Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
૪૫૭
મોક્ષ (ચાલુ) || D જગતની વાત જાણવી તેને શાસ્ત્રમાં મુક્તિ કહી નથી. પણ નિરાવરણ થાય ત્યારે મોક્ષ. (પૃ. ૭૩૫) 1 અબંધ એવું જે મોક્ષસ્થાનક તે બંધથી થનારી એવી જે ચાર ગતિ તે રૂપ સંસારને વિષે નથી. સમ્યક્ત્વ
અથવા ચારિત્રથી બંધ થતો નથી એ તો ચોકકસ છે; તો પછી ગમે તે કાળમાં સમ્યક્ત્વ અથવા ચારિત્ર પામે ત્યાં તે સમયે બંધ નથી; અને જ્યાં બંધ નથી ત્યાં સંસાર નથી. સમ્યક્ત્વ અને ચારિત્રમાં આત્માની શુદ્ધ પરિણતિ છે, તથાપિ તે સાથે મન, વચન, શરીરના શુભ જોગ પ્રવર્તે છે. તે શુભ જોગથી શુભ એવો બંધ થાય છે. તે બંધને લઇને દેવાદિ ગતિ એવો જે સંસાર તે કરવો પડે છે. પરંતુ તેથી વિપરીત જે સમ્યક્ત્વ અને ચારિત્ર જેટલે અંશે પ્રાપ્ત થાય છે તેટલે અંશે મોક્ષ પ્રગટ થાય છે; તેનું ફળ દેવાદિ ગતિ પ્રાપ્ત થઈ તે નથી. દેવાદિ ગતિ જે પ્રાપ્ત થઈ તે ઉપર બતાવેલા મન, વચન, શરીરના શુભ જોગથી થઈ છે; અને અબંધ એવું જે સમ્યકત્વ તથા ચારિત્ર પ્રગટ થયું છે તે કાયમ રહીને ફરી મનુષ્યપણું પામી ફરી તે ભાગને જોડાઈ
મોક્ષ થાય છે. (પૃ. ૭૩૭) . T સામાયિક, છ આઠ કોટિનો વિવાદ મૂકી દીધા પછી નવ વિના નથી થતું, અને છેવટે નવ કોટિ વૃત્તિયે મૂકયા વિના મોક્ષ નથી. અગિયાર પ્રકૃતિ ખપાવ્યા વિના સામાયિક આવે નહીં. સામાયિક થાય તેની દશા તો અદ્દભુત થાય.
ત્યાંથી છ, સાત અને આઠમાં ગુણસ્થાનકે જાય; ને ત્યાંથી બે ઘડીમાં મોક્ષ થઈ શકે છે. (પૃ. ૭૪૦). I આત્મજ્ઞાન, અથવા આત્માથી પર એવું જે કર્મસ્વરૂપ, અથવા પુદ્ગલાસ્તિકાય વગેરેનું જે સ્વરૂપ જુદા
જુદા પ્રકારે, જુદે જુદે પ્રસંગે, અતિ સૂક્ષ્મમાં સૂક્ષ્મ અને અતિ વિસ્તારવાળું જ્ઞાનીથી પ્રકાશવું થયું છે, તેમાં કંઇ હેતુ સમાય છે કે શી રીતે? અને સમાય છે તો શું? તે વિષે વિચાર કરવાથી સાત કારણો તેમાં સમાયેલાં છે, એમ માલૂમ પડે છે સત્કૃતાર્થપ્રકાશ, તેનો વિચાર, તેની પ્રતીતિ, જીવસંરક્ષણ વગેરે.તે સાતે હેતુનું ફળ મોક્ષની પ્રાપ્તિ થાય તે છે. તેમ જ મોક્ષની પ્રાપ્તિનો જે માર્ગ તે આ હેતુથી સુપ્રતીતરૂપ
થાય છે. (પૃ. ૭૪ર-૩) T વિચાર વિના જ્ઞાન નહીં. જ્ઞાન વિના સુપ્રતીતિ એટલે સમ્યક્ત્વ નહીં. સમ્યકત્વ વિના ચારિત્ર ન
આવે, અને ચારિત્ર ન આવે ત્યાં સુધી કેવળજ્ઞાન ન પામે, અને જ્યાં સુધી કેવળજ્ઞાન ન પામે ત્યાં સુધી મોક્ષ નથી; એમ જોવામાં આવે છે. (પૃ. ૭૫૪) તમારે કોઈ પ્રકારે ડરવા જેવું નથી; કારણ કે તમારે માથે અમારા જેવા છે; તો હવે તમારા પુરુષાર્થને
આધીન છે. જો તમે પુરુષાર્થ કરશો તો મોક્ષ થવો દૂર નથી. (પૃ. ૭૭૨). T સમ્યકજ્ઞાનદર્શનથી પ્રતીત થયેલા આત્મભાવે વર્તવું તે ચારિત્ર છે. તે ત્રણેની એકતાથી મોક્ષ થાય.
(પૃ. ૮૨૬) 1 મોલતરુનું બીજ શું? ક્રિયા સહિત સમ્યકજ્ઞાન. (પૃ. ૧૫) D પંચમકાળનું સ્વરૂપ જાણીને વિવેકી પુરુષો તત્ત્વને ગ્રહણ કરશે; કાળાનુસાર ઘર્મતત્ત્વશ્રદ્ધા પામીને ઉચ્ચગતિ સાધી પરિણામે મોક્ષ સાધશે. નિગ્રંથપ્રવચન, નિગ્રંથગુરુ ઇ0 ધર્મતત્ત્વ પામવાનાં સાધનો છે.
એની આરાધનાથી કર્મની વિરાધના છે. (પૃ. ૧૧૮) T સમ્યફદર્શન, સમ્યફજ્ઞાન અને સમ્યફચારિત્ર મોક્ષનાં કારણ છે. વ્યવહારનયથી તે ત્રણે છે.