Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
| મૂઢતા . ૪૫૨
|| મૂઢતી
અનુત્પન્ન એવો આ જીવ તેને પુત્રપણે ગણવો, કે ગણાવવાનું ચિત્ત રહેવું એ સૌ જીવની મૂઢતા છે, અને
તે મૂઢતા કોઈ પણ પ્રકારે સત્સંગની ઇચ્છાવાળા જીવને ઘટતી નથી. (પૃ.૪૧૧) I જીવનું મૂઢપણું ફરી ફરી, ક્ષણે ક્ષણે, પ્રસંગે-પ્રસંગે વિચારવામાં જો સચેતપણું ન રાખવામાં આવ્યું તો
આવો જોગ બન્યો તે પણ વૃથા છે. (પૃ. ૩૮૯). T આ જીવ અત્યંત માયાના આવરણે દિશામૂઢ થયો છે, અને તે યોગે કરી તેની પરમાર્થદ્રષ્ટિ ઉદય
પ્રકાશતી નથી. અપરમાર્થને વિષે પરમાર્થનો વૃઢાગ્રહ થયો છે, અને તેથી બોધ પ્રાપ્ત થવાના યોગે પણ તેમાં બોધ પ્રવેશ થાય એવો ભાવ હુરતો નથી. (પૃ. ૪૩૩) D શ્રી તીર્થંકરાદિએ ફરી ફરી જીવોને ઉપદેશ કહ્યો છે; પણ જીવ દિશામૂઢ રહેવા ઇચ્છે છે ત્યાં ઉપાય પ્રવર્તી
શકે નહીં. સ્વપ્નદશામાં જેમ ન બનવા યોગ્ય એવું પોતાનું મૃત્યુ પણ જીવ જુએ છે, તેમ અજ્ઞાનદશારૂપ સ્વપ્નરૂપયોગે આ જીવ પોતાને, પોતાનાં નહીં એવાં બીજાં દ્રવ્યને વિષે સ્વપણે માને છે; અને એ જ માન્યતા તે સંસાર છે, તે જ અજ્ઞાન છે, નરકાદિ ગતિનો હેતુ તે જ છે, તે જ જન્મ છે, મરણ છે અને તે જ દેહ છે, દેહના વિકાર છે, તે જ પુત્ર, તે જ પિતા, તે જ શત્રુ, તે જ મિત્રાદિ ભાવ કલ્પનાના હેતુ છે, અને તેની નિવૃત્તિ થઈ ત્યાં સહજ મોક્ષ છે; અને એ જ નિવૃત્તિને અર્થે સત્સંગ, પુરુષાદિ સાધન કહ્યાં છે; અને તે સાધન પણ જીવ જો પોતાના પુરુષાર્થને તેમાં ગોપવ્યા સિવાય પ્રવર્તાવે તો જ સિદ્ધ છે. વધારે શું કહીએ? આટલો જ સંક્ષેપ જીવમાં પરિણામ પામે તો તે સર્વ વ્રત, યમ, નિયમ, જપ, યાત્રા,
ભક્તિ, શાસ્ત્રજ્ઞાન આદિ કરી છૂટયો એમાં કંઈ સંશય નથી. (પૃ. ૪૩૬). મૂળમાર્ગ | જો મૂળમાર્ગ પ્રગટતામાં આણવો હોય તો પ્રગટ કરનારે સર્વસંગપરિત્યાગ કરવો યોગ્ય; કેમકે તેથી
ખરેખરો સમર્થ ઉપકાર થવાનો વખત આવે. (પૃ. ૫૧૮) D “જ્ઞાનધારા' સંબંધી મૂળમાર્ગ અમે તમને આ વખતના સમાગમમાં થોડો પણ કહીશું; અને તે માર્ગ પૂરી
રીતે આ જ જન્મમાં તમને કહીશું એમ અમને હરિની પ્રેરણા હોય તેવું લાગે છે. (પૃ. ૨૯૩) || સંબંધિત શિર્ષક માર્ગ મૂંગો D મૂંગો કોણ? જે અવસર આવ્યું પ્રિયવચન ન બોલી શકે છે. (પૃ. ૧૫) | મૃત્યુ (મરણ)| D જ્ઞાનીએ અનંત ઔષધિ અનંતા ગુણોસંયુકત જોઈ છે, પરંતુ મોત મટાડી શકે એવી ઔષધિ કોઈ
જોવામાં આવી નહીં ! વૈદ્ય અને ઔષધિ એ નિમિત્તરૂપ છે. (પૃ. ૭૭૮). T મૃત્યુનું આવવું અવશ્ય છે. (પૃ. ૪૬૧)
મોતથી હર્ષ માનવો. કોઇના મોતથી હસવું નહીં. (પૃ. ૧૪૧)