________________
૪૪૪
મુનિ (ચાલુ) સર્વ જિન ભગવંતોએ આશ્રર્યકારક (અદ્ભુત ઉપકારભૂત) એવું તપ કર્મ નિત્યને અર્થે ઉપદેશ્ય. (તે આ પ્રમાણે :) સંયમના રક્ષણાર્થે સમ્યફવૃત્તિએ એક વખત આહારગ્રહણ. (દશવૈકાલિકસૂત્ર.) (પૃ. ૨૨૭). I બે વખત ઉપદેશ અને એક વખત આહારગ્રહણ તથા નિદ્રાસમય વિના બાકીનો અવકાશ મુખ્યપણે
આત્મવિચારમાં. “પદ્મનંદી' આદિ શાસ્ત્રાવલોકનમાં અને આત્મધ્યાનમાં વ્યતીત કરવા યોગ્ય છે. (પૃ. ૪૫૨) T બાર કુળની ગોચરી કહી છે તેવી કેટલાક મુનિઓ કરતા નથી. તેમને લૂગડાં આદિ પરિગ્રહનો મોહ
મટયો નથી. એક વાર આહાર લેવાનું કહ્યું છતાં બે વાર લે છે. (પૃ. ૭૩૧) T મુનિઓની વૃત્તિ અલૌકિક હોવી જોઇએ; તેને બદલે હાલ લૌકિક જોવામાં આવે છે. (પૃ. ૭૭૬) T કહેવાતા આધુનિક મુનિઓનો સ્ત્રાર્થ શ્રવણને પણ અનુકૂળ નથી. (પૃ. ૨૫૦) D પ્રભુપૂજામાં પુષ્પ ચડાવવામાં આવે છે, તેમાં જે ગૃહસ્થને લીલોતરીનો નિયમ નથી તે પોતાના હેતુએ
તેનો વપરાશ કમ કરી ફૂલ પ્રભુને ચડાવે. ત્યાગી મુનિને તો પુષ્પ ચડાવવાનો છે તેના ઉપદેશનો સર્વથા
નિષેધ છે. આમ પૂર્વાચાર્યોનું પ્રવચન છે. (પૃ. ૬૭૮) T શિષ્યાદિ અથવા ભકિતના કરનારાઓ માર્ગથી પડશે અથવા અટકી જશે એવી ભાવનાથી જ્ઞાની પુરુષ પણ વર્તે તો જ્ઞાની પુરુષને પણ નિરાવરણશાન તે આવરણરૂપ થાય. માટે આને આમ કહીશું તો ઠીક, અથવા આને આમ નહીં કહેવાય તો ખોટું એ વગેરે વિકલ્પો સાધુ-મુનિઓએ ન કરવા. (પૃ. ૬૮૩). જે વસ્ત્ર, પાત્ર, કામળા, રજોહરણ છે, તે પણ સંયમની રક્ષા માટે થઈને સાધુ ઘારણ કરે, નહીં તો
ત્યાગે. (પૃ. ૧૮૬) T કંઈ પણ પદાર્થ બીજાને આપવાની મુનિને ભગવાને આજ્ઞા આપી નથી. દેહને ધૂર્મસાધન ગણી તેને નિભાવવા માટે જે કાંઇ આજ્ઞા આપી છે તે આપી છે; બાકી બીજાને કંઈ પણ આપવાની ભગવાને આજ્ઞા આપી નથી. આજ્ઞા આપી હોત તો પરિગ્રહ વધત, અને તેથી કરી અનુક્રમે અન્ન, પાણી વગેરે લાવીને કુટુંબનું અથવા બીજાનું પોષણ કરીને દાનેશ્વરી થાત. માટે મુનિએ વિચારવું કે તીર્થકરે જે કાંઈ રાખવાની આજ્ઞા આપી છે તે માત્ર તારા પોતાને માટે, અને તે પણ લૌકિક દ્રષ્ટિ મુકાવી સંયમમાં જોડવાને આપી છે. મુનિ ગૃહસ્થને ત્યાંથી એક સોય લાવ્યો હોય, અને તે ખોવાઈ જવાના કારણથી પણ પાછી ન આપે તો તેણે ત્રણ ઉપવાસ કરવા એવી જ્ઞાની પુરુષોએ આજ્ઞા કરી છે; તેનું કારણ એ છે કે તે ઉપયોગશૂન્ય રહ્યો. જો આટલો બધો બોજો ન મૂક્યો હોત, તો બીજી વસ્તુઓ લાવવાનું મન થાત; અને કાળે કરી પરિગ્રહ વધારી, મુનિપણું ખોઈ બેસત. જ્ઞાનીએ આવો આકરો માર્ગ પ્રરૂપ્યો છે તેનું કારણ એ છે કે તે જાણે છે કે આ જીવ વિશ્વાસ કરવા યોગ્ય નથી; કારણ કે તે ભ્રાંતિવાળો છે. જો છૂટ આપી હશે તો કાળે કરી તેવા તેવા પ્રકારમાં વિશેષ પ્રવર્તશે એવું જાણી જ્ઞાનીએ સોય જેવી નિર્જીવ વસ્તુના સંબંધમાં આ પ્રમાણે વર્તવાની આજ્ઞા કરી છે. લોકની દ્રષ્ટિમાં આ વાત સાધારણ છે, પણ જ્ઞાનીની દ્રષ્ટિમાં તેટલી છૂટ પણ મૂળથી પાડી દે તેવી મોટી લાગે છે. (પૃ. ૭૦૧-૨) સંબંધિત શિર્ષકો દીક્ષા. નિગ્રંથ. વિરતિ. સંત. સાધુ