Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
| મત (ચાલુ)
૪૨૦ વાત હમણાં એક બાજુ રાખીએ. હવે તમને શંકા થશે કે સદોષ અને અપૂર્ણ એવું કથન એના પ્રવર્તકે શા માટે બોધ્યું હશે? તેનું સમાધાન થવું જોઈએ. એ ધર્મમતવાળાઓની જ્યાં સુધી બુદ્ધિની ગતિ પહોંચી ત્યાં સુધી તેમણે વિચારો કર્યા. અનુમાન, તર્ક અને ઉપમાદિક આધાર વડે તેઓને જે કથન સિદ્ધ જણાયું તે પ્રત્યક્ષરૂપે જાણે સિદ્ધ છે એવું તેમણે દર્શાવ્યું. જે પક્ષ લીધો તેમાં મુખ્ય એકાંતિક વાદ લીધો; ભક્તિ, વિશ્વાસ, નીતિ, જ્ઞાન કે ક્રિયા એમાંના એક વિષયને વિશેષ વર્ણવ્યો, એથી બીજા માનવા યોગ્ય વિષયો તેમણે દૂષિત કરી દીધા. વળી જે વિષયો તેમણે વર્ણવ્યા તે સર્વ ભાવ ભેદે તેઓએ કંઈ જાણ્યા નહોતા, પણ પોતાની મહાબુદ્ધિ અનુસારે બહુ વર્ણવ્યા. તાર્કિક સિદ્ધાંત દ્રષ્ટાંતાદિકથી સામાન્ય બુદ્ધિવાળા આગળ કે જડભરત આગળ તેઓએ સિદ્ધ કરી બતાવ્યો. કીર્તિ, લોકહિત, કે ભગવાન મનાવાની આકાંક્ષા એમાંની એકાદિ પણ એમના મનની ભ્રમણા હોવાથી અત્યગ્ર ઉદ્યમાદિકથી તેઓ જય પામ્યા. કેટલાકે શૃંગાર અને “લહેરી” સાધનોથી મનુષ્યનાં મન હરણ કર્યા. દુનિયા મોહિનીમાં તો મળે ડૂબી પડી છે; એટલે એ લહેરી દર્શનથી ગાડરરૂપે થઈને તેઓએ રાજી થઈ તેનું કહેવું માન્ય રાખ્યું. કેટલાકે નીતિ તથા કંઈ વૈરાગ્યાદિક ગુણ દેખી તે કથન માન્ય રાખ્યું. પ્રવર્તકની બુદ્ધિ તેઓ કરતાં વિશેષ હોવાથી તેને પછી ભગવાનરૂપ જ માની લીધા. કેટલાકે વૈરાગ્યથી ધર્મમત ફેલાવી પાછળથી કેટલાંક સુખશીલિયાં સાધનનો બોધ ખોસી દીધો. પોતાનો મત સ્થાપન કરવાની મહાન ભ્રમણાએ અને પોતાની અપૂર્ણતા ઇત્યાદિક ગમે તે કારણથી બીજાનું કહેલું પોતાને ન રુચ્યું એટલે તેણે જાદો જ રાહ કાઢયો. આમ અનેક મતમતાંતરની જાળ થતી ગઇ. ચાર પાંચ પેઢી એકનો એક ધર્મ પાળ્યો એટલે પછી તે કુળધર્મ થઈ પડ્યો. એમ સ્થળે સ્થળે થતું ગયું. જો એક દર્શન પૂર્ણ અને સત્ય ન હોય તો બીજા ધર્મમતને અપૂર્ણ અને અસત્ય કોઈ પ્રમાણથી કહી શકાય નહીં; એ માટે થઈને જે એક દર્શન પૂર્ણ અને સત્ય છે તેનાં તત્ત્વપ્રમાણથી બીજા મતોની અપૂર્ણતા અને એકાંતિકતા જોઇએ. એ બીજા ધર્મમતોમાં તત્ત્વજ્ઞાન સંબંધી યથાર્થ સૂક્ષ્મ વિચારો નથી. કેટલાક જગકર્તાનો બોધ કરે છે, પણ જગતુકર્તા પ્રમાણ વડે સિદ્ધ થઈ શકતો નથી. કેટલાક જ્ઞાનથી મોક્ષ છે એમ કહે છે તે એકાંતિક છે; તેમ જ ક્રિયાથી મોક્ષ છે એમ કહેનારા પણ એકાંતિક છે. જ્ઞાન, ક્રિયા એ બન્નેથી મોક્ષ કહેનારા તેના યથાર્થ સ્વરૂપને જાણતા નથી અને એ બન્નેના ભેદ શ્રેણિબંધ નથી કહી શક્યા એ જ એમની સર્વજ્ઞતાની ખામી જણાઈ આવે છે. સદેવતત્ત્વમાં કહેલાં અષ્ટાદશ દૂષણોથી એ ધર્મમતસ્થાપકો રહિત નહોતા એમ એઓનાં ગૂંથેલાં ચરિત્રો પરથી પણ તત્ત્વની દ્રષ્ટિએ દેખાય છે. કેટલાક મતોમાં હિંસા, અબ્રહ્મચર્ય ઇ0 અપવિત્ર વિષયોનો બોધ છે તે તો સહજમાં અપૂર્ણ અને સરાગીનાં સ્થાપેલાં જોવામાં આવે છે. કોઈએ એમાં સર્વવ્યાપક મોક્ષ, કોઇએ કંઈ નહીં એ રૂપ મોક્ષ, કોઇએ સાકાર મોક્ષ અને કોઇએ અમુક કાળ સુધી રહી પતિત થવું એ રૂપે મોક્ષ માન્યો છે; પણ એમાંથી કોઈ વાત તેઓની સપ્રમાણ થઈ શકતી નથી. “એઓના અપૂર્ણ વિચારોનું ખંડન યથાર્થ જોવા જેવું છે અને તે નિગ્રંથ આચાર્યોનાં ગૂંથેલાં શાસ્ત્રોથી મળી શકશે'. વેદ સિવાયના બીજા મતોના પ્રવર્તકો, એમના ચરિત્રો, વિચારો ઇત્યાદિક વાંચવાથી અપૂર્ણ છે એમ જણાઇ આવે છે. “વેદે, પ્રવર્તક ભિન્ન ભિન્ન કરી નાંખી બેધડકતાથી વાત મર્મમાં નાંખી ગંભીર ડોળ પણ કર્યો છે. છતાં એમના પુષ્કળ મતો વાંચવાથી એ પણ અપૂર્ણ અને એકાંતિક જણાઈ આવશે'. * જે પૂર્ણ દર્શન વિષે અત્રે કહેવાનું છે તે જૈન એટલે નીરાગીના સ્થાપન કરેલા દર્શન વિષે છે. એના