________________
૪૯
મોટા પુરુષ
D`જેનાથી માર્ગ પ્રવર્ત્ય છે, એવા મોટા પુરુષના વિચાર, બળ, નિર્ભયતાદિ ગુણો પણ મોટા હતા. (પૃ. ૮૧૩)
મૌન
D જે કોઇ મોટા પુરુષ થયા છે તેઓ પ્રથમથી સ્વસ્વરૂપ (નિજશક્તિ) સમજી શકતા હતા, અને ભાવિ મહત્કાર્યનાં બીજને પ્રથમથી અવ્યક્તપણે વાવ્યા રહેતા હતા અથવા સ્વાચરણ અવિરોધ જેવું રાખતા હતા. (પૃ. ૮૧૩)
D સંબંધિત શિર્ષકો : અદ્વૈત, ઇશ્વર, જિન, તીર્થંકર, દેવ, ભગવાન, મહાત્મા, વીતરાગ, સદેવ, સત્પુરુષ, સિદ્ધ
મોહ
I મિથ્યાત્વ મુખ્ય મોહ છે. અવિરતિ ગૌણ મોહ છે. (પૃ. ૮૨૦)
મોહાદિ વિકાર એવા છે કે સમ્યદૃષ્ટિને પણ ડોલાયમાન કરી નાખે છે; માટે તમારે તો સમજવું કે મોક્ષમાર્ગ પામવામાં તેવા વિઘ્નો ઘણાં છે. (પૃ. ૭૦૪)
મોહ(મિથ્યાત્વ)નો ઉપશમ થવાથી અથવા ક્ષય થવાથી વીતરાગના કહેલા માર્ગને પ્રાપ્ત થયેલો એવો ધીર, શુદ્ધ જ્ઞાનાચારવંત નિર્વાણપુર પ્રત્યે જાય છે. (પૃ. ૫૯૦)
— સંબંધિત શિર્ષક : કર્મ-મોહનીય મોહબુદ્ધિ
— જો કંઇ પણ આ સંસારના પદાર્થોનો વિચાર કરવામાં આવે, તો તે પ્રત્યે વૈરાગ્ય આવ્યા વિના રહે નહીં; કેમકે માત્ર અવિચારે કરીને તેમાં મોહબુદ્ધિ રહે છે. (પૃ. ૪૫૨)
અનિત્ય પદાર્થ પ્રત્યે મોહબુદ્ધિ હોવાને લીધે આત્માનું અસ્તિત્વ, નિત્યત્વ, અને અવ્યાબાધ સમાધિસુખ ભાનમાં આવતું નથી. તેની મોહબુદ્ધિમાં જીવને અનાદિથી એવું એકાગ્રપણું ચાલ્યું આવે છે, કે તેનો વિવેક કરતાં કરતાં જીવને મૂંઝાઇને પાછું વળવું પડે છે, અને તે મોહગ્રંથિ છેદવાનો વખત આવવા પહેલાં તે વિવેક છોડી દેવાનો યોગ પૂર્વકાળે ઘણી વાર બન્યો છે, કેમકે જેનો અનાદિકાળથી અભ્યાસ છે તે, અત્યંત પુરુષાર્થ વિના, અલ્પ કાળમાં છોડી શકાય નહીં. (પૃ. ૪૫૩)
— સંબંધિત શિર્ષક : દેહાત્મબુદ્ધિ
મૌન
જ્યાં સુધી યથાર્થ જ્ઞાન થાય નહીં ત્યાં સુધી મૌન રહેવું ઠીક છે. નહીં તો અનાચાર દોષ લાગે છે. આ વિષય પરત્વે ‘ઉત્તરાધ્યયનસૂત્ર'માં ‘અનાચાર' નામે અધિકાર છે. (અધ્યયન છઠ્ઠું) (પૃ. ૭૭૦)
D યથાર્થ સ્વરૂપ સમજ્યા વિના અથવા પોતે જે બોલે છે તે પરમાર્થે યથાર્થ છે કે કેમ તે જાણ્યા વિના, સમજ્યા વિના, જે વક્તા થાય છે તે અનંત સંસારને વધારે છે. માટે જ્યાં સુધી આ સમજવાની શક્તિ થાય નહીં ત્યાં સુધી મૌન રહેવું સારું છે. (પૃ. ૭૭૧)
— મૌનપણાનો અર્થ એવો ક૨વો કે અંતરને વિષે વિકલ્પ, ઉતાપ અમુક અમુક વેપાર કરવા વિષેના કર્યા ન