Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
૪૩૧
માન
| સંબંધિત શિર્ષક આચરણ
જ્ઞાનવાર્તા સંબંધી અનેક મંત્ર આપને (શ્રી સૌભાગ્યભાઇ) જણાવવા ઇચ્છા થાય છે; તથાપિ વિરહાકાળ પ્રત્યક્ષ છે, એટલે નિરૂપાયતા છે. મંત્ર એટલે ગુપ્તભેદ. એમ તો સમજાય છે કે ભેદનો ભેદ ટળે વાસ્તવિક સમજાય છે. પરમ અભેદ એવું “સ” સર્વત્ર છે. (પૃ. ૨૮૨). જેની (સત) પ્રાપ્ત કરવાની દ્રઢ મતિ થઈ છે, તેણે પોતે કંઈ જ જાણતો નથી એવો દ્રઢ નિશ્રયવાળો પ્રથમ વિચાર કરવો, અને પછી “સ”ની પ્રાપ્તિ માટે જ્ઞાનીને શરણે જવું; તો જરૂર માર્ગની પ્રાપ્તિ થાય. આ જે વચનો લખ્યાં છે, તે સર્વ મુમુક્ષુને પરમ બંધવરૂપ છે, પરમ રક્ષકરૂપ છે; અને એને સમ્યક પ્રકારે વિચાર્યેથી પરમપદને આપે એવાં છે; એમાં નિથ પ્રવચનની સમસ્ત દ્વાદશાંગી, પદર્શનનું સર્વોત્તમ તત્ત્વ અને જ્ઞાનીના બોધનું બીજ સંક્ષેપે કહ્યું છે; માટે ફરી ફરીને તેને સંભારજો; વિચારજો; સમજજો; સમજવા પ્રયત્ન કરજો; એને બાધ કરે એવા બીજા પ્રકારોમાં ઉદાસીન રહેજો; એમાં જ વૃત્તિનો લય કરજો. એ તમને (શ્રી અંબાલાલભાઈ) અને કોઈ પણ મુમુક્ષુને ગુપ્ત રીતે કહેવાનો અમારો મંત્ર છે; એમાં “સ” જ કહ્યું છે; એ સમજવા માટે ઘણો જ વખત ગાળજો. (પૃ. ૨૬૮). [ સંબંધિત શિર્ષક : નવકાર મંત્ર માની D જગતમાં માન ન હોત તો અહીં જ મોક્ષ હોત ! (પૃ. ૧૫૮) T માન અને મતાગ્રહ એ માર્ગ પામવામાં આડા સ્તંભરૂપ છે. તે મૂકી શકાતાં નથી, અને તેથી સમજાતું નથી. સમજવામાં વિનયભકિતની પહેલી જરૂર પડે છે. તે ભકિત માન, મહાગ્રહના કારણથી આદરી શકાતી નથી. (પૃ. ૭૫૬) કામ, માન અને ઉતાવળ એ ત્રણનો વિશેષ સંયમ કરવો ઘટે છે. (પૃ. ૮૦૫) T માન અને પૂજાસત્કારાદિનો લોભ એ આદિ મહાશત્રુ છે, તે પોતાના ડહાપણે ચાલતાં નાશ પામે નહીં,
અને સદ્ગુરુના શરણમાં જતાં સહજ પ્રયત્નમાં જાય. (પૃ. ૫૩૪) D “હું ડાહ્યો છું એવું માન રાખવું તે કયા ભવને માટે? “હું ડાહ્યો નથી એવું સમજ્યા તે મોક્ષે ગયા છે. . (પૃ. ૬૯૪). I અધિકારી નહીં છતાં પણ ઊંચા જ્ઞાનનો ઉપદેશ કરવામાં આવે છે તે માત્ર આ જીવે પોતાને જ્ઞાની તથા ડાહ્યો માની લીધેલો હોવાથી તેનું માન ગાળવાના હેતુથી અને નીચેના સ્થાનકેથી વાતો કહેવામાં આવે
છે તે માત્ર તેવો પ્રસંગ પ્રાપ્ત થયે નીચે ને નીચે જ રહે. (પૃ. ૬૭૪) T બાહુબલીજીના દ્રષ્ટાંત (મોક્ષમાળા શિક્ષાપાઠ ૧૭, પૃ.૬૯) અહંકારથી, માનથી કૈવલ્ય પ્રગટ થતું નથી. તે મોટા દોષ છે. અજ્ઞાનમાં મોટા–નાનાની કલ્પના છે. (પૃ. ૭૨૯) જ્યાં સદ્ગુરુની ઉપેક્ષા વર્તે ત્યાં માનનો સંભવ થાય છે. તથારૂપ માન આત્મગુણનું અવશ્ય ઘાતક છે.