાળે પણ ધર્મનું દ્રઢપણું ત્યાગવું નહીં. ૪. લોક, પરલોકનાં સુખનાં ફલની વાંછના વિના તપ કરવું. ૫. શિક્ષા મળી તે પ્રમાણે યત્નાથી વર્તવું; અને નવી શિક્ષા વિવેકથી ગ્રહણ કરવી. છે. મમત્વનો ત્યાગ કરવો. ૭. ગુપ્ત તપ કરવું. ૮. નિર્લોભતા રાખવી. ૯. પરિષહ ઉપસર્ગને જીતવા. ૧૦. સરળ ચિત્ત રાખવું. ૧૧. આત્મસંયમ શુદ્ધ પાળવો. ૧૨. સમકિત શુદ્ધ રાખવું. ૧૩. ચિત્તની એકાગ્ર સમાધિ રાખવી. ૧૪. કપટરહિત આચાર પાળવો. ૧૫. વિનય કરવા યોગ્ય પુરુષોનો યથાયોગ્ય વિનય કરવો. ૧૬. સંતોષથી કરીને તૃષ્ણાની મર્યાદા ટૂંકી કરી નાંખવી. ૧૭. વૈરાગ્યભાવનામાં નિમગ્ન રહેવું. ૧૮. માયારહિત વર્તવું. ૧૯. શુદ્ધ કરણીમાં સાવધાન થવું. ૨૦. સંવરને આદરવો અને પાપને રોકવાં.