Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
મિથ્યાત્વી (ચાલુ)
૪૪૦
અથવા ગમે તેવા ગ્રંથો મિથ્યાવૃષ્ટિ વાંચે તો મિથ્યાત્વરૂપે પરિણમે. (પૃ. ૬૯૮)
D મિથ્યાવૃષ્ટિનાં પૂર્વનાં જપતપ હજી સુધી એક આત્મહિતાર્થે થયાં નથી ! (પૃ. ૭૦૪)
મિથ્યાવૃષ્ટિ સમકિતી પ્રમાણે જપતપાદિ કરે છે, એમ છતાં મિથ્યાવૃષ્ટિનાં જપતપાદિ મોક્ષનાં હેતુભૂત થતાં નથી, સંસારના હેતુભૂત થાય છે. સમકિતીનાં જપતપાદિ મોક્ષનાં હેતુભૂત થાય છે.
સમકિતી દંભરહિત કરે છે, આત્માને જ નિંદે છે, કર્મો કરવાનાં કારણોથી પાછો હઠે છે. આમ કરવાથી તેના અહંકારાદિ સહેજે ઘટે છે. અજ્ઞાનીનાં બધાં જપતપાદિ અહંકાર વધારે છે, અને સંસારના હેતુ થાય છે. (પૃ. ૬૯૭)
મિથ્યાવૃષ્ટિની ક્રિયા સફળ છે, ફળે કરીને સહિત છે, અર્થાત્ તેને પુણ્ય પાપ ફળનું બેસવાપણું છે; સમ્યદૃષ્ટિની ક્રિયા અફળ છે, ફળ રહિત છે, તેને ફળ બેસવાપણું નથી, અર્થાત્ નિર્જરા છે. એકની, મિથ્યાવૃષ્ટિની ક્રિયાનું સંસા૨હેતુક સફળપણું અને બીજાની, સદૃષ્ટિની ક્રિયાનું સંસારહેતુક અફળપણું એમ પરમાર્થ સમજવા યોગ્ય છે. (પૃ. ૬૭૪)
E સંબંધિત શિર્ષક : અજ્ઞાની
મુક્તિ
D પોતાને પોતાનું ભાન થવું, પોતે પોતાનું જ્ઞાન પામવું, જીવન્મુક્ત થવું. (પૃ. ૭૧૪) દેહાદિનો અભાવ થવો, મૂર્છાનો નાશ થવો તે જ મુક્તિ. (પૃ. ૭૧૯)
D અત્યંત ચૈતન્યનું સ્થિર થવું તે ‘મુક્તિ’. (પૃ. ૭૭૫)
પરમાણુ ભેળાં થાય નહીં એટલે કે આત્માને ૫૨માણુનો સંબંધ નહીં ત્યારે મુક્તિ, પરસ્વરૂપમાં નહીં મળવું તે મુક્તિ. (પૃ. ૭૧૪)
અન્ય સંબંધી જે તાદાત્મ્યપણું ભાસ્યું છે, તે તાદાત્મ્યપણું નિવૃત્ત થાય તો સહજસ્વભાવે આત્મા મુક્ત જ છે; એમ શ્રી ઋષભાદિ અનંત જ્ઞાનીપુરુષો કહી ગયા છે, યાવત્ તથારૂપમાં શમાયા છે. (પૃ. ૪૩૮)
જે કાળે જ્ઞાનથી અજ્ઞાન નિવૃત્ત થયું તે જ કાળે જ્ઞાની મુક્ત છે. (પૃ. ૩૩૩)
સર્વ અન્યભાવથી આત્મા રહિત છે, કેવળ એમ જેને અનુભવ વર્તે છે તે ‘મુક્ત’ છે.
બીજાં સર્વ દ્રવ્યથી અસંગપણું, ક્ષેત્રથી અસંગપણું, કાળથી અસંગપણું અને ભાવથી અસંગપણું સર્વથા જેને વર્તે છે તે ‘મુક્ત' છે.
અટળ અનુભવસ્વરૂપ આત્મા સર્વ દ્રવ્યથી પ્રત્યક્ષ જુદો ભાસવો ત્યાંથી મુક્તદશા વર્તે છે. તે પુરુષ મૌન થાય છે, તે પુરુષ અપ્રતિબદ્ધ થાય છે, તે પુરુષ અસંગ થાય છે, તે પુરુષ નિર્વિકલ્પ થાય છે અને તે પુરુષ મુક્ત થાય છે. (પૃ. ૬૦૪)
D આ આત્મભાવ છે, અને આ અન્યભાવ છે, એવું બોધબીજ આત્માને વિષે પરિણમિત થવાથી અન્યભાવને વિષે સહેજે ઉદાસીનતા ઉત્પન્ન થાય છે, અને તે ઉદાસીનતા અનુક્રમે તે અન્યભાવથી સર્વથા મુક્તપણું કરે છે. (પૃ. ૪૨૧)