Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
૪૧૩
ભાસ
કારણે અસંખ્યાત લોકપ્રમાણ અનુભાગ બંધાધ્યવસાયસ્થાન તથા જગતશ્રેણીના સંખ્યામાં ભાગ જેટલાં યોગસ્થાનમાંનો એવો કોઈ ભાવ બાકી નથી રહ્યો કે જે સંસારી જીવને નથી થયો. એક સમ્યક્દર્શન, જ્ઞાન, ચારિત્રના યોગ ભાવ નથી થયા. અન્ય સમસ્ત ભાવ સંસારમાં અનંતાનંતવાર થયા છે. જિનેન્દ્રના વચનના અવલંબનરહિત પુરુષને મિથ્યાજ્ઞાનના પ્રભાવથી વિપરીત બુદ્ધિ અનાદિની થઈ રહી છે તેથી સમ્યકુમાર્ગને નહીં ગ્રહણ કરતાં સંસારરૂપ વનમાં નાશ થઇ જીવ નિગોદમાં જઈ પડે છે. કેવી છે નિગોદ? જેમાંથી અનંતાનંત કાળ થાય તોપણ નીકળવું ઘણું મુશ્કેલ છે. કદાચિત પૃથ્વીકાયમાં, જળકાયમાં, અગ્નિકાયમાં, પવનકાયમાં, પ્રત્યેક વનસ્પતિકાયમાં, સાધારણ વનસ્પતિકાયમાં લગભગ સમસ્તજ્ઞાનનો નાશ થવાથી જડરૂપ થઈ, એક સ્પર્શ ઇન્દ્રિયદ્વારા કર્મના ઉદયને આધીન થઇ આત્મશક્તિરહિત, જિલ્લા, નાસિકા, નેત્ર, કર્ણાદિક ઇન્દ્રિયરહિત થઈ દુઃખમાં દીર્ઘ કાળ વ્યતીત કરે છે. અને બેઇન્દ્રિય, ત્રીઇન્દ્રિય, ચતુરિન્દ્રિયરૂપ વિકલત્રય જીવ, આત્મજ્ઞાનરહિત, કેવળ રસનાદિક ઇન્દ્રિયોના વિષયોની ઘણી તૃષ્ણાના માર્યા ઊછળી ઊછળી વિષયોને અર્થે પડી પડી મરે છે. અસંખ્યાત કાળ વિકલત્રયમાં રહી પાછાં એકેન્દ્રિયમાં ફરી ફરી વારંવાર કૂવા પરના રેંટના ઘડાની પેઠે નવા નવા દેહ ધારણ કરતાં કરતાં ચારે ગતિમાં નિરંતર જન્મ, મરણ, ભૂખ, તરસ, રોગ, વિયોગ, સંતાપ ભોગવી પરિભ્રમણ અનંતકાળ સુધી કરે છે. એનું નામ સંસાર છે. જેમ ઊકળેલા આધણમાં ચોખા સર્વ તરફ ફરતાં છતાં ચોડવાઈ જાય છે, તેમ સંસારી જીવ કર્મથી તપ્તાયમાન થઈ પરિભ્રમણ કરે છે. આકાશમાં ઊડતાં પક્ષીને બીજું પક્ષી મારે છે, જળમાં વિચરતાં મચ્છાદિકને બીજા મચ્છાદિક મારે છે, સ્થળમાં વિચરતાં મનુષ્ય પશુ આદિકને સ્થળચારી સિંહ, વાઘ, સર્પ વગેરે દુષ્ટ તિર્યંચ તથા ભીલ, મલેચ્છ, ચોર, લૂંટારા, મહા નિર્દય મનુષ્ય મારે છે. આ સંસારમાં બધાં સ્થાનમાં નિરંતર ભયરૂપ થઈ નિરંતર દુ:ખમય પરિભ્રમણ કરે છે. જેમ શિકારીના ઉપદ્રવથી ભયભીત થયેલ જીવો મોઢું ફાડી બેઠેલા અજગરના મોઢામાં બિલ જાણી પ્રવેશ કરે છે, તેમ અજ્ઞાની જીવ ભૂખ, તરસ, કામ, કોપ વગેરે તથા ઇન્દ્રિયોના વિષયોની તૃષ્ણાના આતાપથી સંતાપિત થઈ, વિષયાદિકરૂપ અજગરના મુખમાં પ્રવેશ કરે છે. વિષયકષાયમાં પ્રવેશ કરવો તે સંસારરૂપ અજગરનું મોટું છે. એમાં પ્રવેશ કરી પોતાના જ્ઞાન, દર્શન, સુખ, સત્તાદિ ભાવપ્રાણનો નાશ કરી, નિગોદમાં અચેતન તુલ્ય થઈ, અનંતવાર જન્મ મરણ કરતાં અનંતાનંત કાળ વ્યતીત કરે છે. ત્યાં આત્મા અભાવ તુલ્ય છે. જ્ઞાનાદિકનો અભાવ થયો ત્યારે નાશ પણ થયો. નિગોદમાં અક્ષરનો અનંતમો ભાગ જ્ઞાન છે. તે સર્વશે જોયેલ છે. ત્રસ પર્યાયમાં જેટલા દુઃખના પ્રકાર છે. તે તે દુઃખ અનંતવાર ભોગવે છે. એવી કોઈ દુ:ખની જાતિ બાકી નથી રહી જે આ જીવ સંસારમાં નથી પામ્યો. આ સંસારમાં આ જીવ અનંત પર્યાય દુ:ખમય પામે છે, ત્યારે કોઈ એકવાર ઇન્દ્રિયજનિત સુખના પર્યાય પામે છે, તે વિષયોના આતાપ સહિત ભય, શંકા સંયુક્ત અલ્પકાળ પામે. પછી અનંત પર્યાય દુઃખના, પછી કોઈ એક પર્યાય ઇન્દ્રિયજનિત સુખનો કદાચિત્ પ્રાપ્ત થાય છે. (પૃ. ૨૧-૨) | સંબંધિત શિર્ષક : સંસાર
ભાસ
T બ્રહ્મથ્યાદિને વિષે થતા ભાસ વિષે પ્રથમ મુંબઈ કાગળ મળ્યો હતો. હાલ બીજો તે વિષેની વિગતનો
અત્રે (વડવા) કાગળ મળ્યો છે. તે તે ભાસ થવા સંભવે છે, એમ જણાવવામાં કંઈક સમજણભેદથી વ્યાખ્યાભેદ થાય.