Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
૩૯૫
ભક્તિ (ચાલુ) | D પ્ર0 અભણને ભક્તિથી જ મોક્ષ મળે ખરો કે? - ઉ૦ ભક્તિ જ્ઞાનનો હેતુ છે. જ્ઞાન મોક્ષનો હેતુ છે. અક્ષરજ્ઞાન ન હોય તેને અભણ કહ્યો હોય, તો
તેને ભક્તિ પ્રાપ્ત થવી અસંભવિત છે, એવું કંઈ છે નહીં. જીવ માત્ર જ્ઞાનસ્વભાવી છે.
ભક્તિના બળે જ્ઞાન નિર્મળ થાય છે, નિર્મળ જ્ઞાન મોક્ષનો હેતુ થાય છે. (પૃ. ૪૩૦) 2 ભક્તિથી અહંકાર મટે, સ્વચ્છેદ ટળે, અને સીધા માર્ગે ચાલ્યું જવાય. (પૃ. ૬૮૭) (- T માયાને શોધી શોધીને જ્ઞાનીએ ખરેખર જીતી છે. ભક્તિરૂપી સ્ત્રી છે. તેને માયા સામી મૂકે ત્યારે
માયાને જિતાય. ભક્તિમાં અહંકાર નથી માટે માયાને જીતે. આજ્ઞામાં અહંકાર નથી. સ્વચ્છંદમાં
અહંકાર છે. (પૃ. ૭૦-૭) - •? ' 1 જ્ઞાની પ્રત્યે બરાબર પ્રતીતિ થાય ને રાત દિવસ તે અપૂર્વજોગ સાંભર્યા કરે તો સાચી ભક્તિ પ્રાપ્ત
થાય. (પૃ. ૭૦૯) * તું ગમે તે ધર્મ માનતો હોય તેનો મને પક્ષપાત નથી, માત્ર કહેવાનું તાત્પર્ય કે જે રાહથી સંસારમળ નાશ થાય તે ભક્તિ, તે ધર્મ અને તે સદાચારને તું સેવજે. (પૃ. ૪). સમજાય તો આત્મા સહજમાં પ્રગટે; નહીં તો જિંદગી જાય તોય પ્રગટે નહીં. માહાસ્ય સમજાવું
જોઈએ. નિષ્કામબુદ્ધિ અને ભક્તિ જોઇએ. (પૃ. ૭૦૬) ૩ - ૨): * * D જ્ઞાનીની કોઈ પણ પ્રકારે આશાતના ના થાય તેવો ઉપયોગ જાગૃત જાગૃત રાખી ભક્તિ પ્રગટે તો તે
કલ્યાણનો મુખ્ય માર્ગ છે. (પૃ. ૬૯૮) 0 શ્રી વલ્લભાચાર્ય કહે છે કે શ્રીકૃષ્ણ ગોપી સાથે વર્તતા હતા, તે જાણીને ભક્તિ કરો. યોગી જાણીને તો
આખું જગત ભક્તિ કરે છે પણ ગૃહસ્થાશ્રમમાં યોગદશા છે તે જાણીને ભક્તિ કરવી એ વૈરાગ્યનું કારણ છે. યોગમાં જે વૈરાગ્ય રહે તેવો અખંડ વૈરાગ્ય સપુરુષ ગૃહસ્થાશ્રમમાં રાખે છે. તે અદ્ભુત વૈરાગ્ય જોઈ
મુમુક્ષુને વૈરાગ્ય, ભક્તિ થવાનું નિમિત્ત બને છે. લૌકિક દૃષ્ટિમાં વૈરાગ્ય, ભક્તિ નથી. (પૃ. ૭૧૦) ૩ T સકામ ભક્તિથી જ્ઞાન થાય નહીં. નિષ્કામ ભક્તિથી જ્ઞાન થાય. (પૃ. ૭૦૭) ૯ + ' ', '.
દર્શનમોહ વ્યતીત થવાથી જ્ઞાનીના માર્ગમાં પરમભક્તિ સમુત્પન્ન થાય છે. (પૃ. ૬૪ર) - D તમને (શ્રી ખીમજીભાઇને) જેવી જ્ઞાનની જિજ્ઞાસા છે તેવી વ્યક્તિની નથી. ભકિત, પ્રેમરૂપ વિના જ્ઞાન શૂન્ય જ છે; તો પછી તેને પ્રાપ્ત કરીને શું કરવું છે? જે અટકયું તે યોગ્યતાની કચાશને લીધે. અને જ્ઞાની કરતાં જ્ઞાનમાં વધારે પ્રેમ રાખો છો તેને લીધે. જ્ઞાની પાસે જ્ઞાન ઇચ્છવું તે કરતાં બોધસ્વરૂપ સમજી ભકિત ઇચ્છવી એ પરમ ફળ છે. (પૃ. ૨૯૫) –- - - - - 1 ગુરૂગમે કરીને જ્યાં સુધી ભક્તિનું પરમ સ્વરૂપ સમજાયું નથી, તેમ તેની પ્રાપ્તિ થઈ નથી, ત્યાં સુધી
ભક્તિમાં પ્રવર્તતાં અકાળ અને અશુચિ દોષ હોય. અકાળ અને અશુચિનો વિસ્તાર મોટો છે, તોપણ ટૂંકામાં લખ્યું છે. (એકાંત) પ્રભાત, પ્રથમ પ્રહર, એ સેવ્ય ભક્તિને માટે યોગ્ય કાળ છે. સ્વરૂપચિંતનભક્તિ સર્વ કાળે સેવ્ય છે. (પૃ. ૨૮૮) - ......' . .