Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
મોક્ષ ઉપાય (ચાલુ)
૪૬૨ કહ્યાં તેમાં બીજો કંઈ ભેદ એટલે ફેર નથી. ક્રોધાદિ કષાય જેના પાતળા પડયા છે, માત્ર આત્માને વિષે મોક્ષ થવા સિવાય બીજી કોઈ ઇચ્છા નથી, અને સંસારના ભોગ પ્રત્યે ઉદાસીનતા વર્તે છે; તેમ જ પ્રાણી પર અંતરથી દયા વર્તે છે, તે જીવને મોક્ષમાર્ગનો જિજ્ઞાસુ કહીએ, અર્થાત્ તે માર્ગ પામવા યોગ્ય કહીએ. તે જિજ્ઞાસુ જીવને જો સદ્ગુરુનો ઉપદેશ પ્રાપ્ત થાય તો તે સમકિતને પામે, અને અંતરની શોધમાં વર્તે. મત અને દર્શનનો આગ્રહ છોડી દઈ જે સદ્ગુરુને લક્ષે વર્તે, તે શુદ્ધ સમકિતને પામે કે જેમાં ભેદ તથા પક્ષ નથી. આત્મસ્વભાવનો જ્યાં અનુભવ, લક્ષ. અને પ્રતીત વર્તે છે, તથા વૃત્તિ આત્માના સ્વભાવમાં વહે છે, ત્યાં પરમાર્થે સમકિત છે. તે સમકિત વધતી જતી ધારાથી હાસ્ય શોકાદિથી જે કંઈ આત્માને વિષે મિથ્યાભાસ ભાયા છે તેને ટાળે, અને સ્વભાવસમાધિરૂપ ચારિત્રનો ઉદય થાય, જેથી સર્વ રાગદ્વેષના ક્ષયરૂપ વીતરાગપદમાં સ્થિતિ થાય. સર્વ આભારહિત આત્મસ્વભાવનું જ્યાં અખંડ એટલે ક્યારે પણ ખંડિત ન થાય, મંદ ન થાય, નાશ ન પામે એવું જ્ઞાન વર્તે તેને કેવળજ્ઞાન કહીએ છીએ. જે કેવળજ્ઞાન પામ્યાથી ઉત્કૃષ્ટ જીવન્મુક્તદશારૂપ નિર્વાણ, દેહ છતાં જ અત્રે અનુભવાય છે. કરોડો વર્ષનું સ્વપ્ન હોય તોપણ જાગ્રત થતાં તરત શકાય છે, તેમ અનાદિનો વિભાવ છે તે આત્મજ્ઞાન થતાં દૂર થાય છે. હે શિષ્ય ! દેહમાં જે આત્મતા મનાઈ છે, અને તેને લીધે સ્ત્રીપુત્રાદિ સર્વમાં અહંમમત્વપણું વર્તે છે, તે આત્મતા જો આત્મામાં જ મનાય, અને તે દેહાધ્યાસ એટલે દેહમાં આત્મબુદ્ધિ તથા આત્મામાં દેહબુદ્ધિ છે તે છૂટે, તો તું કર્મનો કર્તા પણ નથી, ભોક્તા પણ નથી; અને એ જ ધર્મનો મર્મ છે. એ જ ધર્મથી મોક્ષ છે, અને તું જ મોક્ષસ્વરૂપ છો; અર્થાત્ શુદ્ધ આત્મપદ એ જ મોક્ષ છે. તું અનંત જ્ઞાન દર્શન તથા અવ્યાબાધ સુખસ્વરૂપ છો. તું દેહાદિક સર્વ પદાર્થથી જુદો છે. કોઇમાં આત્મદ્રવ્ય ભળતું નથી, કોઈ તેમાં ભળતું નથી, દ્રવ્ય દ્રવ્ય પરમાર્થથી સદાય ભિન્ન છે, માટે તું શુદ્ધ છો, બોધસ્વરૂપ છો, ચૈતન્યપ્રદેશાત્મક છો; સ્વયજ્યોતિ એટલે કોઈ પણ તને પ્રકાશતું નથી, સ્વભાવે જ તું પ્રકાશસ્વરૂપ છો; અને અવ્યાબાધ સુખનું ધામ છો. બીજું કેટલું કહીએ ? અથવા ઘણું શું કહેવું? ટૂંકામાં એટલું જ કહીએ છીએ, જો વિચાર કરે તો તે પદને
પામીશ. (પૃ. ૫૫૧-૪) T મોક્ષનો ઉપાય અનુભવગોચર છે. જેમ અભ્યાસે અભ્યાસ કરી આગળ જવાય છે તેમ મોક્ષને માટે પણ
છે. (પૃ. ૭૦૯) | મોક્ષપદ |
જેમ શુભાશુભ કર્મપદ તે જીવના કરવાથી તે (શિષ્ય) થતાં જાણ્યાં, અને તેથી તેનું ભોક્તાપણું જાણ્યું, તેમ નહીં કરવાથી અથવા તે કર્મનિવૃત્તિ કરવાથી તે નિવૃત્તિ પણ થવા યોગ્ય છે; માટે તે નિવૃત્તિનું પણ સફળપણું છે; અર્થાત જેમ તે શુભાશુભ કર્મ અફળ જતાં નથી, તેમ તેની નિવૃત્તિ પણ અફળ જવા યોગ્ય નથી; માટે તે નિવૃત્તિરૂપ મોક્ષ છે એમ હે વિચક્ષણ ! તું વિચાર. કર્મસહિત અનંતકાળ વીત્યો, તે તે શુભાશુભ કર્મ પ્રત્યેની જીવની આસક્તિને લીધે વીત્યો, પણ તેના