Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
૪૨૭
મનોનિગ્રહ જો સફળતાનો માર્ગ સમજાય તો આ મનુષ્યદેહનો એક સમય પણ સર્વોત્કૃષ્ટ ચિંતામણિ છે, એમાં સંશય નથી. (પૃ. ૫૪૨) 1 જેટલો વખત આયુષ્યનો તેટલો જ વખત જીવ ઉપાધિનો રાખે તો મનુષ્યત્વનું સફળ થવું કયારે સંભવે ?
મનુષ્યત્વના સફળપણા માટે જીવવું એ જ કલ્યાણકારક છે; એવો નિશ્ચય કરવો જોઇએ. અને સફળપણા માટે જે જે સાધનોની પ્રાપ્તિ કરવી યોગ્ય છે, તે પ્રાપ્ત કરવા નિત્ય પ્રતિ નિવૃત્તિ મેળવવી જોઇએ. નિવૃત્તિના અભ્યાસ વિના જીવની પ્રવૃત્તિ ન ટળે એ પ્રત્યક્ષ સમજાય તેવી વાત છે. (પૃ. ૨૬૨)
જે મનુષ્ય પુરુષોનાં ચરિત્રરહસ્યને પામે છે તે મનુષ્ય પરમેશ્વર થાય છે. (પૃ. ૧૨૮) D મનુષ્ય અવતાર મળ્યો છે, ને સદાચાર નહીં સેવે, તો પસ્તાવાનું થશે. મનુષ્ય અવતારમાં સપુરુષનું
વચન સાંભળવાનો, વિચારવાનો યોગ મળ્યો છે. (પૃ. ૭૨૫) મનુષ્ય અવતાર પામીને રળવામાં અને સ્ત્રીપુત્રમાં તદાકાર થઈ આત્મવિચાર કર્યો નહીં; પોતાના દોષ જોયા નહીં; આત્માને નિંઘો નહીં; તો તે મનુષ્ય અવતાર, રત્નચિંતામણિરૂપ દેહ, વૃથા જાય છે. (પૃ. ૭૨૭) : D હાલના વખતમાં મનુષ્યોનું કેટલુંક આયુષ્ય બાળપણામાં જાય, કેટલુંક સ્ત્રી પાસે જાય, કેટલુંક નિદ્રામાં જાય, કેટલુંક ધંધામાં જાય, અને સહેજ રહે તે કુગુરુ લૂંટી લે. એટલે મનુષ્યભવ નિરર્થક
ચાલ્યો જાય. (પૃ. ૬૮૪). D સંબંધિત શિર્ષકો : કાયા, દેહ, શરીર મનોનિગ્રહ
વારંવાર જે બોધ કરવામાં આવ્યો છે તેમાંથી મુખ્ય તાત્પર્ય નીકળે છે તે એ છે કે આત્માને તારો અને તારવા માટે તત્ત્વજ્ઞાનનો પ્રકાશ કરો તથા સલ્હીલને સેવો. એ પ્રાપ્ત કરવા જે જે માર્ગ દર્શાવ્યા છે તે માર્ગ મનોનિગ્રહતાને આધીન છે. મનોનિગ્રહતા થવા લક્ષની બહોળતા કરવી યથોચિત છે. એ બહોળતામાં વિઘ્નરૂપ નીચેના દોષ છે :૧. આળસ
અનિયમિત ઊંધ ૩. વિશેષ આહાર
ઉન્માદ પ્રકૃતિ ૫. માયાપ્રપંચ
અનિયમિત કામ ૭. અકરણીય વિલાસ
માન ૯. મર્યાદા ઉપરાંત કામ
૧૦. આપવડાઈ ૧૧. તુચ્છ વસ્તુથી આનંદ
૧૨. રસગારવલુબ્ધતા ૧૩. અતિભોગ
૧૪. પારકું અનિષ્ટ ઇચ્છવું ૧૫. કારણ વિનાનું રળવું
૧૬. ઝાઝાનો સ્નેહ ૧૭. અયોગ્ય સ્થળે જવું
૧૮. એક ઉત્તમ નિયમ સાધ્ય ન કરવો અષ્ટાદશ પાપ સ્થાનક ત્યાં સુધી ક્ષય થવાનાં નથી કે જયાં સુધી આ અષ્ટાદશ વિપ્નથી મનનો સંબંધ છે. આ અષ્ટાદશ દોષ જવાથી મનોનિગ્રહતા અને ધારેલી સિદ્ધિ થઈ શકે છે. એ દોષ જયાં સુધી મનથી નિકટતા ધરાવે છે ત્યાં સુધી કોઇ પણ મનુષ્ય આત્મસાર્થક કરવાનો નથી. અતિભોગને સ્થળે સામાન્ય ભોગ નહીં; પણ કેવળ ભોગત્યાગવૃત જેણે ધર્યું છે, તેમ જ એ એકે દોષનું મૂળ જેના દ્ધયમાં નથી તે