Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
૪૧૭
ભ્રાંતિ
સ્થાનકો- એટલે નરકાદિ ગતિ આદિ સ્થાન ક્યાંથી હોય, કેમકે તેમાં તો ઇશ્વરના કર્તૃત્વની જરૂર છે, એવી આશંકા પણ કરવા યોગ્ય નથી, કેમકે મુખ્યપણે તો ઉત્કૃષ્ટ શુભ અવ્યવસાય તે ઉત્કૃષ્ટ દેવલોક છે, અને ઉત્કૃષ્ટ અશુભ અધ્યવસાય તે ઉત્કૃષ્ટ નરક છે, શુભાશુભ અધ્યવસાય તે મનુષ્ય તિર્યંચાદિ છે, અને સ્થાન વિશેષ એટલે ઊર્ધ્વલોકે દેવગતિ, એ આદિ ભેદ છે. જીવસમૂહનાં કર્મદ્રવ્યનાં પણ તે પરિણામવિશેષ છે એટલે તે તે ગતિઓ જીવનાં કર્મ વિશેષ પરિણામાદિ સંભવે છે. (પૃ. ૫૪૭-૯) ભ્રાંતિ
સ્વચ્છંદે કલ્પના તે ભ્રાંતિ છે. (પૃ. ૭૦૫)
D અનંત કાળથી પોતાને પોતા વિષેની જ ભ્રાંતિ રહી ગઇ છે; આ એક અવાચ્ય, અદ્ભુત વિચારણાનું સ્થળ છે. (પૃ. ૨૫૦)
ચંદ્ર ભૂમિને પ્રકાશે છે, તેના કિરણની કાંતિના પ્રભાવથી સમસ્ત ભૂમિ શ્વેત થઇ જાય છે, પણ કંઇ ચંદ્ર ભૂમિરૂપ કોઇ કાળે તેમ થતો નથી, એમ સમસ્ત વિશ્વને પ્રકાશક એવો આ આત્મા તે ક્યારે પણ વિશ્વરૂપ થતો નથી, સદાસર્વદા ચૈતન્યસ્વરૂપ જ રહે છે. વિશ્વમાં જીવ અભેદતા માને છે એ જ ભ્રાંતિ છે. જેમ આકાશમાં વિશ્વનો પ્રવેશ નથી, સર્વ ભાવની વાસનાથી આકાશ રહિત જ છે, તેમ સમ્યદૃષ્ટિપુરુષોએ પ્રત્યક્ષ સર્વ દ્રવ્યથી ભિન્ન, સર્વ અન્ય પર્યાયથી રહિત જ આત્મા દીઠો છે. (પૃ. ૬૨૦-૧),
7 આત્મા જાણ્યો હોય તો પછી એક પર્યાયથી માંડી આખા સ્વરૂપ સુધીની ભ્રાંતિ થાય નહીં. (પૃ. ૬૮૭) જેણે આત્મા અસંગ, અક્રિય વિચાર્યો હોય તેને ભ્રાંતિ હોય નહીં, સંશયે હોય નહીં, આત્માના હોવાપણા સંબંધમાં પ્રશ્ન રહે નહીં. (પૃ. ૭૧૨)
જીવસમુદાયની જે ભ્રાંતિ તે અનાદિ સંયોગે છે, એમ ઘટે છે, એમ જ છે; તે ભ્રાંતિ જે કારણથી વર્તે છે, તે કારણના મુખ્ય બે પ્રકાર જણાય છે; એક પારમાર્થિક અને એક વ્યાવહારિક; અને તે બે પ્રકારનો એકત્ર અભિપ્રાય જે છે તે એ છે કે, આ જીવને ખરી મુમુક્ષુતા આવી નથી; એક અક્ષર સત્ય પણ તે જીવમાં પરિણામ પામ્યું નથી; સત્પુરુષના દર્શન પ્રત્યે જીવને રુચિ થઇ નથી; તેવા તેવા જોગે સમર્થ અંતરાયથી જીવને તે પ્રતિબંધ રહ્યો છે; અને તેનું સૌથી મોટું કારણ અસત્સંગની વાસનાએ જન્મ પામ્યું એવું નિજેચ્છાપણું, અને અસહ્દર્શનને વિષે સહ્દર્શનરૂપ ભ્રાંતિ તે છે.
‘આત્મા નામનો કોઇ પદાર્થ નથી,' એવો એક અભિપ્રાય ધરાવે છે; ‘આત્મા નામનો પદાર્થ સંયોગિક છે,’ એવો અભિપ્રાય કોઇ બીજા દર્શનનો સમુદાય સ્વીકારે છે; ‘આત્મા દેહસ્થિતિરૂપ છે, દેહની સ્થિતિ પછી નથી,' એવો અભિપ્રાય કોઇ બીજા દર્શનનો છે. ‘આત્મા અણુ છે,' ‘આત્મા સર્વ વ્યાપક છે,' ‘આત્મા શૂન્ય છે,’ ‘આત્મા સાકાર છે,’ ‘આત્મા પ્રકાશરૂપ છે,’ ‘આત્મા સ્વતંત્ર નથી,’ ‘આત્મા કર્તા નથી,’ ‘આત્મા કર્તા છે ભોક્તા નથી,' ‘આત્મા કર્તા નથી ભોક્તા છે,' ‘આત્મા કર્તા નથી ભોક્તા નથી,’ ‘આત્મા જડ છે,’ ‘આત્મા કૃત્રિમ છે,’ એ આદિ અનંત નય જેના થઇ શકે છે એવા અભિપ્રાયની ભ્રાંતિનું કારણ એવું અસહ્દર્શન તે આરાધવાથી પૂર્વે આ જીવે પોતાનું સ્વરૂપ તે જેમ છે તેમ જાણ્યું નથી.
પૂર્વે થયા એવા જે તીર્થંકરાદિ જ્ઞાનીપુરુષો તેમણે ઉપર કહી એવી જે ભ્રાંતિ તેનો અત્યંત વિચાર કરી,