Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
મુમુક્ષુ (ચાલુ)
४४८ સાંભળીને જરાય ગ્રહણ કરતા નથી, તે એક આશ્રર્ય છે. તેને ઉપકાર કેવી રીતે થાય? (પૃ. ૭૧૦)
મુમુક્ષુઓએ કોઈ પદાર્થ વિના ચાલે નહીં એવું રાખવું નહીં. (પૃ. ૭૨૨). | હે મુમુક્ષુ ! એક આત્માને જાણતાં સમસ્ત લોકાલોકને જાણીશ, અને સર્વ જાણવાનું ફળ પણ એક આત્મપ્રાપ્તિ છે; માટે આત્માથી જુદા એવા બીજા ભાવો જાણવાની વારંવારની ઇચ્છાથી તું નિવર્ત અને એક નિજસ્વરૂપને વિષે દૃષ્ટિ દે, કે જે દ્રષ્ટિથી સમસ્ત સૃષ્ટિ જોયપણે તારે વિષે દેખાશે. તત્ત્વસ્વરૂપ એવાં સન્શાસ્ત્રમાં કહેલા માર્ગનું પણ આ તત્ત્વ છે; એમ તત્ત્વજ્ઞાનીઓએ કહ્યું છે, તથાપિ ઉપયોગપૂર્વક તે સમજાવું દુર્લભ છે. એ માર્ગ જુદો છે, અને તેનું સ્વરૂપ પણ જુદું છે, જેમાં માત્ર કથનજ્ઞાનીઓ કહે છે તેમ નથી; માટે ઠેકાણે ઠેકાણે જઈને કાં પૂછે છે? કેમકે તે અપૂર્વભાવનો અર્થ ઠેકાણે ઠેકાણેથી પ્રાપ્ત થવા યોગ્ય નથી. હે મુમુક્ષુ ! યમનિયમાદિ જે સાધનો સર્વ શાસ્ત્રમાં કહ્યાં છે, તે ઉપર કહેલા અર્થથી નિષ્ફળ ઠરશે એમ પણ નથી, કેમકે તે પણ કારણને અર્થે છે; તે કારણ આ પ્રમાણે છેઃ આત્મજ્ઞાન રહી શકે એવી પાત્રતા પ્રાપ્ત થવા, તથા તેમાં સ્થિતિ થાય તેવી યોગ્યતા આવવા એ કારણો ઉપદેયાં છે. તત્ત્વજ્ઞાનીઓએ એથી, એવા હેતુથી એ સાધનો કહ્યાં છે, પણ જીવની સમજામાં સામટો ફેર હોવાથી તે સાધનોમાં જ અટકી રહ્યો અથવા તે સાધન પણ અભિનિવેશ પરિણામે ગ્રહ્યાં. આંગળીથી જેમ બાળકને ચંદ્ર
દેખાડવામાં આવે, તેમ તત્ત્વજ્ઞાનીઓએ એ તત્ત્વનું તત્ત્વ કહ્યું છે. (પૃ. ૪૮૨) | મુમુક્ષતા || આત્માને વારંવાર સંસારનું સ્વરૂપ કારાગૃહ જેવું ક્ષણે ક્ષણે ભાસ્યા કરે એ મુમુક્ષુતાનું મુખ્ય લક્ષણ છે.
યોગવાસિષ્ઠાદિ જે જે ગ્રંથ તે કારણનાં પોષક છે, તે વિચારવામાં હરકત નથી. (પૃ. ૩૯૮) પ્રકૃતિના વિસ્તારથી જીવનાં કર્મ અનંત પ્રકારની વિચિત્રતાથી પ્રવર્તે છે; અને તેથી દોષના પ્રકાર પણ અનંત ભાસે છે; પણ સર્વથી મોટો દોષ એ છે કે જેથી “તીવ્ર મુમુક્ષુતા' ઉત્પન્ન ન જ હોય, અથવા “મુમુક્ષુતા” જ ઉત્પન્ન ન હોય. ઘણું કરીને મનુષ્યાત્મા કોઈ ને કોઈ ધર્મમતમાં હોય છે, અને તેથી તે ઘર્મમત પ્રમાણે પ્રવર્તવાનું તે કરે છે, એમ માને છે; પણ એનું નામ “મુમુક્ષુતા” નથી. મુમુક્ષુતા' તે છે કે સર્વ પ્રકારની મોહાસક્તિથી મુઝાઈ એક “મોક્ષને વિષે જ યત્ન કરવો અને તીવ્ર મુમુક્ષતા એ છે કે અનન્ય પ્રેમે મોક્ષના માર્ગમાં ક્ષણે ક્ષણે પ્રવર્તવું. તીવ્ર મુમુક્ષુતા' વિષે અત્રે જણાવવું નથી પણ “મુમુક્ષુતા' વિષે જણાવવું છે, કે તે ઉત્પન્ન થવાનું લક્ષણ પોતાના દોષ જોવામાં અપક્ષપાતતા એ છે, અને તેને લીધે સ્વચ્છંદનો નાશ હોય છે. સ્વચ્છંદ જયાં થોડી અથવા ઘણી હાનિ પામ્યો છે, ત્યાં તેટલી બોધબીજ યોગ્ય ભૂમિકા થાય છે. સ્વચ્છંદ જયાં પ્રાયે દબાયો છે, ત્યાં પછી “માર્ગપ્રાપ્તિ'ને રોકનારાં ત્રણ કારણો મુખ્ય કરીને હોય છે, એમ અમે જાણીએ છીએ. આ લોકની અલ્પ પણ સુખેચ્છા, પરમ દૈન્યતાની ઓછાઇ અને પદાર્થનો અનર્ણય. એ બધાં બરણો ટાળવાનું બીજ હવે પછી કહેશું. તે પહેલાં તે જ પ્રરણોને અધિક્તાથી કહીએ છીએ. (૧) આ લોકની અલ્પ પણ સુખેચ્છા એ ઘણું કરીને તીવ્ર મુમુક્ષુતાની ઉત્પત્તિ થયા પહેલાં હોય છે, તે
હોવાનાં કારણો નિઃશંકપણે તે “સતુ’ છે એવું દૃઢ થયું નથી, અથવા તે “પરમાનંદરૂપ” જ છે એમ પણ નિશ્રય નથી. અથવા તો મુમુક્ષુતામાં પણ કેટલોક આનંદ અનુભવાય છે, તેને લીધે