Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
૪૨૯
મહત્તા,
| મમી
3 શાસ્ત્રમાં માર્ગ કહ્યો છે, મર્મ કહ્યો નથી. મર્મ તો પુરુષના અંતરાત્મામાં રહ્યો છે. (પૃ. ૧૮૪). 0 હે શિષ્ય! દેહમાં જે આત્મતા મનાઈ છે, અને તેને લીધે સ્ત્રીપુત્રાદિ સર્વમાં અહંમમત્વપણું વર્તે છે, તે આત્મતા જો આત્મામાં જ મનાય, અને તે દેહાધ્યાસ એટલે દેહમાં આત્મબુદ્ધિ તથા આત્મામાં દેહબુદ્ધિ
છે તે છૂટે, તો તું કર્મનો કર્તા પણ નથી, ભોક્તા પણ નથી; અને એ જ ધર્મનો મર્મ છે. (પૃ. ૫૫૪) મહત્તા n મહત્તાનું મૂળ શું? કોઇની પાસે પ્રાર્થના (યાચના) ન કરવી તે. (પૃ. ૧૫) T કેટલાક લક્ષ્મીથી કરીને મહત્તા મળે છે એમ માને છે, કેટલાક મહાન કુટુંબથી મહત્તા મળે છે એમ માને
છે. કેટલાક પુત્ર વડે કરીને મહત્તા મળે છે એમ માને છે. કેટલાક અધિકારથી મહત્તા મળે છે એમ માને છે. પણ એ એમનું માનવું વિવેકથી જોતાં મિથ્યા છે. એઓ જેમાં મહત્તા ઠરાવે છે તેમાં મહત્તા નથી, પણ લઘુતા છે. લક્ષ્મીથી સંસારમાં ખાનપાન, માન, અનુચરો પર આજ્ઞા, વૈભવ, એ સઘળું મળે છે અને એ મહત્તા છે, એમ તમે માનતા હશો, પણ એટલેથી એને મહત્તા માનવી જોઈતી નથી. લક્ષ્મી અનેક પાપ વડે કરીને પેદા થાય છે. આવ્યા પછી અભિમાન, બેભાનતા, અને મૂઢતા આપે છે. કુટુંબસમુદાયની મહત્તા મેળવવા માટે તેનું પાલનપોષણ કરવું પડે છે. તે વડે પાપ અને દુઃખ સહન કરવા પડે છે. આપણે ઉપાધિથી પાપ કરી એનું ઉદર ભરવું પડે છે. પુત્રથી કરીને કંઈ શાશ્વત નામ રહેતું નથી. એને માટે થઇને પણ અનેક પ્રકારનાં પાપ અને ઉપાધિ વેઠવી પડે છે, છતાં એથી આપણું મંગળ શું થાય છે? અધિકારથી પરતંત્રતા કે અમલમદ અને એથી જાલમ, અનીતિ, લાંચ તેમ જ અન્યાય કરવા પડે છે કે થાય છે; કહો ત્યારે એમાંથી મહત્તા શાની થાય છે ? માત્ર પાપજન્ય કર્મની, પાપી કર્મ વડે કરી આત્માની નીચ ગતિ થાય છે; નીચ ગતિ છે ત્યાં મહત્તા નથી પણ લઘુતા છે. (પૃ. ૬૮-૯). D આત્માની મહત્તા તો સત્યવચન, દયા, ક્ષમા, પરોપકાર અને સમતામાં રહી છે. લક્ષ્મી છે. એ તો
કર્મમહત્તા છે. એમ છતાં લક્ષ્મીથી શાણા પુરુષો દાન દે છે. ઉત્તમ વિદ્યાશાળાઓ સ્થાપી પરદુઃખભંજન થાય છે. એક સ્ત્રીથી કરીને તેમાં માત્ર વૃત્તિ રોકી પરસ્ત્રી તરફ પુત્રીભાવથી જુએ છે. કુટુંબ વડે કરીને ' અમુક સમુદાયનું હિતકામ કરે છે. પુત્ર વડે તેને સંસારભાર આપી પોતે ધર્મમાર્ગમાં પ્રવેશ કરે છે.
અધિકારથી ડહાપણ વડે આચરણ કરી રાજાપ્રજા બન્નેનું હિત કરી ધર્મનીતિનો પ્રકાશ કરે છે. એમ કરવાથી કેટલીક ખરી મહત્તા પમાય છે; છતાં એ મહત્તા ચોકકસ નથી. મરણભય માથે રહ્યો છે. ધારણા ઘરી રહે છે. યોજેલી યોજના કે વિવેક વખતે સ્પ્રયમાંથી જતો રહે એવી સંસારમોહિની છે; એથી આપણે એમ નિઃસંશય સમજવું કે સત્યવચન, દયા, ક્ષમા, બ્રહ્મચર્ય અને સમતા જેવી આત્મહત્તા કેાઈ સ્થળે નથી. શુદ્ધ પંચ મહાવ્રતધારી ભિક્ષુકે જે રિદ્ધિ અને મહત્તા મેળવી છે તે બ્રહ્મદત્ત જેવા ચક્રવર્તીએ લક્ષ્મી, કુટુંબ, પુત્ર કે અધિકારથી મેળવી નથી, એમ મારું માનવું છે ! (પૃ. ૯) જીવે મારાપણું લાવવું નહીં; મોટાઈ અને મહત્તા મૂકયા વગર સમ્યમાર્ગ આત્મામાં પરિણામ પામે નહીં. (પૃ. ૭૧૫). D સંબંધિત શિર્ષક : મોટાઈ