Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
| માયા (ચાલુ)
४३४
માયા આ રીતે છેતરે છે. માટે જ્ઞાની કહે છે કે, “હું બધાથી ન્યારો છું, સર્વથા ત્યાગી થયો છું; અવધૂત છું, નગ્ન છું; તપશ્ચર્યા કરું છું. મારી વાત અગમ્ય છે. મારી દશા બહુ જ સારી છે. માયા મને નડશે નહીં, એવી માત્ર કલ્પનાએ માયાથી છેતરાવું નહીં.' માયાને શોધી શોધીને જ્ઞાનીએ ખરેખર જીતી છે. ભકિતરૂપી સ્ત્રી છે. તેને માયા સામી મૂકે ત્યારે
માયાને જિતાય. ભકિતમાં અહંકાર નથી માટે માયાને જીતે. (પૃ. ૭૦૬). I જે કારણો જીવને પ્રાપ્ત થવાથી કલ્યાણનું કારણ થાય તે કારણોની પ્રાપ્તિ તે (બીજા) જીવોને આ ભવને વિષે થતી અટકે છે; કેમકે, તે તો પોતાના અજ્ઞાનપણાથી નથી ઓળખાણ પડયું એવા સત્પરુષ સંબંધીની તમ (શ્રી ત્રિભોવનભાઈ) વગેરેથી પ્રાપ્ત થયેલી વાતથી તે સત્યરુષ પ્રત્યે વિમુખપણાને પામે છે, તેને વિષે આગ્રહપણે અન્યઅન્ય ચેષ્ટા કહ્યું છે, અને ફરી તેવા જોગ થયે તેવું વિમુખપણું ઘણું કરીને બળવાનપણાને પામે છે. એમ ન થવા દેવા અને આ ભવને વિષે તેમને તેવો જોગ જો અજાણપણે પ્રાપ્ત થાય તો વખતે શ્રેયને પામશે એમ ધારણા રાખી, અંતરંગમાં એવા સત્પરૂપને પ્રગટ રાખી બાહ્યપ્રદેશો ગુપ્તપણું રાખવું વધારે યોગ્ય છે. તે ગુપ્તપણે માયાકપટ નથી; કારણ કે તેમ વર્તવા વિષે માયાકપટનો હેતુ નથી; તેના ભવિષ્યકલ્યાણનો હેતુ છે, જે તેમ હોય તે માયાકપટ ન હોય
એમ જાણીએ છીએ. (પૃ. ૩૪૩) 0 હરિની માયા છે; તેનાથી તે પ્રવર્તે છે. હરિને તે પ્રવર્તાવી શકવાને યોગ્ય છે જ નહીં. તે માયા પણ
હોવાને યોગ્ય જ છે. માયા ન હોત તો હરિનું અકળત્વ કોણ કહેત ? માયા એવી નિયતિએ યુક્ત છે કે
તેનો પ્રેરક અબંધન જ હોવા યોગ્ય છે. (પૃ. ૨૩૯) માર્ગ
માર્ગ સરળ છે, પ્રાપ્તિ દુર્લભ છે. (પૃ. ૨૬૭) D જીવને માર્ગ મળ્યો નથી એનું શું કારણ? અમને લાગે છે કે માર્ગ સરળ છે, પણ પ્રાપ્તિનો યોગ મળવો દુર્લભ છે. ભાવ અપ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે છે એવા જ્ઞાનીપુરુષનાં ચરણારવિંદ, તે પ્રત્યે અચળ પ્રેમ થયા વિના અને સમ્યફપ્રતીતિ આવ્યા વિના સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી, અને આબેથી અવશ્ય તે મુમુક્ષુ જેનાં ચરણારવિંદ તેણે સેવ્યાં છે, તેની દશાને પામે છે. આ માર્ગ સર્વ જ્ઞાનીઓએ સેવ્યો છે, સેવે છે, અને સેવશે. જ્ઞાનપ્રાપ્તિ એથી અમને થઈ હતી, વર્તમાને એ જ માર્ગથી થાય છે અને અનાગત કાળે પણ જ્ઞાનપ્રાપ્તિનો એ જ માર્ગ છે. સર્વ શાસ્ત્રોનો બોધ લક્ષ જોવા જતાં એ જ છે. અને જે કોઇ પણ પ્રાણી છૂટવા ઇચ્છે છે તેણે અખંડ વૃત્તિથી એ જ માર્ગને આરાધવો. એ માર્ગ આરાધ્યા વિના જીવે અનાદિકાળથી પરિભ્રમણ કર્યું છે. જ્યાં સુધી જીવને સ્વચ્છેદરૂપી અંધત્વ છે, ત્યાં સુધી એ માર્ગનું દર્શન થતું નથી. (અંધત્વ ટળવા માટે) જીવે એ માર્ગનો વિચાર કરવો; દૃઢ મોક્ષેચ્છા કરવી; એ વિચારમાં અપ્રમત્ત રહેવું, તો માર્ગની પ્રાપ્તિ થઈ અંધત્વ ટળે છે, એ નિઃશંક માનજો. અનાદિ કાળથી જીવ અવળે માર્ગે ચાલ્યો છે. જોકે તેણે જપ, તપ, શાસ્ત્રાધ્યયન વગેરે અનંત વાર કર્યું છે; તથાપિ જે કંઈ પણ અવશ્ય કરવા યોગ્ય હતું તે તેણે કર્યું નથી; જે કે અમે પ્રથમ જ જણાવ્યું છે. (પૃ. ૨૫૯-૬૦).
જે જ્ઞાની પુરુષના વચનથી આત્મા ઊંચો આવે તે સાચો માર્ગ, તે પોતાનો માર્ગ. (પૃ. ૭૩૧) I જીવનું કલ્યાણ થાય તે માર્ગ આરાધવો “શ્રેયસ્કર' છે, એમ વારંવાર કહ્યું છે છતાં અહીં એ વાતનું સ્મરણ