________________
બુદ્ધિબળ (ચાલુ)
૩૮૮
દે
છે,
સંયોગ થયો તેનું યથાન્યાયથી જ્ઞાન અર્થાત અનુભવ થાય તે અનુભવગમ્યમાં સમાય છે, અને તેને લઈને લોકસમસ્તના જે પુદ્ગલ તેનો પણ એવો જ નિર્ણય થાય તે બુદ્ધિબળમાં સમાય છે. જેમ, જે આકાશપ્રદેશને વિષે અથવા તો તેની નજીક વિભાવી આત્મા સ્થિત છે તે આકાશપ્રદેશના કેટલા ભાગને લઈને અચ્છેદ્ય અભેદ્ય એવું જે અનુભવાય છે તે અનુભવગમ્યમાં સમાય છે; અને તે ઉપરાંતનો બાકીનો આકાશ જેને કેવળજ્ઞાનીએ પોતે પણ અનંત (જેનો અંત નહીં એવો) કહેલ છે, તે અનંત આકાશનો પણ તે પ્રમાણે ગુણ હોવો જોઈએ એવું બુદ્ધિબળે નિર્મીત કરેલું હોવું જોઈએ. આત્મજ્ઞાન ઉત્પન્ન થયું અથવા તો આત્મજ્ઞાન થયું, એ વાત અનુભવગમ્ય છે. તે આત્મજ્ઞાન ઉત્પન્ન થવાથી આત્મઅનુભવ થવા ઉપરાંત શું શું થવું જોઈએ એમ જે કહેવામાં આવ્યું છે તે બુદ્ધિબળથી કહેલું, એમ ધારી શકાય છે. ઇન્દ્રિયના સંયોગથી જે કંઈ દેખવું જાણવું થાય તે જોકે અનુભવગમ્યમાં સમાય છે ખરું, પરંતુ અહીં તો અનુભવગમ્ય આત્મતત્ત્વને વિષે કહેવાનું છે; જેમાં ઇન્દ્રિયોની સહાયતા અથવા તો સંબંધની જરૂર છે નહીં, તે સિવાયની વાત છે. કેવળજ્ઞાની સહજ દેખી જાણી રહ્યા છે; અર્થાત્ લોકના સર્વ પદાર્થને અનુભવ્યા છે એમ જે કહેવામાં આવે છે તેમાં ઉપયોગનો સંબંધ રહે છે; કારણ કે કેવળજ્ઞાનીના તેરમા અને ચૌદમા ગુણસ્થાનક એવા બે વિભાગ કરવામાં આવ્યા છે, તેમાં તેરમા ગુણસ્થાનકવાળા કેવળજ્ઞાનીને યોગ છે એમ સ્પષ્ટ છે, અને જ્યાં એ પ્રમાણે છે ત્યાં ઉપયોગની ખાસ રીતે જરૂર છે, અને જ્યાં ખાસ રીતે જરૂર છે ત્યાં બુદ્ધિબળ છે એમ કહ્યા વિના ચાલે તેમ નથી; અને જ્યાં એ પ્રમાણે ઠરે છે ત્યાં અનુભવ સાથે બુદ્ધિબળ પણ ઠરે છે. આ પ્રમાણે ઉપયોગ ઠરવાથી આત્માને જે જડ પદાર્થ નજીક છે તેનો તો અનુભવ થાય છે; પણ જે નજીક નથી અથતુ જેનો યોગ નથી તેનો અનુભવ થવો એમ કહેવું એ મુશ્કેલીવાળું છે; અને તેની સાથે છેટેના પદાર્થનો અનુભવ ગમ્ય નથી એમ કહેવાથી કહેવાતા કેવળજ્ઞાનના અર્થને વિરોધ આવે છે, તેથી ત્યાં બુદ્ધિબળથી સર્વ પદાર્થનું, સર્વ પ્રકારે, સર્વ કાળનું જ્ઞાન થાય છે એમ ઠરે છે. એક કાળના કલ્પેલા સમય જે અનંત છે, તેને લઇને અનંતકાળ કહેવાય છે. તેમાંના વર્તમાનકાળ પહેલાંના જે સમય વ્યતીત થયા છે તે ફરીથી આવવાના નથી એ વાત ન્યાયસંપન્ન છે; તે સમય અનુભવગમ્ય શી રીતે થઈ શકે એ વિચારવાનું છે. અનુભવગમ્ય જે સમય થયા છે તેનું જ સ્વરૂપ છે તે તથા તે સ્વરૂપ સિવાય તેનું બીજું સ્વરૂપ થતું નથી, અને તે જ પ્રમાણે અનાદિ અનંત કાળના બીજા જે સમય તેનું પણ તેવું જ સ્વરૂપ છે; એમ
બુદ્ધિબળથી નિર્ણત થયેલું જણાય છે. (પૃ. ૭૩૮-૯) | સંબંધિત શિર્ષક બળ
D દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એ વડે કરીને જીવ તેમ જ અજીવનો બોધ થઈ શકે છે. (પૃ. ૧૬૪) D આત્માર્થીએ બોધ ક્યારે પરિણમી શકે છે એ ભાવ સ્થિરચિત્તે વિચારવા યોગ્ય છે, જે મૂળભૂત છે.
અમુક અસવૃત્તિઓનો પ્રથમ અવશ્ય કરી વિરોધ કરવો યોગ્ય છે. જે નિરોધના હેતુને દ્રઢતાથી અનુસરવું જ જોઈએ, તેમાં પ્રમાદ યોગ્ય નથી. (પૃ. ૩૧)