Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
૪૧૧
ભાવના, અશુચિ કર્મનો ઉદય ઇન્દ્ર, જિનેન્દ્ર, મણિ, મંત્ર, ઔષધાદિક કોઈ પણ રોકવા સમર્થ નથી. રોગના ઇલાજ તો ઔષધાદિક જગતમાં દેખીએ છીએ, પરંતુ પ્રબળ કર્મના ઉદયને રોકવાને ઔષધાદિક સમર્થ નથી, ઊલટા તે વિપરીત થઈ પરિણમે છે. આ જીવને અશાતા વેદનીય કર્મનો ઉદય પ્રબળ થાય ત્યારે ઔષધાદિક વિપરીત થઇ પરિણમે છે. અશાતાનો મંદ ઉદય હોય અથવા ઉપશમ હોય ત્યારે ઔષધાદિક ઉપકાર કરે છે. કારણ કે મંદ ઉદયને રોકવાને સમર્થ તો અલ્પ શક્તિવાળા પણ થાય છે. પ્રબળ બળવાળાને અલ્પ શક્તિધારક રોકવાને સમર્થ નથી. આ પંચમકાળમાં અલ્પ માત્ર બાહ્ય દ્રવ્ય, ક્ષેત્રાદિક સામગ્રી છે, અલ્પ માત્ર જ્ઞાનાદિક છે, અલ્પ માત્ર પુરુષાર્થ છે. અને અશુભનો ઉદય આવવાથી બાહ્ય સામગ્રી પ્રબળ છે, તો તે અલ્પ સામગ્રી અલ્પ પુરુષાર્થથી પ્રબળ અશાતાના ઉદયને કેમ જીતે ? મોટી નદીઓનો પ્રવાહ પ્રબળ મોજાં ઉછાળતો ચાલ્યો આવતો હોય તેમાં તરવાની કળામાં સમર્થ પુરુષ પણ કરી નથી શકતો. નદીના પ્રવાહનો વેગ મંદ થતો જાય ત્યારે તરવાની વિદ્યા જાણનાર તરી પાર ઊતરી જાય છે, તેવી રીતે પ્રબળ કર્મના ઉદયમાં પોતાને અશરણ જાણો. ૫થ્વી અને સમદ્ર બન્ને મોટાં છે. પરંતુ પૃથ્વીનો છેડો લેવાને અને સમુદ્રને તરવાને ઘણાં સમર્થ જોઇએ છીએ, પરંતુ કર્મ-ઉદયને તરવાને સમર્થ થતાં દેખાતાં નથી. આ સંસારમાં સમ્યફજ્ઞાન, સમ્યક્દર્શન, સમ્યફચારિત્ર, સમયફતપ - સંયમ શરણ છે. આ ચાર આરાધના વિના કોઈ શરણ નથી. તથા ઉત્તમ ક્ષમાદિક દશ ધર્મ પ્રત્યક્ષ આ લોકમાં સમસ્ત ક્લેશ, દુ:ખ, મરણ, અપમાન, હાનિથી રક્ષા કરવાવાળાં છે. મંદ કષાયનાં ફળ સ્વાધીન સુખ, આત્મરક્ષા, ઉજ્વળ યશ, ક્લેશરહિતપણું, ઉચ્ચતા આ લોકમાં પ્રત્યક્ષ દેખી એનું શરણ ગ્રહણ કરો. પરલોકમાં એનું ફળ સ્વર્ગલોક છે. • વિશેષમાં વ્યવહારમાં ચાર શરણ છે. અહંત, સિદ્ધ, સાધુ, કેવળજ્ઞાનીનો પ્રકાશેલ ધર્મ એ જ શરણ જાણવું. એ પ્રમાણે અહીં એના શરણ વિના આત્માની ઉજ્વળતા પ્રાપ્ત નથી થતી એવું દર્શાવનારી અશરણ અનુપ્રેક્ષા વિચારી. (પૃ. ૧૯-૨૦) સર્વજ્ઞ જિનેશ્વર દેવે નિઃસ્પૃહતાથી બોધેલો ધર્મ ઉત્તમ શરણરૂપ જાણીને મન, વચન અને કાયાના પ્રભાવ વડે હે ચેતન ! તેને તું આરાધ, આરાધ. તું કેવલ અનાથરૂ૫ છો તે સનાથ થઇશ. એના વિના ભવાટવીભ્રમણમાં તારી બાંય કોઇ સાહનાર નથી. જે આત્માઓ સંસારનાં માયિક સુખને કે અવદર્શનને શરણરૂપ માને તે અધોગતિ પામે, તેમ જ સદૈવ
અનાથ રહે. (પૃ. ૩૭) D મહા મુનિ અનાથીએ સહન કર્યા તુલ્ય વા એથી અતિ વિશેષ અસહ્ય દુઃખ અનંત આત્માઓ સામાન્ય દ્રષ્ટિથી ભોગવતા દેખાય છે, તત્સંબંધી તમે કિંચિત્ વિચાર કરો ! સંસારમાં છવાઇ રહેલી અનંત અશરણતાનો ત્યાગ કરી સત્ય શરણરૂપ ઉત્તમ તત્ત્વજ્ઞાન અને પરમ સુશીલને સેવો. અંતે એ જ મુક્તિના કારણરૂપ છે. જેમ સંસારમાં રહ્યા અનાથી અનાથ હતા, તેમ પ્રત્યેક આત્મા તત્ત્વજ્ઞાનની
ઉત્તમ પ્રાપ્તિ વિના સદૈવ અનાથ જ છે. સનાથ થવા પુરુષાર્થ કરવો એ જ શ્રેય છે. (પૃ. ૪૦). ભાવના, અશુચિ | T મળ અને મૂત્રની ખાણરૂપ, રોગ અને વૃદ્ધતાને રહેવાના ધામના જેવી કાયાને ગણીને તે ચૈતન્ય ! તેનું મિથ્યા માન ત્યાગ કરીને સનત્કુમારની પેઠે તેને સફળ કર ! (પૃ. ૪૭)