Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
મોક્ષમાળા (ચાલુ)
૪૬૮ 1“મોક્ષમાળા' અમે સોળ વરસ અને પાંચ માસની ઉંમરે ત્રણ દિવસમાં રચી હતી. ૬૭મા પાઠ ઉપર
શાહી ઢોળાઈ જતાં તે પાઠ ફરી લખવો પડયો હતો, અને તે ઠેકાણે “બહુ પુણ્ય કેરા પુંજથી’નું અમૂલ્ય તાત્ત્વિક વિચારનું કાવ્ય મૂક્યું હતું. જૈનમાર્ગને યથાર્થ સમજાવવા તેમાં પ્રયાસ કર્યો છે. જિનોક્તમાર્ગથી કંઈ પણ ન્યૂનાધિક તેમાં કહ્યું નથી. વીતરાગમાર્ગ પર આબાલવૃદ્ધની રુચિ થાય, તેનું સ્વરૂપ સમજાય, તેનું બીજ Æયમાં રોપાય તેવા હેતુએ બાલાવબોધરૂપ યોજના તેની કરી છે. પણ લોકોને વિવેક, વિચાર, કદર કયાં છે ? આત્મકલ્યાણની ઈચ્છા જ ઓછી. તે શૈલી તથા તે બોધને અનુસરવા પણ એ નમૂનો આપેલ છે. એનો “પ્રજ્ઞાવબોધ” ભાગ ભિન્ન છે તે કોઈ કરશે. એ છપાતાં વિલંબ થયેલ તેથી ગ્રાહકોની આકુળતા ટાળવા ‘ભાવનાબોધ' ત્યાર પછી રચી ઉપહારરૂપે ગ્રાહકોને આપ્યો હતો. (પૃ. ૬૬૩-૪). “મોક્ષમાળા'ના પાઠ અમે માપી માપીને લખ્યા છે. ફરી આવૃત્તિ અંગે સુખ ઊપજે તેમ પ્રવર્તે. કેટલાંક વાક્ય નીચે લીટી દોરી છે તેમ કરવા જરૂર નથી. શ્રોતા વાંચકને બનતાં સુધી આપણા અભિપ્રાયે ન દોરવા લક્ષ રાખવું. શ્રોતા વાંચકમાં પોતાની મેળે અભિપ્રાય ઊગવા દેવો. સારાસાર તોલ કરવાનું વાંચનાર શ્રોતાના પર છોડી દેવું. આપણે તેમને દોરી તેમને પોતાને ઊગી શકે એવા અભિપ્રાયને થંભી ન દેવો.
પ્રજ્ઞાવબોધ' ભાગ “મોક્ષમાળા'ના ૧૦૮ મણકા અત્રે લખાવશું. (પત્રાંક ૯૪૬) (પૃ. ૪૭૧) | મોટાઇ |
જેટલા પોતાની પુદ્ગલિક મોટાઇ ઇચ્છે છે તેટલા હલકા સંભવે. (પૃ.૨૦૧)
જીવને પુરુષનો એક શબ્દ પણ સમજાયો નથી. મોટાઈ નડતી હોય તો મૂકી દેવી. (પૃ. ૭૧૧) T મોટાઈ ને મહત્તા મૂક્યા વગર સમ્યક્ત્વનો માર્ગ આત્મામાં પરિણામ પામવો કઠણ છે. (પૃ. ૭૧૨) 1 જીવે મારાપણું લાવવું નહીં; મોટાઈ અને મહત્તા મૂકયા વગર સમ્યફમાર્ગ આત્મામાં પરિણામ પામે નહીં. (પૃ. ૭૧૫) જીવ મોટાઈને લીધે તૃષ્ણા વધારે છે. તે મોટાઈ રાખીને મુક્તપણું થતું નથી. જેમ બને તેમ મોટાઈ, તૃષ્ણા પાતળાં પાડવાં. (પૃ. ૭૨૩). T “છ ખંડના ભોકતા રાજ મૂકી ચાલી ગયા, અને હું આવા અલ્પ વ્યવહારમાં મોટાઈ અને અહંકાર કરી
બેઠો છું' એમ કેમ વિચારતો નથી? (પૃ. ૭૨૭) D “બધા કરતાં હું જગતમાં મોટો થાઉં' એવી મોટાઈ મેળવવાની તૃષ્ણામાં, પાંચ ઈદ્રિયોને વિષે લયલીન,
મદ્ય પીધો હોય તેની પેઠે, ઝાંઝવાના પાણીની માફક સંસારમાં જીવ ભમે છે; અને કુળ, ગામ, ગતિઓને વિષે મોહના નચાવવાથી નાચ્યા કરે છે ! (પૃ. ૭૨૮)
જીવને પોતાને ડાહ્યા કહેવરાવવું બહુ ગમે છે. વગર બોલાવ્યું ડહાપણ કરી મોટાઈ લે છે. (પૃ. ૭૨૯) T સંબંધિત શિર્ષક : મહત્તા