Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
ભાવના, એકત્વ
૪૧૨ | ભાવના, એકત્વ | શરીરમાં પ્રત્યક્ષ દેખાતા રોગાદિક જે ઉપદ્રવ થાય છે તે સ્નેહી, કટુંબી, જાયા કે પુત્ર કોઇથી લઈ શકાતા
નથી; એ માત્ર એક પોતાનો આત્મા પોતે જ ભોગવે છે. એમાં કોઈ પણ ભાગીદાર થતું નથી. તેમ જ પાપ પુણ્યાદિ સઘળા વિપાકો આપણો આત્મા જ ભોગવે છે. એ એકલો આવે છે, એકલો જાય છે; એવું સિદ્ધ કરીને વિવેકને ભલી રીતે જાણવાવાળા પુરુષો એકત્વને નિરંતર શોધે છે. (પૃ. ૪૦)
યથાર્થ ઉપકારી પુરુષપ્રત્યક્ષમાં એકત્વભાવના આત્મશુદ્ધિની ઉત્કૃષ્ટતા કરે છે. (પૃ. ૬૦૯) | ભાવના, લોકસ્વરૂપ
લોકસ્વરૂપભાવનાનું સ્વરૂપ અહીં આગળ સંક્ષેપમાં કહેવાનું છે. જેમ પુરુષ બે હાથ દઈ પગ પહોળા કરી ઊભો રહે તેમ લોકનાલ કિંવા લોકસ્વરૂપ જાણવું. તીરછા થાળને આકારે તે લોકસ્વરૂપ છે. કિંવા માદલને ઊભા મૂક્યા સમાન છે. નીચે ભુવનપતિ, વ્યંતર અને સાત નરક છે. તીરછે અઢી દ્વીપ આવી રહેલા છે. ઊંચે બાર દેવલોક, નવ રૈવેયક, પાંચ અનુત્તર વિમાન અને તે પર અનંત સુખમય સિદ્ધગતિની પડોશી સિદ્ધશિલા છે. તે લોકાલોકપ્રકાશક સર્વજ્ઞ, સર્વદર્શી અને નિરુપમ કૈવલ્યજ્ઞાનીઓએ
ભાખ્યું છે. (પૃ. ૫) | ભાવના, સંસાર |
આ આત્માએ સંસારસમુદ્રમાં પર્યટન કરતાં કરતાં સર્વ ભવ કીધા છે. એ સંસારી જંજીરથી હું ક્યારે
છૂટીશ? એ સંસાર મારો નથી; હું મોક્ષમયી છું; એમ ચિંતવવું તે “સંસારભાવના'. (પૃ. ૩૫, ૭૨). [ આ સંસારમાં અનાદિકાળના મિથ્યાત્વના ઉદયથી અચેત થયેલ "જીવ, જિનેન્દ્ર, સર્વજ્ઞ વીતરાગના
પ્રરૂપણ કરેલ સત્યાર્થ ધર્મને પ્રાપ્ત નહીં થઇ ચારે ગતિમાં ભ્રમણ કરે છે. સંસારમાં કમરૂપ દૃઢ બંધનથી બંધાઇ, પરાધીન થઈ, ત્રસસ્થાવરમાં નિરંતર ઘોર દુઃખ ભોગવતો વારંવાર જન્મ મરણ કરે છે. જે જે કર્મના ઉદય આવી રસ દે છે, તેના ઉદયમાં પોતાને ધારણ કરી અજ્ઞાની જીવ પોતાના સ્વરૂપને છોડી નવાં નવાં કર્મનાં બંધન કરે છે. કર્મના બંધને આધીન થયેલ પ્રાણીને એવી કોઈ દુ:ખની જાતિ બાકી નથી રહી કે જે તેણે નથી ભોગવી. બધાં દુઃખો અનંતાનંત વાર ભોગવી અનંતાનંત કાળ વ્યતીત થઈ ગયો. એવી રીતે અનંત પરિવર્તન આ સંસારમાં આ જીવને થયાં છે. એવું કોઈ પુદ્ગલ સંસારમાં નથી રહ્યું કે જે જીવે શરીરરૂપે, આહારરૂપે પ્રહણ નથી કરેલ. અનંત જાતિનાં અનંત પુદ્ગલોનાં શરીર ધારી આહારરૂપ (ભોજન પાનરૂપ) કરેલ
ત્રણસેં સેંતાલીસ ઘનરન્તુ પ્રમાણ લોકમાં એવો લેઇ એક પણ પ્રદેશ નથી કે જ્યાં સંસરી જીવે અનંતાનંત જન્મ મરણ નથી કરેલાં. ઉત્સર્પિણી અવસર્પિણી કાળનો એવો એક પણ સમય બાકી નથી રહ્યો કે જે સમયમાં આ જીવ અનંતવાર નથી જભ્યો, અને નથી મુઓ. નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવ એ ચારે પર્યાયોમાં આ જીવે જઘન્ય આયુષ્યથી લઈ ઉત્કૃષ્ટ આયુષ્ય પર્યત સમસ્ત આયુષ્યના પ્રમાણ ધારણ કરી અનંતવાર જન્મ ધરેલ છે. એક અનુદિશ, અનુત્તર વિમાનમાં તે નથી ઊપજ્યો, કારણ કે એ ચૌદે વિમાનોમાં સમ્યફવૃષ્ટિ વિના અન્યનો ઉત્પાદ નથી. સમ્યફષ્ટિને સંસારભ્રમણ નથી. કર્મની સ્થિતિબંધનાં સ્થાન તથા સ્થિતિબંધને કારણે અસંખ્યાત લોકપ્રમાણ કષાયાધ્યવસાયસ્થાન, તેને