________________
મુનિ (ચાલુ)
પ્ર0 જૈન મુનિઓના મુખ્ય આચાર શા છે ?
ૐ પાંચ મહાવ્રત, દશવિધિ યતિધર્મ, સપ્તદવિધિ સંયમ, દવિધિ વૈયાવૃત્ય, નવવિધિ બ્રહ્મચર્ય, દ્વાદશ પ્રકારનાં તપ, ક્રોધાદિક ચાર પ્રકારના કષાયનો નિગ્રહ; વિશેષમાં જ્ઞાન, દર્શન, ચારિત્રનું આરાધન ઇત્યાદિક અનેક ભેદ છે.
૪૪૩
પ્ર0 જૈન મુનિઓના જેવાં જ સંન્યાસીઓનાં પંચ યામ છે; બૌદ્ધધર્મનાં પાંચ મહાશીલ છે. એટલે એ આચારમાં તો જૈન મુનિઓ અને સંન્યાસીઓ તેમ જ બૌદ્ધમુનિઓ સરખા ખરા કે ?
૯૦
નહીં.
પ્ર૦
કેમ નહીં?
૦ એઓનાં પંચ યામ અને પંચ મહાશીલ અપૂર્ણ છે. મહાવ્રતના પ્રતિભેદ જૈનમાં અતિ સૂક્ષ્મ છે. પેલા બેના સ્થૂળ છે.
પ્ર૦ સૂક્ષ્મતાને માટે દૃષ્ટાંત આપો જોઇએ ?
ઉત્કૃષ્ટાંત દેખીતું જ છે. પંચયામીઓ કંદમૂળાદિક અભક્ષ્ય ખાય છે; સુખશય્યામાં પોઢે છે; વિવિધ જાતનાં વાહનો અને પુષ્પોનો ઉપભોગ લે છે; કેવળ શીતળ જળથી વ્યવહાર કરે છે. રાત્રિએ ભોજન લે છે. એમાં થતો અસંખ્યાતા જંતુનો વિનાશ, બ્રહ્મચર્યનો ભંગ એની સૂક્ષ્મતા તેઓના જાણવામાં નથી. તેમ જ માંસાદિક અભક્ષ્ય અને સુખશીલિયાં સાધનોથી બૌદ્ધમુનિઓ યુક્ત છે. જૈનમુનિઓ તો કેવળ એથી વિરક્ત જ છે. (પૃ. ૧૩૧)
D અશુદ્ધ આહાર જળ ન લઉં. કેશલોચન કરું. પરિષહ પ્રત્યેક પ્રકારે સહન કરું. તત્ત્વજ્ઞાનનો અભ્યાસ કરું. કંદમૂળનું ભક્ષણ ન કરું. કોઇ વસ્તુ જોઇ રાચું નહીં. આજીવિકા માટે ઉપદેશક થઉં નહીં. તારા નિયમને તોડું નહીં. શ્રુતજ્ઞાનની વૃદ્ધિ કરું. (પૃ. ૧૪૨)
I લોભથી તૃણનો પણ સ્પર્શ કરવો નહીં. જે રાત્રિવાસ એવો કંઇ પદાર્થ રાખવા ઇચ્છે તે મુનિ નહીં પણ ગૃહસ્થ. (પૃ. ૧૮૬)
જે જીવો મોહનિદ્રામાં સૂતા છે તે અમુનિ છે; નિરંતર આત્મવિચારે કરી મુનિ તો જાગૃત રહે; પ્રમાદીને સર્વથા ભય છે, અપ્રમાદીને કોઇ રીતે ભય નથી, એમ શ્રી જિને કહ્યું છે. (પૃ. ૪૫૧)
D હે મુનિઓ માં જ્યાં સુધી કેવળ સમવસ્થાનરૂપ સહજ સ્થિતિ સ્વાભાવિક ન થાય ત્યાં સુધી તમે ધ્યાન અને સ્વાધ્યાયમાં લીન રહો.
જીવ કેવળ સ્વાભાવિક સ્થિતિમાં સ્થિત થાય ત્યાં કંઇ કરવું રહ્યું નથી. જ્યાં જીવનાં પરિણામ વર્ધમાન, હીયમાન થયા કરે છે ત્યાં ધ્યાન કર્તવ્ય છે. અર્થાત્ ધ્યાનલીનપણે સર્વ બાહ્યદ્રવ્યના પરિચયથી વિરામ પામી નિજસ્વરૂપના લક્ષમાં રહેવું ઉચિત છે.
ઉદયના ધક્કાથી તે ધ્યાન જ્યારે જ્યારે છૂટી જાય ત્યારે ત્યારે તેનું અનુસંધાન ઘણી ત્વરાથી કરવું. વચ્ચેના અવકાશમાં સ્વાધ્યાયમાં લીનતા કરવી. સર્વ પદ્રવ્યમાં એક સમય પણ ઉપયોગ સંગ ન પામે એવી દશાને જીવ ભજે ત્યારે કેવળજ્ઞાન ઉત્પન્ન થાય. (પૃ. ૮૨૦)
Dભગવાન જિને આશ્ચર્યકારક એવી નિષ્પાપવૃત્તિ (આહારગ્રહણ) મુનિઓને ઉપદેશી. (તે પણ શા અર્થ ?) માત્ર મોક્ષસાધનને અર્થે. મુનિને દેહ જોઈએ તેના ધારણાર્થે. (બીજા કોઇ પણ હેતુથી નહીં.)