________________
| મોક્ષ (ચાલુ)
૪૫૬ D ગમે તે કાળમાં કર્મ છે; તેનો બંધ છે; અને તે બંધની નિર્જરા છે, અને સંપૂર્ણ નિર્જરા તેનું નામ “મોક્ષ”
છે. (પૃ. ૭૩૭). T સમ્યક જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણેની ઐક્યતા તે “મોક્ષ'. તે સમ્યક જ્ઞાન, દર્શન અને ચારિત્ર
એટલે વીતરાગ જ્ઞાન, દર્શન અને ચારિત્ર છે. તેનાથી જ અનંત સંસારથી મુક્તપણું પમાય છે. (પૃ. ૭૩૮) [ આત્માની પરમશાંત દશાએ “મોક્ષ', અને ઉત્કટ દશાએ “અમોક્ષ'. (પૃ. ૭૮૩)
કેવળ સમવસ્થિત શુદ્ધ ચેતન તે મોક્ષ. (પૃ. ૮૨૪) D દુઃખના આત્યંતિક અભાવનું નામ મોક્ષ કહીએ છીએ. (પૃ. ૮૨૬)
વેદાંત કહે છે કે આત્મા અસંગ છે, જિન પણ કહે છે કે પરમાર્થનયથી આત્મા તેમ જ છે. એ જ
અસંગતા સિદ્ધ થવી, પરિણત થવી તે મોક્ષ છે. (પૃ. ૪૮૪) 0 મતભેદ રાખી કોઈ મોક્ષ પામ્યા નથી. વિચારીને જેણે મતભેદને ટાળ્યો, તે અંતવૃત્તિને પામી ક્રમે કરી
શાશ્વત મોક્ષને પામ્યા છે, પામે છે અને પામશે. (પૃ. ૧૮૩) જે પ્રકારની સમજ તેથી નિવૃત્ત થવારૂપ કાર્ય કર્યું જીવને મોક્ષદશા પ્રાપ્ત થાય છે. (પૃ. ૪૨૫) જે સંવરયુક્ત સર્વ કર્મની નિર્જરા કરતો છતો વેદનીય અને આયુષ્યકર્મથી રહિત થાય તે મહાત્મા તે જ
ભવે “મોક્ષ પામે. (પૃ. ૫૯૪) D તથારૂપ મહાત્માના એક આર્ય વચનનું સમ્યફ પ્રકારે અવધારણ થવાથી યાવત્ મોક્ષ થાય એમ શ્રીમાન
તીર્થંકરે કહ્યું છે તે યથાર્થ છે. આ જીવમાં તથારૂપ યોગ્યતા જોઇએ. (પૃ. ૬૫૦) 1 લૌકિક અને અલૌકિક એવાં બે ભાવ છે. લૌકિકથી સંસાર, અને અલૌકિકથી મોક્ષ. (પૃ. ૭00) D આત્મામાં ખરેખરા ગુણો ઉત્પન્ન થયા પછી મોક્ષ થાય. (પૃ. ૭૦૪). [ આત્મજ્ઞાનથી નિજસ્વભાવસ્વરૂપ, સર્વ ક્લેશ અને સર્વ દુઃખથી રહિત એવો મોક્ષ થાય છે; એ વાત
કેવળ સત્ય છે. (પૃ. ૪૫૧) D અજ્ઞાન ટાળવા માટે કારણો, સાધનો બતાવ્યાં છે. જ્ઞાનનું સ્વરૂપ જ્યારે જાણે ત્યારે મોક્ષ થાય.
(પૃ. ૭૧૨) D જ્ઞાન અને અનુભવ હોય તો મોક્ષ થાય. (પૃ. ૭૧૪) D મોક્ષ સ્વાનુભવગોચર છે. નિરાવરણમાં ભેદ નથી. (પૃ. ૭૧૪) || મોક્ષમાં આત્માના અનુભવનો જો નાશ થતો હોય તો તે મોક્ષ શા કામનો ? (પૃ. ૭૬૨). T વિવેક (સાચાને સાચું સમજવું), શમ (બધા ઉપર સમભાવ રાખવો), અને ઉપશમ (વૃત્તિઓને બહાર
જવા દેવી નહીં અને અંતવૃત્તિ રાખવી) વિશેષ વિશેષ આત્મામાં પરિણમાવવાથી આત્માનો મોક્ષ થાય
છે. (પૃ. ૭૨૩) D આત્મામાં રાગદ્વેષ ગયે જ્ઞાન પ્રગટે. ગમે ત્યાં બેઠાં, ને ગમે તે સ્થિતિમાં મોક્ષ થાય; પણ રાગદ્વેષ જાય
તો. (પૃ. ૭૨૭)