________________
૪૫૯
જગતમાં માન ન હોત તો અહીં જ મોક્ષ હોત ! (પૃ. ૧૫૮)
`D સંસારમાં રહેવું અને મોક્ષ થવા કહેવું એ બનવું અસુલભ છે. (પૃ. ૨૩૧)
મોક્ષ (ચાલુ)
॥ જગત અને મોક્ષનો માર્ગ એ બે એક નથી. જેને જગતની ઇચ્છા, રુચિ, ભાવના તેને મોક્ષને વિષે અનિચ્છા, અરુચિ, અભાવના હોય એમ જણાય છે. (પૃ. ૩૩૮)
D આત્માના અંતર્વ્યાપાર (શુભાશુભ પરિણામધારા) પ્રમાણે બંધમેાક્ષની વ્યવસ્થા છે, શારીરિક ચેષ્ટા પ્રમાણે તે નથી. (પૃ. ૪૫૦)
જે આત્માનો અંતર્વ્યાપાર (અંતર્પરિણામની ધારા) તે, બંધ અને મોક્ષની (કર્મથી આત્માનું બંધાવું અને તેથી આત્માનું છૂટવું) વ્યવસ્થાનો હેતુ છે; માત્ર શરીરચેષ્ટા બંધમોક્ષની વ્યવસ્થાનો હેતુ નથી. વિશેષ રોગાદિ યોગે જ્ઞાનીપુરુષના દેહને વિષે પણ નિર્બળપણું, મંદપણું, મ્લાનતા, કંપ, સ્વેદ, મૂર્છા, બાહ્ય વિભ્રમાદિ ધૃષ્ટ થાય છે; તથાપિ જેટલું જ્ઞાને કરીને, બોધે કરીને, વૈરાગ્યે કરીને આત્માનું નિર્મળપણું થયું છે, તેટલા નિર્મળપણાએ કરી તે રોગને અંતર્પરિણામે જ્ઞાની વેદે છે, અને વેદતાં કદાપિ બાહ્ય સ્થિતિ ઉન્મત્ત જોવામાં આવે તોપણ અંતર્પરિણામ પ્રમાણે કર્મબંધ અથવા નિવૃત્તિ થાય છે. (પૃ. ૪૫૦) પ્ર૦ મોક્ષ મળશે કે નહીં તે ચોક્ક્સ રીતે આ દેહમાં જ જાણી શકાય ?
ઉ∞ એક દોરડીના ઘણા બંધથી હાથ બાંધવામાં આવ્યો હોય, તેમાંથી અનુક્રમે જેમ જેમ બંધ છોડવામાં આવે, તેમ તેમ તે બંધના સંબંધની નિવૃત્તિ અનુભવમાં આવે છે, અને તે દોરડી વળ મૂકી છૂટી ગયાના પરિણામમાં વર્તે છે એમ પણ જણાય છે, અનુભવાય છે. તેમ જ અજ્ઞાનભાવના અનેક પરિણામરૂપ બંધનો પ્રસંગ આત્માને છે, તે જેમ જેમ છૂટે છે, તેમ તેમ મોક્ષનો અનુભવ થાય છે; અને તેનું ઘણું જ અલ્પપણું જયારે થાય છે ત્યારે, સહજે આત્મામાં નિજભાવ પ્રકાશી નીકળીને અજ્ઞાનભાવરૂપ બંધથી છૂટી શકવાનો પ્રસંગ છે, એવો સ્પષ્ટ અનુભવ થાય છે. તેમ જ કેવળ અજ્ઞાનાદિ ભાવથી નિવૃત્તિ થઇ કેવળ આત્મભાવ આ જ દેહને વિષે સ્થિતિમાન છતાં પણ આત્માને પ્રગટે છે, અને સર્વ સંબંધથી કેવળ પોતાનું ભિન્નપણું અનુભવમાં આવે છે; અર્થાત્ મોક્ષપદ આ દેહમાં પણ અનુભવમાં આવવા યોગ્ય છે. (પૃ. ૪૨૬)
પ્ર∞ જે મેાક્ષ પામેલાનાં નામ આપો છો તે શા આધાર ઉપરથી ?
ઉ મને આ પ્રશ્ન ખાસ સંબોધીને પૂછો તો તેના ઉત્તરમાં એમ કહી શકાય કે અત્યંત સંસારદશા પરિક્ષીણ જેની થઇ છે, તેનાં વચનો આવાં હોય, આવી તેની ચેષ્ટા હોય, એ આદિ અંશે પણ પોતાના આત્મામાં અનુભવ થાય છે; અને તેને આશ્રયે તેના મોક્ષપરત્વે કહેવાય; અને ઘણું કરીને તે યથાર્થ હોય એમ માનવાનાં પ્રમાણો પણ શાસ્ત્રાદિથી જાણી શકાય. (પૃ. ૪૨૯)
E પ્ર૦ અભણને ભક્તિથી જ મોક્ષ મળે ખરો કે ?
ઉ૦ ભક્તિ જ્ઞાનનો હેતુ છે. જ્ઞાન મોક્ષનો હેતુ છે. અક્ષરજ્ઞાન ન હોય તેને અભણ કહ્યો હોય, તો તેને ભક્તિ પ્રાપ્ત થવી અસંભવિત છે, એવું કંઇ છે નહીં. જીવ માત્ર જ્ઞાનસ્વભાવી છે. ભક્તિના બળે જ્ઞાન નિર્મળ થાય છે, નિર્મળ જ્ઞાન મોક્ષનો હેતુ થાય છે. સંપૂર્ણ જ્ઞાનની આવૃત્તિ થયા વિના સર્વથા મોક્ષ હોય એમ મને લાગતું નથી; અને જ્યાં સંપૂર્ણ જ્ઞાન હોય ત્યાં સર્વ ભાષાજ્ઞાન સમાય એમ કહેવાની પણ જરૂર નથી. ભાષાજ્ઞાન મોક્ષનો હેતુ છે તથા તે જેને ન હોય તેને આત્મજ્ઞાન ન થાય, એવો કાંઇ નિયમ સંભવતો નથી. (પૃ. ૪૩૦)