Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
મૌન (ચાલુ)
૪૭૦
કરવા. (પૃ. ૩૮૭)
જ્યાં ઉપાય નહીં ત્યાં ખેદ કરવો યોગ્ય નથી. તેમને શિક્ષા એટલે ઉપદેશ દઇ સુધારવા કરવાનું હવે મૌન રાખી, મળતા રહી કામ નિર્વાહવું એ જ યોગ્ય છે.
જાણ્યાં પહેલાં ઠપકો લખવો તે ઠીક નહીં. તેમ ઠપકાથી અક્કલ આણી દેવી મુશ્કેલ છે. અક્કલનો વરસાદ વરસાવવામાં આવે છે, તોપણ આ લોકોની રીતિ હજી રસ્તો પકડતી નથી. ત્યાં શો ઉપાય ? તેમના પ્રત્યે કંઇ બીજો ખેદ આણવાથી ફળ નથી. કર્મબંધનું વિચિત્રપણું એટલે સર્વને સમ્યક્ (સારું) સમજાય એમ ન બને. માટે એમનો દોષ શું વિચારવો ? (પૃ. ૫૬૮)
D કોઇ પણ વાત જ્યાં સુધી યોગ્ય રીતે ન સમજાય ત્યાં સુધી સમજવી; તે સંબંધી કંઇ કહેતાં મૌન રાખવું. (પૃ. ૧૭૪)
D ક્ષૌર સમય મૌન રહું. વિષય સમય મૌન રહું. ક્લેશ સમય મૌન રહું. જળ પીતાં મૌન રહું. જમતાં મૌન રહું. (પૃ. ૧૫૦)
સામાન્ય જીવોથી સાવ મૌનપણે રહેવાય નહીં; ને રહે તો અંતરની કલ્પના મટે નહીં; અને જ્યાં સુધી કલ્પના હોય ત્યાં સુધી તેને માટે રસ્તો કાઢવો જ જોઇએ. એટલે પછી લખીને કલ્પના બહાર કાઢે. પરમાર્થકામમાં બોલવું, વ્યવહા૨કામમાં પ્રયોજન વગર લવારી કરવી નહીં. જ્યાં કડાકૂટ થતી હોય ત્યાંથી દૂર ૨હેવું; વૃત્તિ ઓછી ક૨વી. (પૃ. ૭૨૩)