________________
મુક્તિ (ચાલુ)
૪૪૨
થયો. આથી કરી કાંઇ ત્રીજો મુક્ત થયો નહીં.
એક આત્મા છે તેનો આશય એવો છે કે સર્વ આત્મા વસ્તુપણે સરખા છે; પણ સ્વતંત્ર છે, સ્વાનુભવ કરે છે. આ કારણથી આત્મા પ્રત્યેક છે. ‘આત્મા એક છે, માટે તારે બીજી કાંઇ ભ્રાંતિ રાખવાની જરૂર નથી, જગત કાંઇ છે જ નહીં એવા ભ્રાંતિરહિતપણાસહિત વર્તવાથી મુક્તિ છે' એમ જે કહે છે તેણે વિચારવું જોઇએ કે, તો એકની મુક્તિએ સર્વની મુક્તિ થવી જ જોઇએ. પણ એમ નથી થતું માટે આત્મા પ્રત્યેક છે.
જગતની ભ્રાંતિ ટળી ગઇ એટલે એમ સમજવાનું નથી કે ચંદ્રસૂર્યાદિ ઊંચેથી પડી જાય છે, આત્માને વિષેથી ભ્રાંતિ ટળી ગઇ એમ આશય સમજવાનો છે.
રૂઢિએ કાંઇ કલ્યાણ નથી. આત્મા શુદ્ધ વિચારને પામ્યા વિના કલ્યાણ થાય નહીં. (પૃ. ૭૦૧) સંબંધિત શિર્ષક : મોક્ષ
મુદ્રા
અહો સત્પુરુષનાં વચનામૃત, મુદ્રા અને સત્તમાગમ ! સુષુપ્ત ચેતનને જાગૃત કરનાર, પડતી વૃત્તિને સ્થિર રાખનાર, દર્શનમાત્રથી પણ નિર્દોષ અપૂર્વ સ્વભાવને પ્રેરક, સ્વરૂપપ્રતીતિ, અપ્રમત્ત સંયમ, અને પૂર્ણ વીતરાગ નિર્વિકલ્પ સ્વભાવનાં કારણભૂત; - છેલ્લે અયોગી સ્વભાવ પ્રગટ કરી અનંત અવ્યાબાધ સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર ! ત્રિકાળ જયવંત વર્તો ! ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ (પૃ. ૬૩૪-૫)
જિનમુદ્રા બે પ્રકારે છે :- કાયોત્સર્ગ અને પદ્માસન. પ્રમાદ ટાળવાને બીજાં ઘણાં આસનો કર્યા છે, પણ મુખ્યત્વે આ બે આસનો છે. (પૃ. ૭૭૦)
દર્શનયોગ્ય મુદ્રા કઇ ? વીતરાગતા સૂચવે તે. (પૃ. ૬૭૧)
સત્પુરુષો કહેતા નથી, કરતા નથી; છતાં તેની સત્પુરુષતા નિર્વિકાર મુખમુદ્રામાં રહી છે. (પૃ. ૧૫૯) વિભંગ જ્ઞાન - દર્શન અન્ય દર્શનમાં માનવામાં આવ્યું છે. એમાં મુખ્ય પ્રવર્તકોએ જે ધર્મમાર્ગ બોધ્યો છે, તે સમ્યક્ થવા સ્યાન્મુદ્રા જોઇએ.
સ્યાન્મુદ્રા તે સ્વરૂપસ્થિત આત્મા છે. શ્રુતજ્ઞાનની અપેક્ષાએ સ્વરૂપસ્થિત આત્માએ કહેલી શિક્ષા છે. (પૃ. ૭૯૫)
મુનિ
મુનિ=જેને અવધિ, મનઃપર્યવ જ્ઞાન હોય તથા કેવળજ્ઞાન હોય તે. (પૃ. ૭૮૩)
જ્યાં આત્મજ્ઞાન હોય ત્યાં મુનિપણું હોય, અર્થાત્ આત્મજ્ઞાન ન હોય ત્યાં મુનિપણું ન જ સંભવે. નં સંમંતિ પાસહ તે મોળંતિ પાસ' - જ્યાં સમકિત એટલે આત્મજ્ઞાન છે ત્યાં મુનિપણું જાણો એમ ‘આચારાંગસૂત્ર’માં કહ્યું છે, એટલે જેમાં આત્મજ્ઞાન હોય તે સાચા ગુરુ છે એમ જાણે છે. (પૃ. ૫૩૭) ઘણું કરીને પ્રયોજન વિના બોલવું જ નહીં તેનું નામ મુનિપણું. રાગદ્વેષ ને અજ્ઞાન વિના યથાસ્થિત વસ્તુનું સ્વરૂપ કહેતાં બોલતાં છતાં પણ મુનિપણું મૌનપણું જાણવું. (પૃ. ૬૭૬)