Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
૪૪૧
મુક્તિ (ચાલુ)
D આ જીવૅ નવપૂર્વ સુધી જ્ઞાન મેળવ્યું તોપણ કાંઇ સિદ્ધિ થઇ નહીં, તેનું કારણ વિમુખદશાએ પરિણમવાનું છે. જો સન્મુખદશાએ પરિણમ્યા હોય તો તત્ક્ષણ મુક્ત થાય. (પૃ. ૭૭૧)
D સમ્યપ્રકારે જ્ઞાનીને વિષે અખંડ વિશ્વાસ રાખવાનું ફળ નિશ્ચયે મુક્તપણું છે. (પૃ. ૩૧૪)
અનંતકાળથી જીવ રખડે છે, છતાં તેનો મોક્ષ થયો નહીં. જયારે જ્ઞાનીએ એક અંતર્મુહૂર્તમાં મુક્તપણું બતાવ્યું છે ! જીવ જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે શાંતપણામાં વિચરે તો અંતર્મુહૂર્તમાં મુક્ત થાય છે. (પૃ. ૭૬૬)
॥ જે આત્મા મુક્ત થયા છે તે આત્મા કંઇ સ્વચ્છંદવર્તનાથી મુક્ત થયા નથી, પણ આપ્ત પુરુષે બોધેલા માર્ગના પ્રબળ અવલંબનથી મુક્ત થયા છે. (પૃ. ૧૭૧)
સર્વ પ્રકા૨નાં સર્વાંગ સમાધાન વિના સર્વ કર્મથી મુક્ત થવું અશક્ય છે, એવો વિચાર અમારા ચિત્તમાં રહે છે, અને સર્વ પ્રકારનું સમાધાન થવા માટે અનંતકાળ પુરુષાર્થ કરવો પડતો હોય તો ઘણું કરી કોઇ જીવ મુક્ત થઇ શકે નહીં; તેથી એમ જણાય છે કે અલ્પકાળમાં તે સર્વ પ્રકારનાં સમાધાનના ઉપાય હોવા યોગ્ય છે; જેથી મુમુક્ષુ જીવને નિરાશાનું કારણ પણ નથી. (પૃ. ૪૭૪)
આત્માને આટલું જ પૂછવાની જરૂર છે, કે જો મુક્તિને ઇચ્છે છે તો સંકલ્પ-વિકલ્પ, રાગ-દ્વેષને મૂક અને તે મૂકવામાં તને કંઇ બાધા હોય તો તે કહે. તે તેની મેળે માની જશે અને તે તેની મેળે મૂકી દેશે. (પૃ. ૧૭૦)
ઇન્દ્રિયોના ભોગસહિત મુક્તપણું નથી. ઇન્દ્રિયોના ભોગ છે ત્યાં સંસાર છે; ને સંસાર છે ત્યાં મુક્તપણું નથી. (પૃ. ૭૬૫)
D પાપ કર્યું કાંઇ મુક્તિ હોય નહીં. (પૃ. ૭૧૩)
D જગતની વાત જાણવી તેને શાસ્ત્રમાં મુક્તિ કહી નથી. પણ નિરાવરણ થાય ત્યારે મોક્ષ. (પૃ. ૭૩૫) પોતાના દોષો ટળે એવા પ્રશ્ન કરે તો દોષ ટળવાનું કારણ થાય. જીવના દોષ ઘટે, ટળે તો મુક્તિ થાય. (પૃ. ૭૩૫)
T' નિગ્રંથ મહાત્માઓનાં દર્શન અને સમાગમ મુક્તિની સમ્યક્ પ્રતીતિ કરાવે છે. (પૃ. ૬૫૦)
D બંધ, મોક્ષની યથાર્થ વ્યવસ્થા જે દર્શનને વિષે યથાર્થપણે કહેવામાં આવી છે, તે દર્શન નિકટ મુક્તપણાનું કારણ છે; અને એ યથાર્થ વ્યવસ્થા કહેવાને જોગ્ય જો કોઇ અમે વિશેષપણે માનતા હોઇએ તો તે શ્રી તીર્થંકરદેવ છે. (પૃ. ૩૧૪)
પ્ર૦ આત્મા એક છે કે અનેક છે ?
ઉ૦ જો આત્મા એક જ હોય તો પૂર્વે રામચંદ્રજી મુક્ત થયા છે, અને તેથી સર્વની મુક્તિ થવી જોઇએ; અર્થાત્ એકની મુક્તિ થઇ હોય તો સર્વની મુક્તિ થાય; અને તો પછી બીજાને સત્શાસ્ત્ર, સદ્ગુરુ આદિ સાધનોની જરૂર નથી.
પ્ર૦ મુક્તિ થયા પછી એકાકાર થઇ જાય છે ?
ઉ જો મુક્ત થયા પછી એકાકાર થઇ જતું હોય, તો સ્વાનુભવ આનંદ અનુભવે નહીં. એક પુરુષ અહીં આવી બેઠો; અને તે વિદેહ મુક્ત થયો. ત્યાર પછી બીજો અહીં આવી બેઠો. તે પણ મુક્ત