Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
૪૫૧
મુંઝવણ
અનાદિથી વિપરીત અભ્યાસ છે, તેથી વૈરાગ્ય ઉપશમાદિ ભાવોની પરિણતિ એકદમ ન થઇ શકે, કિંવા થવી કઠિન પડે; તથાપિ નિરંતર તે ભાવો પ્રત્યે લક્ષ રાખ્યે અવશ્ય સિદ્ધિ થાય છે. સત્સમાગમનો યોગ ન હોય ત્યારે તે ભાવો જે પ્રકારે વર્ધમાન થાય તે પ્રકારનાં દ્રવ્ય-ક્ષેત્રાદિ ઉપાસવાં; સત્શાસ્ત્રનો પરિચય કરવો યોગ્ય છે. સૌ કાર્યની પ્રથમ ભૂમિકા વિકટ હોય છે, તો અનંતકાળથી અનભ્યસ્ત એવી મુમુક્ષુતા માટે તેમ હોય એમાં કંઇ આશ્ચર્ય નથી. (પૃ. ૪૮૫)
D અસાર અને કલેશરૂપ આરંભપરિગ્રહના કાર્યમાં વસતાં જો આ જીવ કંઇ પણ નિર્ભય કે અજાગૃત રહે તો ઘણાં વર્ષનો ઉપાસેલો વૈરાગ્ય પણ નિષ્ફળ જાય એવી દશા થઇ આવે છે, એવો નિત્ય પ્રત્યે નિશ્ચય સંભારીને નિરુપાય પ્રસંગમાં કંપતા ચિત્તે ન જ છૂટયે પ્રવર્તવું ઘટે છે, એ વાતનો મુમુક્ષુ જીવે કાર્યે કાર્યે, ક્ષણે ક્ષણે અને પ્રસંગે પ્રસંગે લક્ષ રાખ્યા વિના મુમુક્ષુતા રહેવી દુર્લભ છે; અને એવી દશા વેદ્યા વિના મુમુક્ષુપણું પણ સંભવે નહીં. (પૃ. ૪૪૮)
પ્રમાદમાં વૈરાગ્યની તીવ્રતા, મુમુક્ષુતા મંદ ક૨વા યોગ્ય નથી; એવો નિશ્ચય રાખવો યોગ્ય છે. (પૃ. ૩૧૩)
D મુમુક્ષુપણું જેમ દૃઢ થાય તેમ કરો; હારવાનો અથવા નિરાશ થવાનો કંઇ હેતુ નથી. દુર્લભ યોગ જીવનેપ્રાપ્ત થયો તો પછી થોડોક પ્રમાદ છોડી દેવામાં જીવે મૂંઝાવા જેવું અથવા નિરાશ થવા જેવું કંઇ જ નથી. (પૃ. ૬૧૯)
આત્મદર્શનાદિ પ્રસંગ તીવ્ર મુમુક્ષુપણું ઉત્પન્ન થયા પહેલાં ઘણું કરીને કલ્પિતપણે સમજાય છે. (પૃ. ૪૧૬)
D ઘણું કરીને સત્પુરુષનાં દર્શનની અને જોગની આ કાળમાં અપ્રાપ્તિ દેખાય છે. જયારે એમ છે, ત્યારે સદ્ધર્મરૂપ સમાધિ મુમુક્ષુ પુરુષને કયાંથી પ્રાપ્ત હોય ? અને અમુક કાળ વ્યતીત થયાં છતાં જયારે તેવી સમાધિ પ્રાપ્ત નથી થતી ત્યારે મુમુક્ષુતા પણ કેમ રહે ? (પૃ. ૨૮૬)
વીતરાગપુરુષના સમાગમ વિના, ઉપાસના વિના, આ જીવને મુમુક્ષુતા કેમ ઉત્પન્ન થાય ?
હે મુમુક્ષુ ! વીતરાગપદ વારંવાર વિચાર કરવા યોગ્ય છે, ઉપાસના કરવા યોગ્ય છે, ધ્યાન કરવા યોગ્ય છે. (પૃ. ૮૧૮)
મુંઝવણ
મુંઝાવાથી કંઇ કર્મની નિવૃત્તિ, ઇચ્છીએ છીએ તે, થતી નથી; અને આર્ત્તધ્યાન થઇ જ્ઞાનીના માર્ગ પર પગ મુકાય છે. (પૃ. ૪૩૯)
મુંઝવણના વખતમાં ઘણું કરી ચિત્ત કંઇ વેપારાદિના એક પછી એક વિચાર કર્યા કરે છે, અને મુંઝવણ ટાળવાની ઉતાવળમાં યોગ્ય થાય છે કે નહીં એની વખતે સહજ સાવચેતી મુમુક્ષ જીવને પણ ઓછી થઇ જાય છે; પણ વાત યોગ્ય તો એમ છે કે તેવા પ્રસંગમાં કંઇ થોડો વખત ગમે તેમ કરી કામકાજમાં મૌન જેવો, નિર્વિકલ્પ જેવો કરી નાખવો.
હાલ તમને જે મુંઝવણ રહે છે તે જાણવામાં છે, પણ તે વેઠયા વિના ઉપાય નથી. એમ લાગે છે કે તે બહુ લાંબા કાળની સ્થિતિની સમજી બેસવા યોગ્ય નથી; અને ધી૨જ વગર જો વેદવામાં આવે છે, તો તે અલ્પકાળની હોય તો કોઇ વાર વિશેષ કાળની પણ થઇ આવે છે. (પૃ. ૩૮૬-૭)