Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
માર્ગ (ચાલુ)
કરાવું છું. (પૃ. ૨૬૪)
D` સાચો માર્ગ એક જ છે; માટે આગ્રહ રાખવો નહીં, હું હુંઢિયો છું, હું તપો છું, એવી કલ્પના રાખવી નહીં. (પૃ. ૭૨૯)
૪૩૫
D માર્ગ અને ઉન્માર્ગનું ઓળખાણ થવું જોઇએ. (પૃ. ૭૧૯)
:
D માર્ગ બે પ્રકારે છે : એક લૌકિક માર્ગ અને બીજો લોકોત્તર માર્ગ; જે એકબીજાથી વિરુદ્ધ છે. લૌકિક માર્ગથી વિરુદ્ધ જે લોકોત્તર માર્ગ તે પાળવાથી તેનું ફળ તેથી વિરુદ્ધ એવું જે લૌકિક તે હોય નહીં. જેવું કૃત્ય તેવું ફળ. (પૃ. ૭૩૭)
માર્ગ બે પ્રકારનો જાણીએ છીએ. એક ઉપદેશ થવા અર્થેનો માર્ગ, એક વાસ્તવ્ય માર્ગ. (પૃ. ૩૨૬)
D જ્ઞાનીપુરુષને નવ વાડ વિશુદ્ધ બ્રહ્મચર્યદશા વર્તે ત્યારથી જે સંયમમુખ પ્રગટે છે તે અવર્ણનીય છે. ઉપદેશમાર્ગ પણ તે સુખ પ્રગટયે પ્રરૂપવા યોગ્ય છે. (પૃ. ૪૬૬)
નિરંતર ઉદાસીનતાનો ક્રમ સેવવો; સત્પુરુષની ભક્તિ પ્રત્યે લીન થવું; સત્પુરુષોનાં ચરિત્રોનું સ્મરણ કરવું; સત્પુરુષોનાં લક્ષણનું ચિંતન કરવું; સત્પુરુષોની મુખાકૃતિનું હૃદયથી અવલોકન કરવું; તેનાં મન, વચન, કાયાની પ્રત્યેક ચેષ્ટાનાં અદ્ભુત રહસ્યો ફરી ફરી નિદિધ્યાસન કરવાં; તેઓએ સમ્મત કરેલું સર્વ સમ્મત કરવું.
આ જ્ઞાનીઓએ હ્દયમાં રાખેલું, નિર્વાણને અર્થે માન્ય રાખવા યોગ્ય, શ્રદ્ધવા યોગ્ય, ફરી ફરી ચિંતવવા યોગ્ય, ક્ષણે ક્ષણે, સમયે સમયે તેમાં લીન થવા યોગ્ય, ૫૨મ રહસ્ય છે. અને એ જ સર્વ શાસ્ત્રનો, સર્વ સંતના હૃદયનો, ઇશ્વરના ઘરનો મર્મ પામવાનો મહા માર્ગ છે. અને એ સઘળાનું કારણ કોઇ વિદ્યમાન સત્પુરુષની પ્રાપ્તિ, અને તે પ્રત્યે અવિચળ શ્રદ્ધા એ છે.
અધિક શું લખવું ? આજે, ગમે તો કાલે, ગમે તો લાખ વર્ષે અને ગમે તો તેથી મોડે અથવા વહેલે, એ જ સૂઝયે, એ જ પ્રાપ્ત થયે છૂટકો છે. (પૃ. ૨૫૦-૧)
ઓછો પ્રમાદ થવાનો ઉપયોગ એ જીવને માર્ગના વિચારમાં સ્થિતિ કરાવે છે, અને વિચાર માર્ગમાં સ્થિતિ કરાવે છે, એ વાત ફરી ફરી વિચારી, તે પ્રયત્ન ત્યાં વિયોગે પણ કોઇ પ્રકારે ક૨વું ઘટે છે. એ વાત ભૂલવા જોગ્ય નથી. (પૃ. ૩૬૧)
E માર્ગની ઇચ્છા જેને ઉત્પન્ન થઇ છે, તેણે બધા વિકલ્પો મૂકીને આ એક વિકલ્પ ફરી ફરી સ્મરણ ક૨વો અવશ્યનો છે ઃ
‘‘અનંતકાળથી જીવનું પરિભ્રમણ થયા છતાં તેની નિવૃત્તિ કાં થતી નથી ? અને તે શું કરવાથી થાય ?' '
આ વાકયમાં અનંત અર્થ સમાયેલો છે; અને એ વાકયમાં કહેલી ચિંતના કર્યા વિના, તેને માટે દૃઢ થઇ ઝૂર્યા વિના માર્ગની દિશાનું પણ અલ્પ ભાન થતું નથી; પૂર્વે થયું નથી; અને ભવિષ્યકાળે પણ નહીં થશે. અમે તો એમ જાણ્યું છે. માટે તમારે સઘળાએ એ જ શોધવાનું છે. ત્યાર પછી બીજું જાણવું શું ? તે જણાય છે. (પૃ. ૨૬૦)
આખો માર્ગ જ્ઞાનીની આજ્ઞામાં સમાય છે એમ વારંવાર કહ્યું છે. ગુરુને આધીન થઇ વર્તતા એવા અનંત પુરુષો માર્ગ પામીને મોક્ષ પ્રાપ્ત થયા. (પૃ. ૫૩૨)
આયુષ્ય અલ્પ અને અનિયત પ્રવૃત્તિ, અસીમ બળવાન અસત્સંગ, પૂર્વનું ઘણું કરીને અનારાધકપણું,