________________
४४७
મુમુક્ષુ (ચાલુ) || ઉપદેશ્યો છે. (પૃ. ૪૮૬) જ્ઞાની પુરુષોએ વારંવાર આરંભ પરિગ્રહના ત્યાગનું ઉત્કૃષ્ટપણું કહ્યું છે, અને ફરી ફરી તે ત્યાગનો ઉપદેશ કર્યો છે, અને ઘણું કરી પોતે પણ એમ વર્યા છે, માટે મુમુક્ષુ પુરુષને અવશ્ય કરી તેની સંક્ષેપવૃત્તિ જોઈએ, એમાં સંદેહ નથી, (પૃ. ૪૯૧) સપુરુષ કરતાં મુમુક્ષુનો ત્યાગ વૈરાગ્ય વધી જવો જોઇએ. મુમુક્ષુઓએ જાગૃત જાગૃત થઈ વૈરાગ્ય વધારવો જોઇએ. (પૃ. ૭૧૧) અનંત વાર દેહને અર્થે આત્મા ગાળ્યો છે. જે દેહ આત્માને અર્થે ગળાશે તે દેહે આત્મવિચાર જન્મ પામવા યોગ્ય જાણી, સર્વ દેહાર્થની કલ્પના છોડી દઇ, એક માત્ર આત્માર્થમાં જ તેનો ઉપયોગ કરવો,
એવો મુમુક્ષુ જીવને અવશ્ય નિશ્ચય જોઈએ. (પૃ. ૫૫૮) | મુમુક્ષુજીવને આ કાળને વિષે સંસારની પ્રતિકૂળ દશાઓ પ્રાપ્ત થવી તે તેને સંસારથી તરવા બરાબર
છે. અનંતકાળથી અભ્યાસેલો એવો આ સંસાર સ્પષ્ટ વિચારવાનો વખત પ્રતિકૂળ પ્રસંગે વિશેષે હોય છે, એ વાત નિશ્રય કરવા યોગ્ય છે. આવો એક તમને (શ્રી સૌભાગ્યભાઇને) સાધારણ પ્રતિકૂળ પ્રસંગ બન્યો છે તેમાં મુઝાવું ઘટતું નથી.
એ પ્રસંગ જો સમતાએ વેદવામાં આવે તો જીવને નિર્વાણ સમીપનું સાધન છે. (પૃ. ૩૯૪) 0 લૌકિક કારણોમાં અધિક હર્ષ-વિષાદ મુમુક્ષુ જીવ કરે નહીં. (પૃ. ૫૬૧)
લૌકિક દૃષ્ટિ ભૂલી જવી. લોકો તો જે કુળમાં જન્મે છે તે કુળના ધર્મને માને છે ને ત્યાં જાય છે પણ તે તો
નામમાત્ર ધર્મ કહેવાય, પણ મુમુક્ષુએ તેમ કરવું નહીં. (પૃ. ૭૧૮) 0 પ્રમાદ અને લોકપદ્ધતિમાં કાળ સર્વથા વૃથા કરવો તે મુમુક્ષુ જીવનું લક્ષણ નથી. (પૃ. ૬૨૫) D જ્ઞાનીની આજ્ઞાએ વર્તતા એવા ભદ્રિક મુમુક્ષુ જીવને “બ્રહ્મચર્ય પાળવું એટલે સ્ત્રીઆદિકના પ્રસંગમાં ન
જવુંએવી આજ્ઞા ગુરુએ કરી હોય તો તે વચન પર વૃઢ વિશ્વાસ કરી તે તે સ્થાનકે ન જાય. (પૃ. ૬૮૫) . રાગાદિ દોષોનો ક્ષય થવાથી તેના સહાયકારી કારણોનો ક્ષય થાય છે. જયાં સુધી ક્ષય સંપૂર્ણપણે થતો
નથી, ત્યાં સુધી મુમુક્ષુ જીવ સંતોષ માની બેસતા નથી. (પૃ. ૭૬૮) n જે પ્રકારે બીજા મુમુક્ષુ જીવોનાં ચિત્તમાં તથા અંગમાં નિર્મળતા ભાવની વૃદ્ધિ થાય, તે તે પ્રકારે પ્રવર્તવું
કર્તવ્ય છે. નિયમિત શ્રવણ કરાવાય તથા આરંભ પરિગ્રહનાં સ્વરૂપ સમ્યક પ્રકારે જોતાં નિવૃત્તિને અને નિર્મળતાને કેટલા પ્રતિબંધક છે તે વાત ચિત્તમાં વૃઢ થાય તેમ અરસપરસ જ્ઞાનકથા થાય તેમ કર્તવ્ય છે. (પૃ. ૫૬૭). મહાત્મા મુનિવરોના ચરણની, સંગની ઉપાસના અને સન્શાસ્ત્રનું અધ્યયન મુમુક્ષુઓને આત્મબળની. વર્ધમાનતાના સંદુપાય છે. જેમ જેમ ઇન્દ્રિયનિગ્રહ, જેમ જેમ નિવૃત્તિયોગ તેમ તેમ તે સત્સમાગમ અને
સાસ્ત્ર અધિક અધિક ઉપકારી થાય છે. (પૃ. ૬૪૩) 0 સપુરુષ હાથે ઝાલીને વ્રત આપે ત્યારે લો. જ્ઞાનીપુરુષ પરમાર્થનો જ ઉપદેશ આપે છે. મુમુક્ષુઓએ
સાચાં સાધનો સેવવા યોગ્ય છે. (પૃ. ૭૨૬) T માણસો વરસાદ આવે ત્યારે પાણી ટાંકામાં ભરી રાખે છે, તેમ મુમુક્ષુ જીવો આટલો આટલો ઉપદેશ