Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
| મોક્ષમાર્ગ (ચાલુ)
૪૬૬ અનુભવવામાં આવે તો મોક્ષમાર્ગ સરળ છે; અને દૂર નથી. જેમકે એક ગ્રંથ વાંચતાં કેટલીક વખત જાય ને તેને સમજતાં વધારે વખત જવો જોઈએ; તે પ્રમાણે અનેક શાસ્ત્રો છે, તે એકેક વાંચ્યા પછી તેનો નિર્ણય કરવા માટે બેસવામાં આવે તો તે હિસાબે પૂર્વાદિકનું જ્ઞાન અને કેવળજ્ઞાન કેમે પ્રાપ્ત થાય નહીં; અર્થાત્ તેમ ભણવામાં આવતાં હોય તો કોઇ દિવસ પાર આવે નહીં; પણ તેની સંકલના છે, ને તે
શ્રીગુરુદેવ બતાવે છે કે અંતર્મુહૂર્તમાં મહાત્માઓ તે પ્રાપ્ત કરે છે. (પૃ. ૭૭૦-૧). T સમ્યકત્વ, આત્મજ્ઞાન અને રાગદ્વેષથી રહિત એવું ચારિત્ર, સમ્યફબુદ્ધિ જેને પ્રાપ્ત થયેલ છે, એવા
ભવ્યજીવને મોક્ષમાર્ગ હોય. (પૃ. ૫૯૨). D મહાત્મા પુરુષોની અલ્પ પણ પ્રવૃત્તિ સ્વપરને મોક્ષમાર્ગસન્મુખ કરવાની છે. (પૃ. ૫૮૨) T મોક્ષમાર્ગમાં પ્રવૃત્તિ બેની ઘટે છે; એક આત્મજ્ઞાનીની અને એક આત્મજ્ઞાનીના આશ્રયવાનની, એમ
શ્રી જિને કહ્યું છે. (પૃ. ૪૪૪) તીર્થંકરાદિ મોક્ષ પામ્યા તે માર્ગ પામર નથી. જૈનરૂઢિનું થોડું પણ મૂકવું એ અત્યંત આકરું લાગે છે, તો મહાન અને મહાભારત એવો મોક્ષમાર્ગ તે શી રીતે આદરી શકાશે? તે વિચારવા યોગ્ય છે. (પૃ. ૭૫૩) 1 વર્તમાનકાળનું નામ દુષમકાળ છે. તેથી દુઃખે કરીને, - ઘણા અંતરાયથી, પ્રતિકૂળતાથી, સાધનનું
દુર્લભપણું હોવાથી, - મોક્ષમાર્ગની પ્રાપ્તિ થાય છે; પણ વર્તમાનમાં મોક્ષમાર્ગનો વિચ્છેદ છે, એમ
ચિંતવવું જોઇતું નથી. (પૃ. ૫૮૧) I ટુંઢિયા અને તપ્પા કલ્પના કરી જે મોક્ષ જવાનો માર્ગ કહે છે તે પ્રમાણે તો ત્રણે કાળમાં મોક્ષ નથી. (પૃ. ૯૦).
સંબંધિત શિર્ષક: માર્ગ | મોક્ષમાળા D આ પ્રથમ દર્શન અને બીજાં અન્ય દર્શનોમાં તત્ત્વજ્ઞાન તેમ જ સુશીલની પ્રાપ્તિ માટે અને પરિણામે
અનંત સુખતરંગ પ્રાપ્ત કરવા માટે જે જે સાધ્ય સાધનો શ્રમણ ભગવંત જ્ઞાતપુત્રે પ્રકાશ્યાં છે, તેનો સ્વલ્પતાથી કિંચિત તત્ત્વસંચય કરી તેમાં મહાપુરુષોનાં નાનાં નાનાં ચરિત્રો એકત્ર કરી આ ભાવનાબોધ અને આ મોક્ષમાળાને વિભૂષિત કરી છે. તે – ‘‘વિદગ્ધમુખમંડનું ભવતુ.'' આ એક સ્યાદ્વાદતત્ત્વાવબોધ વૃક્ષનું બીજ છે. આ ગ્રંથ તત્ત્વ પામવાની જિજ્ઞાસા ઉત્પન્ન કરી શકે એવું એમાં કંઈ અંશે પણ દૈવત રહ્યું છે. એ સમભાવથી કહું છું. પાઠક અને વાંચક વર્ગને મુખ્ય ભલામણ એ છે કે, શિક્ષાપાઠ પાઠ કરવા કરતાં જેમ બને તેમ મનન કરવા; તેનાં તાત્પર્ય અનુભવવાં, જેમની સમજણમાં ન આવતાં હોય તેમણે જ્ઞાતા શિક્ષક કે મુનિઓથી સમજવા, અને એ યોગવાઈ ન હોય તો પાંચ સાત વખત તે પાઠો વાંચી જવા. એક પાઠ વાંચી ગયા પછી અર્ધ ઘડી તે પર વિચાર કરી અંતઃકરણને પૂછવું કે શું તાત્પર્ય મળ્યું? તે તાત્પર્યમાંથી હેય, શેય અને ઉપાદેય શું છે? એમ કરવાથી આખો ગ્રંથ સમજી શકાશે. સ્ક્રય કોમળ થશે; વિચારશક્તિ ખીલશે અને જૈનતત્ત્વ પર રૂડી શ્રદ્ધા થશે. આ ગ્રંથ કંઈ પઠન કરવારૂપ નથી; મનન કરવારૂપ છે. અર્થરૂપ કેળવણી એમાં યોજી છે. તે યોજના “બાલાવબોધ' રૂપ છે. “વિવેચન' અને “પ્રજ્ઞાવબોધ' ભાગ ભિન્ન છે; આ એમાંનો એક કકડો છે; છતાં સામાન્ય તત્ત્વરૂપ છે.