Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
૪૨૧
મત (ચાલુ) || બોધદાતા સર્વજ્ઞ અને સર્વદર્શી હતા. કાળભેદ છે તોપણ એ વાત સૈદ્ધાંતિક જણાય છે. દયા, બ્રહ્મચર્ય, શીલ, વિવેક, વૈરાગ્ય, જ્ઞાન, ક્રિયાદિ એના જેવાં પૂર્ણ એકેએ વર્ણવ્યાં નથી. તેની સાથે શુદ્ધ આત્મજ્ઞાન, તેની કોટિઓ, જીવનાં ચ્યવન, જન્મ, ગતિ, વિગતિ, યોનિદ્વાર, પ્રદેશ, કાળ, તેનાં સ્વરૂપ એ વિષે એવો સૂક્ષ્મ બોધ છે કે જે વડે તેની સર્વજ્ઞતાની નિઃશંકતા થાય. કાળભેદે પરંપરાસ્નાયથી કેવળજ્ઞાનાદિ જ્ઞાનો જોવામાં નથી આવતાં છતાં જે જે જિનેશ્વરનાં રહેલાં સૈદ્ધાંતિક વચનો છે તે અખંડ છે. તેઓના કેટલાક સિદ્ધાંતો એવા સૂક્ષ્મ છે કે, જે એકેક વિચારતાં આખી જિંદગી વહી જાય તેવું છે. આગળ પર કેટલુંક એ સંબંધી કહેવાનું છે. જિનેશ્વરનાં કહેલાં ધર્મતત્ત્વથી કોઈ પણ પ્રાણીને લેશ ખેદ ઉત્પન્ન થતો નથી. સર્વ આત્માની રક્ષા અને સર્વાત્મશક્તિનો પ્રકાશ એમાં રહ્યો છે. એ ભેદો વાંચવાથી, સમજવાથી અને તે પર અતિ અતિ સૂક્ષ્મ વિચાર કરવાથી આત્મશક્તિ પ્રકાશ પામી જૈનદર્શનની સર્વજ્ઞતાની, સર્વોત્કૃષ્ટપણાની હા કહેવરાવે છે. બહુ મનનથી સર્વ ધર્મમત જાણી પછી તુલના કરનારને આ કથન અવશ્ય સિદ્ધ થશે. એ સર્વજ્ઞ દર્શનનાં મૂળતત્ત્વો અને બીજા મતના મૂળતત્ત્વો વિષે અહીં વિશેષ કહી શકાય તેટલી જગ્યા નથી. (પૃ. ૯૯-૧૦૨). D મતપ્રવર્તનમાં મુખ્ય કારણો મને આટલાં સંભવે છે:
(૧) પોતાની શિથિલતાને લીધે કેટલાક પુરુષોએ નિગ્રંથદશાની પ્રાધાન્યતા ઘટાડી હોય. (૨) પરસ્પર બે આચાર્યોને વાદવિવાદ. (૩) મોહનીયકર્મનો ઉદય અને તે રૂપે પ્રવર્તન થઈ જવું. (૪) પ્રહાયા પછી તે વાતનો માર્ગ મળતો હોય તો પણ તે દુર્લભબોધિતાને લીધે ન પ્રહવો. (૫) મતિની ન્યૂનતા. (૬) જેના પર રાગ તેના છંદમાં પ્રવર્તન કરનારાં ઘણાં મનુષ્યો. (૭) દુ:સમ કાળ અને
(૮) શાસ્ત્રજ્ઞાનનું ઘટી જવું. (પૃ. ૧૭૧-૨) આ કાળને વિષે જ્ઞાન ક્ષીણ થયું છે; અને જ્ઞાન ક્ષીણ થવાથી મતભેદ ઘણા થયા છે. જેમ જ્ઞાન ઓછું તેમ મતભેદ વધારે, અને જ્ઞાન વધુ તેમ મતભેદ ઓછા, નાણાંની પેઠે. જ્યાં નાણું ઘટયું ત્યાં કંકાસ વધારે, અને જ્યાં નાણું વધ્યું ત્યાં કંકાસ ઓછા હોય છે. મતભેદ ઉત્પન્ન નથી કરવો એવું જેના મનમાં છે તે જે જે વાંચે અથવા સાંભળે છે તે તેને ફળે છે. મતભેદાદિ કારણને લઇને ઋતશ્રવણાદિ ફળતાં નથી. (પૃ. ૭૩૯) D જીવ મતભેદાદિ કારણોને લઈને રોકાઈ જઈ આગળ વધી શકતો નથી. મતભેદ અથવા રૂઢિ આદિ નજીવી બાબત છે, અર્થાત્ તેમાં મોક્ષ નથી, માટે ખરી રીતે સત્યની પ્રતીતિ કરવાની જરૂર છે.
(પૃ. ૭૫૩) I માન અને મહાગ્રહ એ માર્ગ પામવામાં આડા સ્તંભરૂપ છે. તે મૂકી શકાતાં નથી, અને તેથી સમજાતું
નથી. સમજવામાં વિનયભકિતની પહેલી જરૂર પડે છે. તે ભકિત માન, મહાગ્રહના કારણથી આદરી શકાતી નથી. (પૃ. ૭૫૬)