________________
માર્ગ (ચાલુ)
૪૩૬ બળવીર્યની હીનતા, એવાં કારણોથી રહિત કોઈક જ જીવ હશે, એવા આ કાળને વિષે પૂર્વે કયારે પણ નહીં જાણેલો, નહીં પ્રતીત કરેલો, નહીં આરાધેલો તથા નહીં સ્વભાવસિદ્ધ થયેલો એવો “માર્ગ' પ્રાપ્ત કરવો દુષ્કર હોય એમાં આશ્રર્ય નથી; તથાપિ જેણે તે પ્રાપ્ત કરવા સિવાય બીજો કોઈ લક્ષ રાખ્યો જ
નથી તે આ કાળને વિષે પણ અવશ્ય તે માર્ગને પામે છે. (પૃ. ૫૬૧). T બાહ્ય પરિચયને વિચારી વિચારીને નિવૃત્ત કરવો એ છૂટવાનો એક પ્રકાર છે. જીવ આ વાત જેટલી
વિચારશે તેટલો જ્ઞાનીપુરુષનો માર્ગ સમજવાનો સમય સમીપ પ્રાપ્ત થશે. (પૃ. ૪૪૯). 0 ચિત્તની માયાના પ્રસંગોમાં આકુળવ્યાકુળતા હોય, અને તેમાં આત્મા ચિંતિત રહ્યા કરે, એ ઈશ્વરપ્રસન્નતાનો માર્ગ છે કે કેમ ? અને પોતાની બુદ્ધિએ નહીં, તથાપિ લોકપ્રવાહને લઈને પણ કુટુંબાદિકને કારણે શોચનીય થવું એ વાસ્તવિક માર્ગ છે કે કેમ? આપણે આકુળ થવાથી કંઈ કરી શકીએ
છીએ કે કેમ? અને જો કરી શકીએ છીએ તો પછી ઈશ્વર પર વિશ્ર્વાસ શું ફળદાયક છે? (પૃ. ૨૮૦). 1 જેટલી આકુળતા છે તેટલો માર્ગનો વિરોધ છે, એમ જ્ઞાની પુરુષો કહી ગયા છે. (પૃ. ૩૯૩)
વ્યાવહારિક પ્રસંગ સંબંધી ચોતરફથી ચિંતા ઉત્પન્ન થાય એવાં કારણો જોઈને પણ નિર્ભયતા, આશ્રય રાખવા યોગ્ય છે. માર્ગ એવો છે. (પૃ. ૩૩૮) D ભવસ્થિતિની પરિપકવતા થયા વિના, દીનબંધુની કૃપા વિના, સંતના ચરણ સેવ્યા વિના ત્રણે કાળમાં
માર્ગ મળવો દુર્લભ છે. (પૃ. ૨૫૨) જયાં સુધી તે પ્રાપ્તિ (સ્વપ્રાપ્તિભાન) ન થાય ત્યાં સુધી જીવને કંઈ સુખ કહેવું ઘટતું નથી, દુઃખી કહેવો ઘટે છે, એમ દેખી અત્યંત અનંત કરુણા પ્રાપ્ત થઈ છે જેને, એવા આપ્તપુરુષે દુઃખ મટવાનો માર્ગ જાણ્યો છે, જે તે કહેતા હતા, કહે છે, ભવિષ્યકાળે કહેશે. તે માર્ગ એ કે જીવનું સ્વાભાવિકપણું પ્રગટયું છે જેને વિષે, જીવનું સ્વાભાવિક સુખ પ્રગટયું છે જેને વિષે, એવો જ્ઞાની પુરુષ તે જ તે અજ્ઞાનપરિણતિ અને તેથી પ્રાપ્ત થયું જે દુઃખ પરિણામ તેથી નિવારી આત્માને સ્વાભાવિકપણે સમજાવી શકવા યોગ્ય છે, કહી શકવાને યોગ્ય છે; અને તે વચન સ્વાભાવિક આત્મા જાણ્યાપૂર્વક હોવાથી તે દુઃખ મટાડી શકવાને બળવાન છે. માટે તે વચન જો કોઈ પણ પ્રકારે જીવને શ્રવણ થાય, તે અપૂર્વભાવરૂપ જાણી તેમાં પરમ પ્રેમ વર્તે, તો તત્કાળ અથવા અમુક અનુક્રમે આત્માનું
સ્વાભાવિકપણું પ્રગટ થાય. (પૃ. ૩૪૧-૨). | જ્ઞાની અનુકંપા અર્થે માર્ગ બોધે છે. (પૃ. ૭૧૧) 1 અહો ! સવોત્કૃષ્ટ શાંત રસમય સન્માર્ગ, અહો ! તે સર્વોત્કૃષ્ટ શાંત રસપ્રધાન માર્ગના મૂળ
સર્વજ્ઞદેવ; અહો ! તે સર્વોત્કૃષ્ટ શાંત રસ સુપ્રતીત કરાવ્યો એવા પરમકૃપાળુ સદ્ગુરુદેવ; આ વિશ્વમાં
સર્વકાળ તમે જયવંત વર્તા, જયવંત વર્તે. (પૃ. ૮૩૦) T સંબંધિત શિર્ષકો : ક્રિયામાર્ગ, જૈનમાર્ગ, જ્ઞાનમાર્ગ, જ્ઞાનીનો માર્ગ, પરમાર્થમાર્ગ, ભક્તિમાર્ગ,
મૂળમાર્ગ, મોક્ષમાર્ગ, યોગમાર્ગ માર્ગાનુસારી D “આત્મા” જે પદાર્થને તીર્થંકરે કહ્યો છે, તે જ પદાર્થની તે જ સ્વરૂપે પ્રતીતિ થાય, તે જ પરિણામે આત્મા
સાક્ષાત્ ભાસે ત્યારે તેને પરમાર્થસમ્યક્ત્વ છે, એવો શ્રી તીર્થંકરનો અભિપ્રાય છે.