Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
મોક્ષ (ચાલુ)
૪૫૮ નિશ્રયથી આત્મા એ ત્રણેય છે. (પૃ. ૫૮૪). I L૦ ચાર કારણ મોક્ષ જવાને કહ્યાં છે. તે ચારમાંથી એકે કારણ તોડીને મોક્ષે જાય કે ચાર કારણ
સંયુક્તથી? ઉ૦ જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ એ ચાર કારણ મોક્ષના કહ્યાં છે, તે એકબીજાં અવિરોધપણે પ્રાપ્ત
થયે મોક્ષ થાય. (પૃ. ૬૪૭) I L૦ સ્વભાવદશા શો ગુણ આપે?
ઉ૦ તથારૂપ સંપૂર્ણ હોય તો મોક્ષ થાય. પ્ર. વીતરાગની આજ્ઞાથી પોરસી સ્વાધ્યાય કરે તો શો ગુણ થાય? ઉ૦ તથારૂપ હોય તો યાવત્ મોક્ષ થાય. પ્ર0 વીતરાગની આજ્ઞાથી પોરસીનું ધ્યાન કરે તો શો ગુણ થાય?
ઉ૦ તથારૂપ હોય તો યાવત્ મોક્ષ થાય. (પૃ. ૬૪૮). T સ્વચ્છંદ ટળે તો જ મોક્ષ થાય. (પૃ. ૬૮૮)
આત્માને જે મોક્ષનાં હેતુ છે તે “સુપચ્ચખાણ.” (પૃ. દ૯૦) || ધર્મ, અર્થ, કામ ને મોક્ષ એ ચાર પુરુષાર્થમાં પ્રથમ ત્રણથી ચઢિયાતો મોક્ષ; મોક્ષ અર્થે બાકીના ત્રણે છે.
તે માર્ગ (મોક્ષ) રત્નત્રયની આરાધના વડે સર્વ કર્મનો ક્ષય થવાથી પ્રાપ્ત થાય છે. (પૃ. ૭૬૬) પરમેષ્ઠીપદને વિષે જેને તત્ત્વાર્થ પ્રતીતિપૂર્વક ભક્તિ છે, અને નિગ્રંથ પ્રવચનમાં રુચિપણે જેની બુદ્ધિ પરિણમી છે, તેમ જ તે સંયમતપસહિત વર્તે છે તો તેને મોક્ષ કંઈ દૂર નથી. (પૃ. ૫૯૫) અનાદિકાળના અજ્ઞાનને લીધે જેટલો કાળ ગયો તેટલો કાળ મોક્ષ થવા માટે જોઈએ નહીં, કારણ કે પુરુષાર્થનું બળ કર્મો કરતાં વધુ છે. કેટલાક જીવો બે ઘડીમાં કલ્યાણ કરી ગયા છે ! મિથ્યાવૃષ્ટિ સમકિતી પ્રમાણે જપતપાદિ કરે છે, એમ છતાં મિથ્યાવૃષ્ટિનાં જપતપાદિ મોક્ષનાં હેતુભૂત
થતાં નથી, સંસારના હેતભૂત થાય છે. સમકિતીનાં જપતપાદિ મોક્ષનાં હેતુભૂત થાય છે. (પૃ. ૨૯૭) T કોઇ પણ તથારૂપ જોગને પામીને જીવને એક ક્ષણ પણ અંતર્ભેદજાગૃતિ થાય તો તેને મોક્ષ વિશેષ દૂર
નથી. અન્ય પરિણામમાં જેટલી તાદાસ્યવૃત્તિ છે, તેટલો જીવથી મોક્ષ દૂર છે. (પૃ.૪૫૧) | તીર્થંકરદેવે રાગ કરવાની ના કહી છે, અર્થાત્ રાગ હોય ત્યાં સુધી મોક્ષ નથી. (પૃ. ૨૩૦) I આત્મઅનુભવગમ્ય અથવા આત્મજનિતસુખ અને મોક્ષસુખ તે એક જ છે. માત્ર શબ્દ જુદા છે.
(પૃ. ૭૪૩) || વાસ્તવિક સુખ જો જગતની દ્રષ્ટિમાં આવ્યું હોત તો જ્ઞાની પુરુષોએ નિયત કરેલું એવું મોક્ષસ્થાન ઊર્ધ્વ
લોકમાં હોત નહીં; પણ આ જગત જ મોક્ષ હોત. જ્ઞાનીને સર્વત્ર મોક્ષ છે; આ વાત જોકે યથાર્થ છે; તોપણ જ્યાં માયાપૂર્વક પરમાત્માનું દર્શન છે એવું જગત, વિચારી પગ મૂકવા જેવું તેને પણ કંઈ લાગે છે; માટે અમે અસંગતાને ઇચ્છીએ છીએ, કાં તમારા સંગને ઇચ્છીએ છીએ, એ યોગ્ય જ છે. (પૃ. ૨૫)